________________
અભિવાદન ગ્રંથ 7
[ ૧૦૫૫
જયારે તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે તેમના બંને હાથ આંગળીના વેઢા ઉપર હતાં. જેથી તેઓ નવકાર ગણતા-ગણતા ગયા... તે સ્પષ્ટ છે. તેનો પરચો પણ તેમણે તરત જ એક મહાત્માને આપતા ગયા. અને પ્રત્યક્ષ પુરાવા રૂપે પણ લોટમાં બની ગયેલો “ધજાનો આકાર.”
તેમને લોકો વર્ષો.. યુગો સુધી યાદ કરે છે તેમના ગુણ-કીર્તિને ધન્ય છે અને તેઓશ્રી પણ ધન્ય છે....! પુંજાભાઈએ પણ આવા સુકૃત્યો કરીને ચોમેર પોતાની ગુણ-ગાથા યશકીર્તિ પ્રસરાવી છે. શા. પોપટલાલ અંબાલાલ મોદી :
તીર્થસેવા, સમાજસેવા અને સાર્વજનિક સેવાને ક્ષેત્રે ઉત્તર ગુજરાતના ઉંઝા શહેર વિસ્તારમાં ચોગરદમ સુવાસ ઉભી કરનાર ધર્મનિષ્ઠ શ્રેષ્ઠિરત્ન શ્રી પોપટલાલ અંબાલાલ મોદીનું પારદર્શી જીવન અને તેમના પરિવારનું યોગદાન અનેકોને પ્રેરણાદાયી બની રહેશે.
મધ્યમ પરિવારમાં એમનો જન્મ અને ઉછેર થયો. પણ ધર્મ-શાસન અને સમાજ માટે કાંઈક કરી છુટવાની પ્રબળ ભાવનાના બીજ સંસ્કારો ગળથુથીમાંથી પ્રાપ્ત થયાં. વીરડો જેમ ઉલેચાચ તેમ તેમ નવું પાણી આવતું જ રહેવાનું તેમ સારા કામોમાં સંપત્તિનો સદુપયોગ કરતાં રહેવાથી લક્ષ્મી વધતી જ રહેવાની એ સત્ય તેમને અનુભવે સમજાતાં જીવન માંડણીના પાયામાં તેને આદર્શ તરીકે સ્વીકાર્યો.
ઉંઝામાં પોતાના જીરૂ-વરીયાળીના સપ્લાયરના ધંધાને દેશભરના પ્રવાસ આદિને કારણે જેનો જેનો તેમને સત્સંગ થયો, જે જે જોવા જાણવા અને સમજવાનું મળ્યું તેમાંથી પોતાની ગુણગ્રાહી લોબી દષ્ટિને કારણે ઘણી બધી સારી ચીજો પ્રાપ્ત કરી અને જીવન સાફલ્યમાં એ બધું બહુ જ ઉપયોગી બની રહ્યું. જીવનના પ્રારંભથી જ ધર્મરંગે રંગાયા.
જીવનના સંઘર્ષમય તાણાવાણામાં પણ માણસ ધીરજ રાખી ન્યાય નીતિ અને પ્રમાણિકતાને વળગી રહે તો સોનેરી દિવસો પણ જરૂર આવે જ છે એવા આ શ્રેષ્ઠિવર્યનો દ્રઢ અનુભવ છે.
નાની ઉંમરમાં પોતાનો મામાની છત્રછાયા ગુમાવી તે પછી માસીઆઇ ભાઈશ્રી તલકચંદભાઈએ ધંધાની વિકાસયાત્રામાં તેમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. જે ઉપકાર તેઓ હંમેશા યાદ કરે છે. જૈનકુળમાં જન્મ થયો અને જિનેશ્વર ભગવાનનો પોતાને ધર્મ મળ્યો તેને પોતાનું સદ્દનસીબ ગણે છે. સંપત્તિ સારાએ સમાજની છે અને સંપત્તિના તેઓ ટ્રસ્ટી છે એવી ઉદાત્તમય ભાવનાએ તેમના શુભ હાથોએ ઘણા બધા શુભ ધાર્મિક અનુષ્ઠાનો થયા. મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠાઓથી માંડીને શાસન પ્રભાવનાના અનેક કાર્યોમાં પોતે નિમિત્ત બન્યા તેનો આંતરિક આનંદ-સંતોષ આજ તેમની ૮૫ વર્ષની ઉમરે તેમના મુખ ઉપર રાષ્ટ જોઈ શકાય છે.
નાની ઉંમરમાં શારીરિક કસરતોના આયોજનોમાં ખુબ જ દિલચસ્પી, સાધુ-સંતોના સંપર્કમાં આવવાની તીવ્ર તાલાવેલી, યોગ સાધનમાં અને વિપશ્યનાની શિબિરોમાં અને વ્યાખ્યાનમાં તેમનું મન સોળે કળાએ ખીલી ઉઠતું. અને પછી તો શ્રી કલિકુંડ પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને પ. પૂ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી કલિકુંડ પાર્થ તીર્થમાં મીની શત્રુંજયની ભવ્યતમ રચના ઘણા વર્ષોની સૌની સહીયારી મહેનત અને તપસ્યાનું પરિણામ છે. દેરાસરની મીની શત્રુંજયની પ્રશસ્તિમાં ““મોદી પોપટલાલ અંબાલાલ તથા રસિકલાલ છનાલાલ ઉઝાંવાળાએ તન-મન-ધનનો સારો લાભ લીધેલ છે.”
===
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org