SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ર ) [ જૈન પ્રતિભાદર્શન દિક્ષિત મુનિવરો સ્વ. મુનિશ્રી દેવસુંદરવિજયજી (દલીચંદભાઈ) આ પૃથ્વીતળને પાવન કરી રહ્યા છે. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રત્નસુંદરસૂરિજી મ.સા. તેમજ પોતાના બીજા પૌત્ર પૂ. પંન્યાસ શ્રી પદ્મસુંદર વિજયજી ગણિ. સૌથી નાના પુત્ર રાયચંદભાઈ હાલ પૂ. મુનિશ્રી તત્વસુંદરવિજયજી મ.સા., પૌત્રી સાધ્વી શ્રી ચંદ્રજયોતિશ્રીજી મ. તરીકે પૂજય ગુરુદેવશ્રીના ચરણે બે ઉત્તમ રત્નોનું સમર્પણ કર્યા પછી ગુરુશ્રદ્ધાના અથાગ બળ ઉપર શ્રી નાનચંદભાઈએ આ અદ્દભૂત રત્નને વધાવી લઈ કાર્ય શરૂ કરી દીધું. આજે ૮૫ વર્ષની વૃદ્ધવયે માત્ર ૧૦ વર્ષના ગાળામાં ૧OO જ નહીં પણ રોજની પોણા બસો નવકારવાળી ગણવા સુધી શ્રી નાનચંદભાઈ પહોંચી ગયા છે. એ પૂજય ગુરુદેવશ્રીએ આપેલી ભેટ અને ઉલ્લાસપૂર્વકના એના પાલનનો રૂડો પ્રતાપ છે. અને તેના જ પ્રતાપે અરિહંત પદનો ચાર કરોડનો અને સિદ્ધિપદનો ૫૦ લાખનો જાપ-૨૦,000 જેટલી સામાયિકની અદ્ભુત કમાણી સાથે આજે તેઓ કરી શક્યા છે. તે ઉપરાંત ૫ લાખનો ઉવસગ્ગહરં સ્તોત્રનો પણ જાપ તેઓ કરી ચુકયા છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ : સમાજ જીવનના ઇન્ડસ્ટ્રીયલ તથા ધાર્મિક ક્ષેત્રે કામગીરી બજાવી રહ્યા છે. જીવનની શરૂઆત ખૂબ જ નાના પાયે, ખૂબ જ નાની મુડીથી મુંબઈમાં ચાલુ કરી. શરૂઆતમાં બે વર્ષ નોકરી પણ કરી, પરંતુ અથાગ મહેનત અને ઈશ્વરકૃપાથી ધંધામાં બે વરસ પછી કેમીકલ ટ્રેડીંગમાં સારી સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની ચાલુ કરી અને સારી સફળતા પણ મળી. ૧૯૬૮ પછી ફેકટરીના ક્ષેત્રે મેન્યુફેકચરીંગ લાઈન ચાલુ કરી. જાહેર સેવા કાર્યની શુભ શરૂઆત છેલ્લા ૮-૯ વરસથી ચાલે છે. પોતે અત્યારે ઘોઘારી જૈન સમાજના પ્રમુખ છે. ધાર્મિક ક્ષેત્રે તેઓ ૧૯૮૭માં મહુવાથી પાલીતાણા છ“રી પાળતો સંઘ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા એમની નિશ્રામાં બીજા પણ ઘણા ધાર્મિક કાર્યો કરાવેલ. ડીસેમ્બર ૧૯૮૭માં તાંબેનગર-મુલુંડમાં શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા કરાવેલ. તેમાં મનો ફાળો મુખ્ય હતો. તેમજ મલંડથી પાલીતાણા પર દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ. જેમાં તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ બનેલ. પૂ. આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે. અને એ માર્ગે જ આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળ માં રૂ. પાંચ લાખનું ડોનેશન આપેલ છે. પુન્યપનોતા : પરમાત્માના પરમ ઉપાસક પુંજાભાઈ કચરાભાઈ બીદ : આદિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર આ સંસારમાં ક્ષણની પણ શાંતિ નથી, સમાધિ નથી, બધું જ ક્ષણજીવી છે. કોઈ પદાર્થ સદાય જીવંત નથી. દરેક જીવ કર્માધીન છે. આવા વિચિત્રતાથી ભરપૂર આ સંસારમાં પણ પૂર્વના પુણ્યોદયે કેટલાંક પુણ્યશાળીઓના પાવન પગલા આ પૃથ્વી ઉપર પડે છે.અને પોતાના જીવન દરમ્યાન પોતાનું જીવન તો પ્રકાશિત કરે છે, પણ જયાં જાય ત્યાં અનેકોના જીવનમાં પ્રકાશ પાથરી દે છે. એવી જ એક વિરલ અને વિશિષ્ટ વિભુતિનો હાલાર પ્રદેશના નવાગામમાં પિતા કચરાભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy