________________
૧૦૫૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
જયારે મુશ્કેલી લાગતી હોય ત્યારે સિદ્ધચક્રપૂજન કરવાની ભાવના થાય અને તેનો ચાર વખત ચાતુર્માસની આરાધના, પૂજા - પ્રતિક્રમણ, સામાયિક, જિનવાણી શ્રવણ જેવી શ્રાવકોચિત આવશ્યક ક્રિયાઓ કરીને જીવનમાં ઉપશમ ભાવ-સમતા અને સંતોષ જેવા ગુણોનો વિકાસ કર્યો છે.
એમના જીવનની કેટલીક નોંધપાત્ર વિગતો જોઈએ. અનર્થદંડના નિમિત્તરૂપ કોઈ પણ પ્રકારના વર્તમાનપત્રનું ૧૬ વર્ષથી વાંચન કર્યું નથી, માર્ગનુસારીના નિયમ પ્રમાણે સંતોષવૃત્તિ ધારણ કરીને ૧પ વર્ષથી વેપારનો સર્વથા ત્યાગ, ૧૨વ્રત અંગિકાર કરીને દેશવિરતી શ્રાવક, નવપદ આરાધક સમાજ મુંબઈની સંસ્થા દ્વારા આયંબિલ ઓળીની આરાધનામાં સંચાલનની સંપૂર્ણ જવાબદારી વગેરે પ્રવૃત્તિઓથી એમનું જીવન ધન્ય બન્યું છે. નગીનભાઈના વ્યકિતત્વને યશ અપાવે તેવી પ્રવૃત્તિ તો સાધુ-સાધ્વી મહારાજને અણાહારી દવાઓની સુવિધા અને એમની વૈયાવચ્ચ, આવી અપૂર્વ ગુરુભક્તિ દ્વારા તેઓશ્રી ગુરુભગવંતના આશીર્વાદથી નિશ્ચિંત બનીને આરાધનામય જીવન જીવે છે.
(સંકલન : ડો. વિનભાઈ શાહ)
શ્રી નવીનચંદ્ર ફૂલચંદ શાહ :
પ્રભાવશાળી વ્યકિતત્વ, ઊંચા કદાવર અને બુલંદ અવાજથી માનવ સમુહમાં પોતાના વ્યકિતત્વથી વિજય પ્રાપ્ત કરનાર શ્રી નવીનચંદ્ર શાહનું મૂળવતન મહેસાણા જિલ્લાનું બીલોદરા ગામ છે. નવીનભાઈ એટલે જૈન વીશા ઓશવાળ જ્ઞાતિનું નરરત્ન. થોડો ઘણો વ્યાવહારિક અભ્યાસ કરીને મુંબઈમાં ઝવેરાતના ધંધામાંથી નિવૃત્ત થઈને ધર્મમય જીવન જીવવાનું અનુપમ ઉદાહરણ પ્રાપ્ત થાય છે.
પાંચ વર્ષથી શ્રાવકના બારવ્રત અંગિકાર કરીને તેનું પાલન કરે છે. એટલે કે દેશવિરતિ શ્રાવક તરીકે આરાધક ભાવથી ધર્મપરાયણ જીવન જીવે છે. છેલ્લાં પાંચ વર્ષથી સાધર્મિક બંધુઓ અને બહેનોને પાલીતાણામાં જોડવા માટે તેઓ સદાતત્પર રહે છે. તપસ્વીઓની ભક્તિ કરવામાં પણ તેઓ અગ્રણી છે. ઉપધાન, માસક્ષમણ, સિદ્ધિતપ, શત્રુંજય તપ જેવા મોટા તપનાં તપસ્વીઓની ભક્તિમાં અત્યંત તલ્લીન રહે છે. ચોપાટી જૈન સંઘના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપીને એમની બુદ્ધિ અને શક્તિનો સદુપયોગ કર્યો છે.
તેઓશ્રીના વ્યકિતત્વમાં સુવર્ણકળશ સમાન બીલોદરાથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ છે. આજે કહેવાતા બસ દ્વારા યાત્રા-પ્રવાસને સંઘ નામથી ઓળખાવાનાં આવે છે. અને માળ પહેરાવવામાં આવે છે જ્યારે છ'રી પાલિત સંઘ એ સાચા અર્થ શાસ્ત્રોકત રીતે તીર્થયાત્રાનો અનેરો લ્હાવો લેવાનું પુણ્યાનુંબંધી પુણ્યનું કાર્ય કરીને ધન્ય બનાવ્યું છે.
નવીનભાઈનો અવાજ એવો વિશિષ્ટ છે કે એકાદ વાકય સાંભળતાની સાથે જ એમના જીવનનો પ્રાથમિક પરિચય થઈ જાય, તેમ છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, ગુપ્તદાન, શ્રુતજ્ઞાનની ભક્તિ, શ્રાવકોચિત ક્રિયાઓનું પાલન વગેરેથી એમનું જીવન દૃષ્ટાંતરૂપ બન્યું છે. નવીનભાઈ એટલે ધર્મપરાયણતા, નિર્ભયતા, આરાધના અને સેવાધર્મના રસિક જૈન વીશા ઓશવાળા સમાજના નહિ પણ સમગ્ર જૈન સમાજના પ્રતિભાશાળી સજજન. (સંકલન : ડો. વિનભાઈ શાહ)
પુણ્યાત્મા શ્રી નાનચંદભાઈ (દેપલવાળા)
ત્રિભુવનપતિ વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્માનો સસંગ એટલે મોક્ષ માર્ગની આરાધના કરનાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org