________________
૮૪૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
આજે તો મોટાભાગનો સમય જૈન સમાજના કાર્યોમાં અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ પાછળ આપી રહ્યા છે. આપણા પ્રાચીન જૈન તીર્થોના જીર્ણોદ્ધારમાં તેઓશ્રીને ઊંડો રસ છે. તેઓશ્રીના નેતૃત્વ નીચે જૈનસમાજે ઘણી પ્રગતિ કરી છે. શ્રધ્ધયશ્રી આત્માનંદજી (પૂજ્ય સોનેજી)
દેહના ડૉકટરમાંથી આત્માના ડૉક્ટર બનેલા શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ ડૉ. મુકુન્દ સોનેજી તરીકે એમ. બી. બી. એસ.નો અભ્યાસ કર્યા બાદ એડિનબરોમાં એમ. આર. સી. પી.ની ડીગ્રી પ્રાપ્ત કરી. પરંતુ બાળપણથી જ રહેલા ધર્મસંસ્કારો સતત પ્રબળ થતા રહ્યા. ઇ. સ. ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્રના દર્શનની અને ૧૯૫૭માં એમના વચનામૃતની પ્રાપ્તિ થઈ અને પરિણામે શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. જે કંઈ વાંચ્યું, જાણ્યું તે જીવનમાં ઉતાર્યું. ૧૯૭૫માં અમદાવાદમાં સતશ્રુત સેવા સાધના કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૮૧માં અમદાવાદથી ૧૬ કિ.મી. દૂર આવેલા કોબામાં આધ્યાત્મિક સાધના કેન્દ્રની સ્થાપના કરી અને આજે તો એની પ્રવૃત્તિઓ વિસ્તરતા દેશ-વિદેશના અનેક મુમુક્ષુઓ તેમાં ભાગ લે છે. ૧૯૮૪માં ત્યાગમાર્ગની દિશામાં આગળ વધવા માટે એમણે કેટલાક વિશેષ વ્રત-નિયમો લીધા. વિદેશની પણ ધર્મયાત્રા કરી. તેઓશ્રીએ સરળ ભાષામાં સહુને ઉપયોગી થાય તેવું સુંદર આધ્યાત્મિક સાહિત્ય આપ્યું છે અને આજે વ્યક્તિગત આત્મ-સાધના, એકાંતવાસની પ્રબળ ઇચ્છા અને સતશ્રુતની સેવા એ એમના જીવનનું મુખ્ય લક્ષ્ય છે. શ્રી દલસુખભાઈ માલવણિયા
પંડિત દલસુખભાઈ માલવણિયાએ સમગ્ર ભારતમાં જૈન દર્શનના મહાવિદ્વાન તરીકે નામના પ્રાપ્ત કરી છે. પં. સુખલાલજીના કહેવાતા આ શિષ્યમાં પંડિતજીનું જ્ઞાન, નિર્ભયતા અને સચ્ચાઈ ઊતરી આવ્યાં છે. તાજેતરમાં જ ભારતમાં રાષ્ટ્રપતિએ એમને ‘સર્ટિફિકેટ ઓફ એનર'નું બહુમાન એનાયત કર્યું હતું. ૧૯૪૪થી ૧૯૫૯ સુધી તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શન વિભાગના વડા તરીકે રહ્યા હતા. પ્રાકૃત ટેક્ષ સોસાયટી સ્થાપી અને તેના દ્વારા પ્રાકૃત વિદ્યા વિષે મહત્વનું કાર્ય કર્યું. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક તરીકે અને હાલ સલાહકાર તરીકે એમણે મહત્ત્વની કામગીરી બજાવી. કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દર્શન અને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે વીઝીટીંગ પ્રોફેસર તરીકે ઘણો સમય રહ્યા. ધાર્મિક આવેશો કે સંપ્રદાયના ગત મનોભાવો તેઓની પ્રજ્ઞાની ચાળણીમાં ચળાઈ ગયા હતા. અને સર્વ કોઈ દર્શનોમાં જે આદરપાત્ર હતું તે તેમણે પ્રાપ્ત કર્યું હતું. સૌજન્યશીલ સારસ્વત દલસુખભાઈનું જીવન આજની પેઢીને પ્રેરણારૂપ બની રહે તેવું છે. ૧૯૭૪માં તેમને ભારત જૈન મહામંડળ તરફથી “સમાજ ગૌરવ”ની પદવી મળી હતી. ૧૯૭૮માં એમને જૈનસાહિત્યની વિશિષ્ટ સેવા બદલ “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ ચંદ્રક' એનાયત થયો હતો. શ્રી પ્રમોદભાઈ બી. શાહ
શ્રી પ્રમોદભાઈ શાહ અમદાવાદમાં સમગ્ર જૈન સમાજની જાણીતી વ્યક્તિ છે. સતત છેલ્લાં ૨૨ વર્ષોથી આપણને શ્રી ગુજરાત યુવકકેન્દ્ર સંચાલિત શ્રી પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા ભગવાન શ્રી મહાવીરની વાણીથી પરિચિત બનાવે છે. વ્યાખ્યાનમાળા વર્ષોવર્ષ પ્રગતિ કરતી રહી છે. શ્રી મહાવીર શ્રુતિમંડળની પ્રગતિમાં તેઓનો પ્રશંસનીય ફાળો છે. તેઓ આજે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સક્રિય રીતે કામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org