SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1097
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૮ ] [ જેને પ્રતિભાદર્શન શ્રી દેવજીભાઈ ચાંપશીભાઈ શાહ : - વિશ્વ એ યાત્રિકો માટેની વિશાળ ધર્મશાળા છે, કર્મના સિદ્ધાંત મુજબ યાત્રિકો આવે છે. ઘડીક થોભે છે અને સમય થતાં સૌને પંથે પડે છે. પરંતુ એવા પુણ્ય આત્માઓ સેવા, સ્નેહ અને માનવતાની સુવાસ અહીં મુકતા જાય છે તે બીજા માટે આલંબનરૂપ બને છે. તેવી જ વિરલ વ્યક્તિ શેઠશ્રી દેવજીભાઈ ચાંપશીભાઈ શાહ (શાહ એજીન્યરીંગ કું.વાળા) ગાંધીધામ ખાતે તા. ૨૫-૫-૯૯ના રોજ (ઉ. વ. ૬૪) સ્વર્ગવાસી થયા. તેઓ પોતાના અદ્ભત રહસ્યની અનુભૂતિ સૌને કરાવી ગયા. તેઓશ્રી શ્રી ગાંધીધામ જૈન સંઘના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ રહ્યા હતા, તેમના હાથે, તેમના જીવનમાં ન વર્ણવી શકાય તેવા સુકૃતો કોઈપણ જાતના નામના મોહ વગર થયા હતા, જે ખૂબજ અનુમોદનીય છે. વાગડ પ્રદેશના ઉપકારી સ્વ. આચાર્ય ભગવંત શ્રી કનકસૂરીશ્વર દાદાનો અગ્નિસંસ્કાર આ મહાપુરુષના હાથે થયો હતો. કચ્છ-વાગડની જૈનની એક પણ સંસ્થા એવી નહીં હોય કે શાહ એજીનીયરીંગ કું.ના નામથી પરિચિત ન હોય, નાની મોટી સંસ્થાના તેઓશ્રીનો ફાળો મુખ્ય હતો. લક્ષ્મી દેવીની અતિ કપા હોવા છતાં આ ભૌતિકવાદમાં તેમણે સેવામય, સાધનામય અને નિરાભીમાની જીવન ગાળ્યું. જીવન જીવ્યા અને મૃત્યુ પણ જીતી ગયા, અને અમરત્વને પામી ગયા. તેમના સ્વર્ગવાસના ભલભલા માનવીને તેમજ સાધુ-સાધ્વી વર્ગને ખબજ મોટો આંચકો લાગ્યો હતો. કોઈ પણ સમાજનું ગમે તે પ્રકારનું કાર્ય હોય તેનો શુભ પ્રારંભશ્રી દેવજીભાઈ શેઠના હાથે થાય તેવી અહીં પ્રણાલિકા છે. પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચના કાર્યમાં પણ પોતે મોટું યોગદાન આપ્યું છે. સ્વ. શ્રી નરેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા : તેમનો જન્મ વિ.સં. ૨૦૦૭માં થયો હતો. સં.૨૦૨૩માં વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી (એ વખતે પૂ.પં.શ્રી ભાનુવિજયજી) મહારાજની પુનિત નિશ્રામાં મલાડ (મુંબઈ) મુકામે યોજાયેલ ગ્રીષ્મકાલીન આધ્યાત્મિક શિબિરમાં જીવન પરિવર્તનની શરૂઆત. આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર...સં. ૨૦૧૮માં ૧૦ ઉપવાસની તપશ્ચર્યા, સં.૨૦૨૯માં ઉપધાન, સં. ૨૦૩૦ માં કલકત્તાથી સિદ્ધિગિરિના ૨૦૧ દિવસના છ'રી પાલિત યાત્રા સંઘમાં જોડાયેલ. ૨૦૨૯, ૨૦૩૦, ૨૦૩૪,૨૦૪૪ આ ગાળામાં પર્યુષણમાં કુલ ૯ અટ્ટાઇ, ૧૬ ઉપવાસ, ચોસઠ પહોરી પોષધ સહિત ૧૧ ઉપવાસ, ૩૦ અટ્ટમ, ૨ છ%, અન્ય આરાધનાઓ ૧ વર્ષીતપ સિદ્ધિગિરિ ૯૯ યાત્રા, ચોવિહાર છઠ્ઠ સાથે ૬ યાત્રા, ૧થી ૯ ભગવાનના એકસણા, ૨૩ ઉપવાસ, ૪૦ આયંબિલ દ્વારા ભવ આલોચના પૂર્ણ, “નમો અરિહંતાણ' પદનો ૧ લાખ નો જાપ સંપૂર્ણ, બે વખત નવ લાખ નવકારનો જાપ, શ્રી સીમંધર સ્વામીનો ૧ લાખનો જાપ સંપૂર્ણ, વર્ધમાન તપની ૭૫ ઓળી, ત્રણેય ઉપધાન પૂર્ણ. સં.૨૦૨૮ થી ૨૦૪૩ દરમ્યાન કુલ ૭૦૨૬ સામાયિક (પૌષધ – ઉપધાન સિવાય) સં. ૨૦૪૩ ધર્મચક્ર તપ ચાલુ તપમાં પૂ.આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.ના. શિષ્ય બંધુ મુનિરાજ પૂ.શ્રી યુગસુંદરવિજયજી મ.સા. પાસે વંદનાર્થે અમદાવાદમાં... ત્યાર બાદ છઠ્ઠ કરી કુંભોજગિરિ યાત્રાર્થે.... કોલ્હાપુરમાં બિરાજમાન પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.મા દર્શનવંદન કરી સ્વગૃહે પરત. સં. ૨૦૪૪માં ધર્મચક્રવાલની ચાલુ તપશ્ચર્યામાં કારતક વદ ૧૨ના રોજ શ્રી સીમંધરસ્વામી ભગવંતના સમવસરણને કેન્દ્રમાં રાખી નવકાર મહામંત્રનું ધ્યાન કરતાં બપોરના ૧-૩૦ મિનિટે ૩૮ વરસની 4 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy