SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૪૯ ‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ ---પંડિત શ્રી ધનંજયભાઈ જે જૈન-પ્રેમકેતુ' જિનશાસનનો આ જગત ઉપર અવર્ણનીય ઉપકાર છે. આ ઉપકારની પરંપરાને જગતના ભવ્ય જીવો સુધી પહોંચાડવામાં પ્રધાન ફાળો જિનેશ્વરદેવની આજ્ઞાને નિજજીવનમાં ચરિતાર્થ કરનાર પૂ. સાધુભગવંતોનો તથા પૂ. સાધ્વીભગવંતોનો છે. તે જ રીતે ચતુર્વિધ સંઘમાં જેમનું સ્થાન-માન અત્યંત આદરણીય છે તેવા શ્રાદ્ધરત્નો અને શ્રાવિકાઓનો ફાળો પણ કાંઈ નાનો-સૂનો તો નથી જ. જેમ પંચાચારની પાલકતા અને પ્રભાવકતા દ્વારા પૂ. શ્રમણ-શ્રમણી ભગવંતોએ જિનશાસનની દિવ્ય પરંપરાને આદર્શરૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે તેમ જિનશાસનની શ્રાવકોચિત સમ્યમ્ આચારપરંપરાને આપણા સુધી પહોંચાડનારાં ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓ પણ તેટલાં જ વંદનીય અને અભિનંદનીય છે. શ્રાવકાચારની સુરભિચી સુવાસિત એવા વર્તમાનકાલીન કેટલાક ઉત્તમ શ્રદ્ધાસંપન શ્રાદ્ધવર્યની અનુમોદનીય કથાગાથાઓ અત્રે સંક્ષેપમાં રજૂ કરી છે. જેઓમાંથી કેટલાકમાં સમ્યગદર્શનનાં અજવાળાં વેરાતાં જણાય છે તો કેટલાકમાં સમ્યગુજ્ઞાનના તેજ લીસોટા પ્રસરાતા જણાય છે. તો કેટલાક સમ્યક્રચારિત્રની (દેશવિરતિ ધર્મની) આરાધનાથી આતમના ઓરડાને અજવાળતા દેખાય છે. આવા એ ઉત્તમ શ્રાદ્ધવર્યોની અનુમોદનીય વાતોને જાણીને અનુમોદનાની સુગંઘથી આપણા અંતરને પણ તરબતર બનાવી દઈએ... - આ પાત્રોનો પરિચય કરાવનાર પંડિતશ્રી ધનંજયભાઈ જશુભાઈ જૈન મૂળ ડભોઈ (વડોદરા)ના વતની છે. જૈનધર્મ-જેનદર્શનના તલસ્પર્શી જ્ઞાતા હોવા સાથે સંસ્કૃત, વ્યાકરણ અને ન્યાયદર્શનના સારા વિદ્વાન પણ છે. આ પંડિતજીની અધ્યાપન પદ્ધતિ ખૂબ જ સરળ, સુંદર અને રસાળ છે. સિદ્ધચક્રપૂજન આદિ જૈનધર્મના લગભગ તમામ પૂજનો ખૂબ સરસ રીતે ભણાવે છે. મુંબઈના વિશિષ્ટ વિધિકારોમાં પંડિતજીનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય છે. શાસ્ત્રોના રહસ્યોને આધુનિક શૈલી દ્વારા રજૂ કરવાની તેમની પ્રવચનકળા ભારે લોકપ્રિય બની છે. પર્યુષણ દરમ્યાન દેશમાં અને પરદેશમાં તેમનાં પ્રવચનો ભારે લોકોદર પામ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy