SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1094
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૪૫ દેશોની મુલાકાત લીધી. શાંતિનગર જૈન સોસાયટી ન સંઘના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ઊંઝાના નિકાસકાર વેપારી એસોસીયેશન અને ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ વેપારી મંડળના મહામંત્રી તરીકે પણ કામ ચાલુ છે. શ્રી જે. કે. સંઘવી : ધર્મદેઢ, આચારવંત, કર્મઠ તેમ જ સમાજોન્મુખી વિચારોવાળા શ્રી જે.કે.સંઘવીનું પૂરું નામ શ્રી જુગરાજ કુંદનમલજી સંઘવી છે. રાજસ્થાનના આહારનગરમાં ૧૫ ઓગષ્ટ ૧૯૫૧ના રોજ એમનો જન્મ થયો. વર્તમાનમાં તેઓશ્રી થાણાનગરે વ્યવસાયમાં રત છે. તેમના પૂર્વજો છેલ્લા એકસો વરસથી રાજસ્થાનથી થાણામાં વ્યવસાયહેતુ આવ્યા હતા. વ્યવસાયી પરિવારમાં જન્મ લઈને પણ તેઓશ્રીની અભિરુચિ શરૂઆતથી જ લેખન તથા વાંચન પ્રતિ રહી છે. એકવીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રસંત વર્તમાન આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવ્યા બાદ તેમણે જીવનને સામાજિક કાર્યોમાં લગાવી દીધું છે. અ.ભા. રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના કેન્દ્રીય મહામંત્રી તેમ જ ઉપાધ્યક્ષપદ પર આજે કાર્યરત છે. પરિષદની રજત જયંતિ સમારોહના અવસરે તેમની સામાજિક અને ધાર્મિક સેવા ભાવનાઓને જોતા અનમોદના સ્વરૂપ તેમને “પરિષદ રત્ન'ની ઉપાધિથી અલંકત કરી ગૌરવવંત કરવામાં આવેલ. સને ૧૯૭૭માં તેમણે “શાશ્વત ધર્મ' માસિકના સંપાદક ઘોષિત કરવા આવ્યા અને ત્યારથી આજ સુધી તેઓ શાશ્વત ધર્મને અત્યંત વાચનીય, મનનીય યોગ્ય તેમજ ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયેલા છે. ધાર્મિક પ્રવૃત્તિમાં હંમેશા તેમની ઊંડી રુચિ રહી છે. શ્રી ગુરુ રાજેન્દ્ર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રીગુરુ રાજેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી રાજ રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટના તેઓશ્રી ટ્રસ્ટી પણ છે. શ્રી કોંકણ શત્રુંજય તીર્થના શ્રી ઋષભદેવ સ્વામી જૈન ધર્મ ટેમ્પલ અને જ્ઞાતિ ટ્રસ્ટના મંત્રી સ્વરૂપે (૯૧થી૮૩) તેમજ હાલ ટ્રસ્ટી રૂપે સેવાઓ આપી રહ્યા છે. તેઓશ્રી અત્યંત સુધારાવાદી વિચારો ધરાવતા આદર્શવાદી વ્યકિત છે. શ્રી આહીર જૈન સેવા સંઘ મુંબઈના મંત્રીપદે છેલ્લા ૫ વર્ષથી તેઓશ્રી કાર્યરત છે. થાણામાં ધાર્મિક પાઠશાળા સંચાલન અર્થે તેઓશ્રી ઘણા વર્ષ વિશેષ રસ લઈ સહયોગ પ્રદાન કરેલ. તેઓશ્રી તથા તેમના ધર્મપત્ની વિમલાદેવીએ ૩૦ વર્ષની ઉંમરમાં જ શ્રી સમેતશિખરજી તીર્થે ચોથા બ્રહ્મચર્યવ્રત ધારણ કરી રાખેલ છે. પોતાના જીવનને જૈનધર્મના સિદ્ધાંતો મુજબ અનુસરવા માટે તેમણે હોટલની વસ્તુઓનો ત્યાગ, સિનેમા ત્યાગ, સુવર્ણના આભૂષણોનો યોગ નહીં, દરરોજ પૂજા-દર્શન આદિ અનેકાનેક નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓશ્રી કશળ લેખક હોવા ઉપરાંત પ્રખર વક્તા પણ છે તેમની વ્યસ્ત દિનચર્યામાં વધુ સમય સ્વાધ્યાય તેમજ લેખનમાં જ વિતાવે છે. કંઈક પત્ર-પત્રિકાઓમાં તેમના લેખો પ્રકાશિત થતાં રહે છે. ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તેમજ રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ. સા. પ્રત્યે વિશેષ આસ્થા અને સમર્પણભાવ હોવાથી તેમના મંગળ આશીર્વાદ અને માર્ગદર્શનને જ તેઓશ્રી પોતાના જીવનમાં સફળતાનું કારણ માને છે. છ'રીપાલિત સંઘ આયોજન, ચૈત્ય પરિપાટીઓ, જિનમંદિર પ્રતિષ્ઠા આદિ જિનશાસન પ્રભાવનાના , કાર્યો, પાઠશાળા સંચાલન આદિ દ્વારા ભવિષ્યની પેઢીઓમાં સુસંસ્કારોના બીજારોપણ તેમજ જીવદયા અને તે 14 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy