________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૪૯
ભરયુવાન વયે સંપૂર્ણ સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગ તરફ પ્રયાણ.
કાંટાની જિંદગી ગમે તેટલી લાંબી હોવા છતાં વખણાતી નથી...પુષ્યની જિંદગી ગમે તેટલી ટુંકી હોય છતાં વખાણાયા વગર રહેતી નથી.
૩૮ વરસની બહુ લાંબી ન કહેવાય એવી જિંદગીમાં પણ સ્વ. નરેન્દ્રકુમારે કરેલ આરાધનાઓનું લિસ્ટ વાંચતા સહેજ મોઢામાંથી શબ્દો સરી પડે છે. ધન્ય જીવન! ધન્ય મરણ! પ્રાર્થીએ પરમાત્માને કે આપણા જીવનનેય આવી જ આરાધનાઓથી મધમધતું બનાવવામાં એ તારક કૃપાવર્ષાનો ધોધ વહેવડાવે. સ્વ. નગીનદાસ ગિરધરલાલ શાહ (દાહોદ) : - સ્વ. ગિરધરલાલ હેમચંદ શાહ પરિવારના જયેષ્ઠ પુત્રશ્રી નગીનભાઈ શાહ વિશા નીમા જૈન જ્ઞાતિના નામાંકિત વેપારી અને સેવાભાવી કાર્યકર્તા. જન્મ તા. ૨૭-૭-૧૯૧૩. મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને પિતાશ્રીના કાપડ અને ધિરધારના વ્યવસાયમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની સંસ્થા દાહોદ મ્યુનિસિપલમાં સભ્ય બનીને પ્રમુખપદે બિરાજમાન થયા હતા.
તેઓશ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-દાહોદના પ્રમુખ બનીને જિનશાસનની ઉન્નતિના કાર્યમાં સહભાગી બન્યા હતા. એમની સેવાકીય પ્રવૃતિઓનો વિસ્તાર વૈવિધ્યપૂર્ણ હતો. નવજીવન ફલોર અને પલ્સ મીલના ડાયરેકટર, દાહોદ અર્બન કો.ઓ.બેન્કના ડાયરેકટર અને મેનેજિંગ ડીરેકટર, દાહોદ કાપડ મહાજન એસોસીએશનના પ્રમુખ જેવી સંસ્થાઓના વિકાસમાં તન-મન-ધનથી સેવા કરીને સેવાકીય જીવન અને આદર્શ ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ગુજરાત સરકારે એમની પ્રવૃત્તિઓ અને સેવાથી પ્રભાવિત થઈને દાહોદના ઓનરરી મેજીસ્ટ્રેટનું ગૌરવવંતુ બિરૂદ આપીને બહુમાન કર્યું હતું.
જૈનકુળમાં જન્મેલા એટલે સ્વાભાવિક રીતે જ પિતાશ્રીની ધર્મપ્રિયતા અને સંસ્કારવારસાની વૃદ્ધિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એમની શિક્ષણ અને સંસ્કારપ્રિયતાના ઉદાહરણ વિચારીએ તો તેઓશ્રીએ દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટીમાં સભ્ય અને ખજાનચીપદે સેવા આપી હતી. - તેઓશ્રીએ આઝાદીની ચળવળ દરમ્યાન ઈ.સ.૧૯૩૨માં પૂનાની યરવડા જેલમાં છ માસ વિતાવ્યા હતા. સરકારશ્રીએ સ્વતંત્ર્ય સેનાનીના બિરૂદથી બહુમાન કર્યું હતું. (સંકલન : ડો. કવિનભાઈ શાહ) શ્રી નગીનદાસ ચુનીલાલ સંઘવી :
શ્રી નગીનભાઈનું માદરે વતન સૌરાષ્ટ્રના ગારીયાધાર નજીક પાંચટોબરા ગામ છે. મેટ્રીક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરીને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયા. એમના જીવનની લાક્ષણિકતા એ છે કે ધંધામાથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને ધર્મપરાયણ જીવન જીવી રહ્યા છે. તેઓશ્રી સિદ્ધચક્ર મહામંત્રના અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપાસના કરનારા વિરલ વ્યકિત છે. છેલ્લા વીસ વર્ષથી નિયમિત રીતે જિન ચૈત્યમાં પ્રતિદિન સિદ્ધચક્રપૂજન ભણાવીને નવપદની ઉત્તમોત્તમ આરાધના કરે છે. આવી આરાધના કરનારા જિનશાસનમાં વિધિકારો મળી આવે પણ શ્રાવક તરીકે નિયમિત સિદ્ધચક્ર પૂજન કરીને
મહામંગલકારી નવપદની આરાધના કરનારા ભાગ્યે જ મળી આવે. તે દૃષ્ટિએ નગીનભાઈની આરાધના A અનુમોદનાને પાત્ર છે. ભૌતિકરાગની ઘેલછામાં દર્શન - પુજામાં ૧૫થી ૨૦ મિનિટનો સમય કાઢવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org