SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1102
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩ દેવાભાઈ બીદને ત્યાં માતા સંતોકબેનની કુક્ષીએ સં. ૧૯૩૨માં સારંગપુર મુકામે થયો હતો. નામ | પાડવામાં આવેલ પુંજાલાલ... ઉંમર થતાં દેશમાં રહેલા માતા-પિતાએ મણિબેન સાથે સગપણ નક્કી કર્યા અને કેન્યાથી આવીને લગ્ન કરી ગયા... મણિબેનના આવવાથી અને પુંજાભાઈ પાસે કેન્યા પહોંચતા મન-વચન-કાયાથી દરેક રીતે એવો સહકાર આપ્યો કે થોડા વર્ષોની અંદર તો આ કુટુંબ પૂર્વની પુન્યાઈ સાથે બન્નોનો પુરુષાર્થ ભળતાં આનંદ કિલ્લોલ કરવા લાગ્યા. સંપત્તિધન.સંતતિધન સાથે પાંગરતા બાહ્ય સંસારમાં પણ આત્માધન રૂપ ધર્મના સંસ્કારોથી વાસિત થઈ રહ્યા હતા. તેમાં અવસરે અવસરે પરમાત્માના દર્શન નાનું-મોટું તપ, જીવદયા, ગરીબ-ગરબા વગેરેને સહાય આવા કાર્યો બંને પતિ-પત્ની ભાવથી કરી રહ્યા હતા. પરદેશમાં રહ્યા-રહ્યા પણ ધર્મ-આરાધનામાં સામાન્ય પ્રવેશ પામેલા હોવાથી તેમણે આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી (ત વખતે મુનિ કુંદકુંદવિજય) તથા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ અંગે સાંભળેલું કે હાલારની પ્રજાને ધર્મ માર્ગે જોડવા માટે આ બંધબેલડીનો ભોગ કોઈ જબર છે. તેથી તરત જ નાના-માઠા. ગામમાં પૂ. મુનિરાજશ્રી મહાસન પારખી લે તેમ આ હાલારી જાને ધર્મ-માર્ગમાં જોડનાર ઝવેરી એવા પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ.સા.એ હાલારના છુપા હીરા જેવા આ દંપતીને પ્રથમ પરિચયમાં જ ઓળખી ગયા કે યોગ્ય આત્મા છે. ઓલીયા ગણાતા આ ગુરુવરે પણ ભક્તિ-હૃદય ઉપર ઓવારી ગયા. પ્રથમ મુલાકાતમાં જ ઘણી ધર્મભાવના દ્રઢ કરી લીધી અને તપ-અનુષ્ઠાન સાથે પ્રભુભક્તિ - મહોત્સવ નવાગામમાં ઉજવવાનું નક્કી કર્યું.. તે માટે સૌ પ્રથમ નવાગામથી નાની-ખાવડી થઈને ગાગવા છ'રી પાલિત પંચતીચંદનું આયોજન કર્યું. અને ગાગવાથી મુંગણી - સિકકા – મોટી ખાવડી થઈને નવાગામ.ત્યાં પહોંચીને ત્રણ દિવસના બાવન ગામમાં એકાસણા સાથે શાંતિસ્નાત્ર પૂજન, સિદ્ધચક્રપૂજન તથા ભકતામર પૂજન સહ ત્રણ દિવસનો પૂજનો સહિત મહોત્સવ. ૫૦૦થી વધુ એકાસણી કરાવીને કર્યો. પહેલાં જ પ્રસંગથી એવો રંગ લાગ્યો કે આ નરરત્ન પુંજાભાઈ પોતાની જિંદગીના છેલ્લા વર્ષ સુધી.. એક જ અનુમોદના કરાવતા રહ્યા. પછી તો બીજા વર્ષે નવાગામમાં સુપુત્ર અશ્વિન અને પુત્રવધૂ કીર્તિને મોકલી સામુહિક્ક અઠ્ઠમતપ કરાવ્યો. આરાધનાધામમાં બે વખત ઉપધાન તપમાં મુખ્ય લાભ લીધો... આયંબિલ, ઓ ને, અડાસણાના અનુષ્ઠાનો કે અન્ય અનુષ્ઠાનોમાં એમનો કંઈને કંઈ ફાળો હોય. ગુરુમહારાજ પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મ.સા.ને જીવદયા ઉપર અતિશય પ્રેમ એટલે ગુરુ મહારાજની આજ્ઞા લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોની પાંજરાપોળોમાં જાતે જઈ રોકડ રકમ આપી આવ્યા. ભયંકર ચાર વર્ષના દુષ્કાળમાં હજારો પશુઓની સેવામાં કરોડોના ફાળામાં સૌપ્રથમ એક લાખ રૂપિયાથી પોતે ભંડોળ શરૂ કરાવ્યું. તેનો શ્રેય આ પુન્યાત્માને મળ્યો. પક્ષીઓના ચણ માટે બારાડી વિસ્તારમાં સેંકડો ગુણી ચણની મોકલાવી. પૂજયશ્રીઓની આજ્ઞાથી ગુપ્તતાપૂર્વક દરેક જરૂરિયાતવાળા - સ્થાનોમાં એમનું યોગદાન અવિરત ચાલુ ને ચાલુજ રહ્યું. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy