SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1100
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૫૧ કરાવનાર લઘુકર્મી અને શ્રમણોપાસકનું સુભગ સંમેલન. પ્રભુશ્રી વીર ભગવાને ઘોર ઉપસર્ગ અને પરિષહોની ફોજને સહન કરીને જે કેવળજ્ઞાન અને નિર્વાણની પ્રાપ્તિ કરી એ જ લક્ષ્યને સિદ્ધ કરવા માટે અપ્રમત્તપણે ઉદ્યમ કરનાર શ્રમકવર્ગ અને એ શ્રમણપણની પ્રાપ્તિના મનોરથમાં જ રમતો તે દિશામાં સતત ભગીરથ ઉદ્યમ કરનાર એ શ્રાવક છે. જન્મથી જ જેમને જૈનધર્મના સંસ્કાર મળવા સાથે જેમણે સુંદર કોટિનું શ્રાવક જીવન ઘડયું એવા શ્રમણોપાસકની શોધ કરીએ તો દેપલા (સૌરાષ્ટ્ર) ના વતની શ્રેષ્ઠિશ્રી નાનચંદભાઈ પણ નજરે ચઢયા વિના રહે નહીં. અશુભના ઉદયે કદાચ સર્વવિરતિ ન લઈ શકાય તોય તેવા શ્રાવક ઘરમાં રહ્યા છતાં પણ કેવી સુંદર આરાધના કરે એ તેમના જીવનમાંથી સ્પષ્ટ જણાય આવે છે. સર્વવિરતિના અંગીકાર પછી શ્રમણ જેમ તપ-ત્યાગ અને સંયમયાત્રામાં પોતાને ઓતપ્રોત કરી દે એમ શ્રી નાનચંદભાઈએ દેશવિરતિના બાવ્રતો અંગીકાર કરીને પોતાનું જીવન અનેક પ્રકારના તપ-જાપ-ત્યાગ અને તીર્થયાત્રા વગેરે શુભ અનુષ્ઠાનોથી વિભૂષિત બનાવી દીધું છે. સર્વવિરતિના અંશભૂત દેશવિરતિ (બાવ્રતો) ને અંગીકાર કરીને સૌ પ્રથમ તેઓએ પોતાની જીવન નૌકાને મોક્ષાભિમુખ વેગવંતુ પ્રયાણ કરતી બનાવી. અતિચાર ન લાગે એવી કાળજી રાખવા સાથે એ બાર વ્રતોનું પાલન સુશોભિત બને તે માટે તેમણે ત્યાગ-તપ વગેરેમાં ઝુકાવવા માંડયું. તેમણે કરેલી વિવિધ પ્રકારની આરાધના અન્ય મુમુક્ષુઓને માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહે છે. “વળી દેહની પણ માયા છોડવાની છે તો પૈસાની માયા પણ કેમ ન છોડવી? સુપાત્રમાં વિનિયોગ એ જ એ પૈસાનો સદુપયોગ.” આ સત્યને સારી પેઠે સમજેલા શ્રીનાનચંદભાઈએ અનેક સ્થાનોમાં સાતક્ષેત્રોમાં પાણીની માફક પૈસો વાપરવા માટે લક્ષ્મીની માયાને ક્ષીણ કરવા માંડ્યા. સાવરકુંડલાથી પૂજય ગુરુદેવોની નિશ્રામાં છ'રી પાળતા સંઘ સાથે જુનાગઢની યાત્રા વગેરે તથા અન્ય શુભ ક્ષેત્રોમાં કેટલાય હજારો રૂપિયાનો સવ્યય કર્યો, જેમાં ઉપરોકત સંઘયાત્રા ઉપરાંત રૂા. ૪૧૦૦ની કિંમતના ત્રિગસિંહાનઝલન ગામે દહેરાસરને ભેટ વગેરે સકતો ગણી શકાય. આ બધુ તેમનામાં ગુપ્તપણે રહેલી અરિહંત ભક્તિને વ્યકત કરનારું છે. તેમના જીવનમાં બધા કરતાં મહત્વનો પ્રસંગ તો એ બન્યો પોતાની વયમાં તેમના જયેષ્ઠપુત્ર શ્રી દલીચંદભાઈ અને પૌત્ર રજનીકાંત (મેટ્રીક પાસ) સંસારવાસથી વિરકત બન્યા અને દીક્ષાની અનુમતિ માંગી. અનેક સુખસગવડો અને પૈસા વગેરે કશાની કમી નહીંધીકતો લાખોની આવકનો ધંધો, આ બધું છોડીને ભગવાનના માર્ગે જવા તૈયાર થયેલા આ પિતા-પુત્રના યુગલની ઇચ્છાને શ્રી નાનચંદભાઈએ હરખભેર વધાવી લીધી. આવી જૈફ વયે સેવાકારી વિનયી પુત્રપૌત્રના વિયોગનો પ્રસંગ આવે તો માણસને પોતાનો વિચાર પહેલો આવે, કે હવે પછી મોટી વૃદ્ધ વયે મારી સેવા કોણ કરશો? પરંતુ સ્વયં ચારિત્ર માટે ઝુરનારા શ્રી નાનચંદભાઈને આ વિચાર અડે એમ નહોતો. ગુજરાત-અમદાવાદમાં બિરાજમાન પરમતપસ્વી અને વૈરાગ્ય અમૃતવરસતી મધુર દેશનાથી શ્રોતા વર્ગને વિરાગાભિમુખ કરનાર પૂજય પંન્યાસશ્રી ભાનુવિજયજી મ.સા.ને તેઓશ્રીએ દીક્ષા માટે વિનંતી કરી. ઘર આંગણે મુંબઈ-મલાડમાં તેડાવ્યા. હજારોના ખર્ચ ધામધૂમપૂર્વક જિનભક્તિના મહોત્સવો શરૂ કરાવ્યા અને ઘર આંગણે નાંખેલા વિશાળ મંડપમાં હજારો જૈન-જૈનેતરોની હાજરી વચ્ચે પરમ પૂજય વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે વહાલસોયા પુત્ર-પૌત્રને દીક્ષા અપાવી, શ્રીમદ્ ભાનુવિજય પંન્યાસજીના ચરણ કમલમાં આજીવન સમર્પિત કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy