SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1096
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૪૭ કપડવંજ કે વિશા નીમા જ્ઞાતિ નહિ પણ સમસ્ત ગુજરાતમાં તેઓશ્રી ખ્યાતનામ છે. એમના વ્યવહાર જીવનની વિશેષતામાં સંયુક્ત કુટુંબની પ્રથાના અનુરાગી, ગુજરાત યુનિ.ની કાયદાની વિદ્યાશાખાના નિષ્ણાત (expert) સભ્ય તરીકે પણ મહત્વ સેવા કરી છે. તેઓશ્રીએ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પ્રમુખ, ટ્રસ્ટી, સભ્ય જેવા હોદા પર રહીને વકીલાતના વ્યવસાયમાંથી કમાણીનો સમય છોડીને સ્વાભાવિક રીતે સંસ્થાના કાર્યોમાં પ્રવૃત્ત રહીને એમની સેવાકીય પ્રતિભાનો એક વિલક્ષણ પરિચય કરાવ્યો છે. માણેક શેઠાણી ચેરીટેબલ ટ્રસ્ટની વાડીનું નવનિર્માણ, કાયમી ભોજનાલય, સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણીની સુવિધા વગેરે સતત પુરુષાર્થ કરીને નમૂનારૂપે કાર્ય કર્યું છે. નગરજનોને યાત્રિક ભવનની ભેટ, શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના કપડવંજ વિભાગના પ્રતિનિધિ, મહાવીર જૈન વિદ્યાલય–અમદાવાદની સ્થાનિક કમિટીના મેમ્બર, જૈનરત્ન એવોર્ડ વિજેતા, કપડવંજની વિવિધ સેવાકીય સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા, ગુજરાત સ્ટીલ યૂબ, નીકા ટયૂબ, જામસિંહજી રણજિતસિંહજી લિ. વગેરે કંપનીના ડીરેકટર વગેરે ક્ષેત્રોમાં પ્રશંસાપાત્ર સેવા કરીને માત્ર વકીલ તરીકે નહિ પણ સમાજસેવક તરીકેના ગુણોથી અલંકૃત એમના વ્યક્તિત્વથી સૌ કોઈ આજે પણ એમને અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. (સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ : 1 સુરતના જાણીતા દાનપ્રેમી સદગૃહસ્થ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફનું સુરતમાં તા. ૯-૫-૬૪ના રોજ અશક્તાશ્રમ હોસ્પિટલમાં ૭૭ વર્ષની વયે અવસાન થયું અને આપણને એક સેવાભાવી શ્રીમંતની ખોટ પડી. સેવાભાવી મહાનુભાવોના અવસાન, સો વર્ષે પણ પડેલ દુષ્કાળની જેમ વસમા લાગ્યા વિના રહેતા નથી. સારા કામના સહભાગી થવું અને પોતાની સંપત્તિમાંથી એમાં ફૂલ-પાંદડી અર્પણ કરીને કૃતાર્થ બનવું, એ શ્રી દલીચંદભાઈનો સહજ સ્વભાવ હતો. અને એમની આ ઉદારતાને લીધે અનેક સંસ્થાઓ પગભર બની શકી હતી અને કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી. શ્રી દલીચંદભાઈને ધર્મપ્રેમ અને દાનપ્રેમ જાણે ગળથૂથીમાં જ મળ્યો હતો. સાથે સાથે જાહેર સેવાઓનો પણ એમને એટલો જ રસ હતો. સુરતના લેડી વિલિંગ્ડન અશક્તા જૈન વિદ્યાર્થી આશ્રમ, જૈન વનિતા વિશ્રામ, સુરતના જિનમંદિરોના ટ્રસ્ટો, મોહનલાલજી જ્ઞાન ભંડાર, કતારગામનું જિનમંદિર, મહાજન હિન્દુ અનાથ બાલાશ્રમ, ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક વગેરે સુરતની અનેક સંસ્થાઓ તેમજ આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ધર્મચંદ ઉદયચંદ જિર્ણોદ્ધાર ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. મારવાડમાં મળેલ પોરવાલ મહાસંમેલનના તેઓ પ્રમુખ હતા. પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે એમણે પચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. ઉપરાંત પોતાના નામનું એક ધર્માદા ટ્રસ્ટ એમણે રચ્યું હતું. અને એમના ધર્મપત્નીના નામની ધર્મશાળાને વધારવા માટે ૪૨ હજારનું દાન આપ્યું હતું. સુરતના જૈન વિદ્યાર્થી આશ્રમનો વિકાસ પણ એમની મોટી સખાવતથી થયો હતો. આ ઉપરાંત એમણે નાની મોટી અનેક સખાવતો અને ખાનગી મદદો આપીને પોતાના જીવન અને ધનને સાર્થક બનાવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy