________________
૧૦૪૬ ].
[ જૈન પ્રતિભાદર્શન
અનુકંપાદાનના કાર્યોમાં તેમના પરિવાર દ્વારા સમયે–સમયે લક્ષ્મીનો સદુપયોગ થતો રહે છે, જે અભિનંદનીય અને અનુમોદનીય છે. શ્રી સિદ્ધચક્ર મંડળ-થાણા દ્વારા આયોજિત શ્રી સમેતશિખરજી– પાવાપુરી સહ કુલુમનાલીના યાત્રા સંઘમાં સંઘપતિ પણ બનવાનો લાભ પણ પોતાના પરિવારને મળેલ છે.
શાકાહાર પ્રચાર તેમજ વ્યસનમુક્તિ અભિયાનમાં તેમને વિશેષ રુચિ છે.
તેમના પિતાશ્રી દ્વારા અપાયેલ સુસંસ્કારથી તેમણે પોતાનું જીવન સુવાસિત બનાવ્યું છે. સને ૧૯૭૯ થી તેઓશ્રી ખાદીના વસ્ત્રો પહેરે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારોના તેઓશ્રી માલિક, સરળ સ્વભાવી શ્રી જે. કે. સંઘવી ઉચ્ચ આદર્શોના રાજમાર્ગ પર આગળ વધતા વધતા આત્મોન્નતિ કરે એવી શુભભાવના.
| શ્રી ઝવેરચંદ મોતીચંદ ઝવેરી :
નાની ઉંમરથી જ ધર્મ ઉપર ખૂબ રાગ હતો. માતા પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતા. સામાયિક, પૂજા–સેવા–ધર્મગુરુનો પરિચય ખૂબ જ ગમતો. સ્કૂલમાં વેકેશન પડે તો ૨૪ ભગવાનની સામાયિક કરતાં, મેટ્રીક પાસ કરી અનાજની રેશનીંગની દુકાનમાં કલાર્ક તરીકે ૧૬ વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી ને ૧૧ વર્ષ પછી ૧૯૫૫માં રેલ્વેમાં કામ પર લાગી જુદાં જુદાં હોદ્દા પર રહી ૫૮ વર્ષે ૧૯૮૫માં નિવૃત્ત થઈ હાલ ૧૩ વર્ષથી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે.
વીસમે વર્ષે કંદમૂળના પચ્ચખાણ લીધા. રેલ્વેની પરીક્ષા પાસ કર્યા પછી છેલ્લા ૩૮ વર્ષથી રોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, પૂજા–સેવા, મહારાજસાહેબનું વ્યાખ્યાન, પાલીતાણાની બે વાર યાત્રા, સાધુ-સાધ્વી ભગવંતોનો લાભ વગેરે લે છે. ૯ મહિના વર્ધમાનતપની
ઓળી, છેલ્લા પાંચ વર્ષમાં ૭ મહિના આયંબિલ કરેલા છે. 100મી વર્ધમાનતપની ઓળીનું પારણું સં. ૨૦૪૪ માગસર વદ ૧ના કરેલું. પાંચ દિવસમાં બીજો વર્ધમાનતપની ઓળીનો પાયો નાખ્યો. અત્યાર સુધીમાં ૧૫૦ વર્ધમાન તપની ઓળી, ૧૦૦૮ આયંબિલ કરેલ છે. પૂ. આ. શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ દિવસનો ઓચ્છવ રાખી શાંતિસ્નાત્ર ભણાવ્યું હતું. ખૂબી તો એ છે કે ૧૦૦મી ઓળીના પારણાને ૧૦૦૮ આયંબિલના પારણા સમયે પૂ. આ.શ્રી નેમિસૂરિજી મ. સા.ના સમુદાયના પૂ. આ.શ્રી દેવસૂરિજી, પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી, પૂ. આ.શ્રી ધુરંધરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં થયા છે. શ્રી ડી. સી. ગાંધી :
વિશા--નીમા જૈન જ્ઞાતિના નરરત્નોની ભૂમિ એટલે કપડવંજ. આ નગરીના પ્રતિભાશાળી માનવીઓની યાદીમાં ડી. સી. ગાંધીનાં નામથી સુવિદિત કાર્યકર્તા તરીકે તેઓશ્રીનું નામ સૌ કોઈને જીભે રમતું જોવા મળે છે. એમનું જન્મસ્થળ કપડવંજ આગમોદ્ધારક સાગરાનંદસૂરિના જન્મથી પાવન થયેલી નગરીના એક તેજસ્વી હીરા સમાન ધનવંતભાઈ ગાંધી. માદરે વતનમાં મેટ્રીક સુધી અભ્યાસ કરીને મુંબઈથી વિલ્સન કોલેજ અને પૂનામાં કાયદાનો અભ્યાસ કર્યા પછી મજૂર કાયદાના વકીલ તરીકે જીવન વ્યવહાર શરૂ કર્યો. મજૂર કાયદાની સૂઝ, કર્તવ્યપરાયણતા અને કાયદાકીય આંટીઘૂંટીના તજજ્ઞ તરીકે માત્ર
-----------------
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org