SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન ગુરુ મહારાજના ગુરુમંદિરમાં ગુસ્પાદુકા જે આરાધનાના ધામમાં પ્રવેશ કરતાં ડાબી બાજુ છે તેનો સંપૂર્ણ લાભ તેઓએ જ લીધો અને તેમનું આબેહુબ આખું જીવન ચરિત્ર-જીવન દીપના પ્રકાશનો પણ સંપૂર્ણ લાભ તેમણેજ લઈને અનેરી ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે. તે દરમ્યાન કચ્છમાં પૂ. પં. શ્રી વજસેનવિજયજી મ.સા. તથા કચ્છ-વાંકીનાજ મુનિશ્રી હેમપ્રભવિજયજી મ.સા. એમના સંસારી પિતા મુનિશ્રી પુણ્યસેન વિજયજી મ.સા. તથા એમના સંસારી બેન મહારાજો દીક્ષા પછી સૌ પ્રથમ જઈ રહ્યા હતા. તેમના ગામ પ્રવેશમાં આપણે જવું તે વિચારીને બંને જણા કેન્યાથી આવ્યા અને હાલારમાંથી ૭OO ભાવિકોને બસો દ્વારા લઈને ભદ્રેશ્વર-વાંકી તીર્થની યાત્રા કરવા પૂર્વક એમનો ભવ્ય પ્રવેશ કરાવ્યો હતો. લગભગ ૬૫૦ ભાવિકોએ સૌ પ્રથમવાર ભદ્રેશ્વર ગયા હતા. એઓ આજે પણ યાદ કરે છે કે રંગ રાખ્યો પુજાલાલ અને મણિબેને! નાના-મોટા પ્રસંગો તથા જીવદયા, અનુકંપા, દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતા, પાઠશાળા, ધર્મશાળા, ભોજનશાળા આદિ દરેક ક્ષેત્રોમાં લાભ લેવાનું ચાલુ જ હતું અને છે. ત્યાં ગત વર્ષે તેઓએ આવીને જુનાગઢ પૂ. ૫ : શ્રી વજસેન વિજયજી મ.સા.ને વિનંતી કરી કે હવે સાહેબ કોઈનો ભરોસો નથી...આ વખતે તો સંઘનું કાર્ય પતાવીને જ જવું છે. આ સંઘમાં પંજાભાઈ અને મણિબેને જે ઉદારતા બતાવી છે તે માટે તો એ સંઘમાં જોડાનારના શબ્દો... ભાવો જ વાંચવા પડે. અરે.. ગામે-ગામ થતાં ૨૦OO/૩OOO અને ૮-૮ હજાર ભાવિકો દ્વારા કરાતાં સામૌયાઓ તથા ગામોમના જમણો. સંઘની પૂર્ણાહુતિ સુધીમાં ૬૫૦OOી ભાવિકોને ચડતા પરિણામે જમાડયા. બે-બે તીર્થોની માળા પહેરીને સંઘપતિ પદ મેળવ્યું અને ગામે-ગામ જયાં જે જરૂરિયાત હતી તે દાનવીર એવા આ પુંજાલાલ પરિવારે પૂરી કરી. પોતાના ચારે પુત્ર-પુત્રી જમાઈ તથા પુત્રવધૂઓને આ સંઘમાં જોડી હાથી હોટે ચડાવ્યા અને સંઘ ભક્તિનો લ્હાવો આપ્યો. એટલું જ નહિ પણ સંઘના માધ્યમથી બધાને ધર્મ પ્રત્યે રૂચિવાળા બનાવી શ્રદ્ધાવંત બનાવીને ધર્મારાધનામાં જોડી દીધા. એમની સુપુત્રી રંજનબેન અને જમાઈ જયેન્દ્રભાઈએ છેલ્લે સુધી ચાલીને એકાસણા કરીને યાત્રા કરી અને ધર્મનો એનો રંગ લાગ્યો કે જે ત્યાં જઈને પણ સારી આરાધના કરે છે. પુત્રી લીના તથા જમાઈ મહેશ છેલ્લા દિવસોમાં આવ્યા અને સંઘનાં જોડાયા. શ્રદ્ધાળુ એવા બન્નેએ આ સંઘમાં જોડાવાથી ખ્યાલ આવ્યો કે ઓ..હો.. આવું હોય છે શ્રાવક જીવન...અને સાધુ જીવન... સુપુત્ર મિતેશ અને નીલા પહેલા આવેલા તેઓ ૧૦ દિવસ રોકાયા. સાથે રહ્યા ચાલ્યા. તેઓ ગામના લોકોના ભાવોથી એવા ભાવિત થયા કે સાચેજ મમ્મી અને ડેડી ખૂબ સારા કામો કરે છે. તેથી તેઓ જબ્બર અનુમોદના કરી. પૂર્વના ભવમાં આપણા આત્માએ જેવા..જે કર્મો કર્યા હોય તે કયારે ઉદયમાં આવે તે નક્કી નહિ. અરે...! તીર્થંકર પરમાત્માના આત્માએ પણ જે કર્મો બાંધેલા તે એમને પણ ભોગવવા જ પડયાં. તેમાં કોઈનું કશું ચાલ્યું નહિ-પરંતુ ધર્મ હતો. જેથી સમતાભાવે સહન કરીને શ્રેષ્ઠગતિને પામ્યા. તેવી જ રીતે આ ધર્મી આત્માના પૂર્વ-ભવના ક આ સ્થાને ઉદયમાં આવ્યા. પણ આ ભવમાં ધર્મને પામેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy