________________
૧૦૪૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
કરી. ઇ.સ. ૧૯૭૨થી ધંધામાં પ્રતિ વર્ષ સારી કમાણી કરી સાધન સંપન્ન અને સુખી ગૃહસ્થ તરીકે મુંબઈમાં રહેવા લાગ્યા
જૈનકુળમાં જન્મેલા અને કુટુંબના સંસ્કારોના પરિણામે મુનિ ભગવંતની નિશ્રામાં પરિગૃહ પરિમાણ વ્રત અંગિકાર કર્યું હતું એટલે પ્રતિવર્ષ સંપત્તિનો ધર્મકાર્યોમાં સર્વ્યય કર્યો હતો. છેવટે દેશ વિરતી ધર્મ અંગિકાર કરીને સુશ્રાવક નામ ચરિતાર્થ કર્યુ હતું. ઉપધાન તપ, વર્ષીતપ, શાશ્વતી ઓળીની આરાધનાથી ધર્મના રંગે રંગાયા હતા. વળી વેપારધંધામાં સતત પરોવાયેલા હોવા છતાં પાઠશાળામાં અભ્યાસ કરીને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, તત્વાર્થ, પંચસૂત્ર, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય જેવા તાત્ત્વિક ગ્રંથોનો અભ્યાસ કરીને ધર્મમાં શ્રદ્ધા વધી છે. પ્રવાસમાં પણ આવશ્યક ક્રિયાઓ અને જ્ઞાનની પ્રવૃત્તિ આદરી હતી.
વેપારધંધાની જવાબદારી અને શ્રુતજ્ઞાનોપાસના, સામાજિક જવાબદારીની સાથે સેવાકીય સંસ્થાઓમાં તન-મન અને ધનથી સંપત્તિનો સુકૃતમાં સદ્યય કર્યો હતો. વીશાનીમા જૈન ધર્મશાળા, પાલીતાણા, કેશવલાલ વાડીલાલ ગાંધી વિદ્યોત્તેજક સોસાયટી, વીશાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, શ્રી પરોલી જૈન તીર્થ જેવી સંસ્થાઓમાં એમની સેવા આજે પણ યાદગાર બની હોવાથી ધર્મકાર્યો ઉપરાંત જનસેવાના કાર્યોમાં પણ વધુ પ્રવૃતિશીલ બન્યા હતા. શ્રી ભીખુબહેન ચંદુલાલ જલુંઘવાળા હૉસ્પિટલ શાંતાક્રુઝના ડોનર અને ટ્રસ્ટી બનીને દરદીઓની ખુશખબર પૂછી પ્રત્યક્ષ રીતે સહાય-સેવા માટે સમય વિતાવતા હતા. બોનાફાઇડ કંપનીના અગ્રણી તરીકે એમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આ કંપનીમાં ટ્રસ્ટી કરીને શાળા-કોલેજનો અભ્યાસ અને માંદગીમાં સહાય કરી જનસેવામાં સહૃદયતાથી જોડાયા હતાં. વર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર-દેવલાલીમાં પણ તેઓ ટ્રસ્ટી થયા અને તેના વિકાસમાં ધનનો સદુપયોગ કર્યો હતો. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ માટે તેઓ વિશેષ લાગણીથી સર્વ રીતે કાર્યરત થયા હતા.
એમની જિર્ણોદ્ધારની પ્રવૃત્તિ, સાધર્મિક ભક્તિ, સાધુ સાધ્વી વૈયાવચ્ચે. તીર્થયાત્રા, આવશ્યક ક્રિયાઓ જેવા જૈનકુળના આચાર પાલનની દૃઢતા ને સંકલ્પશક્તિ જેવા ગુણોથી એમની પ્રતિભા આજે પણ સ્મરણપટ પર અંકિત થયેલી છે. ગર્ભશ્રીમંત હોય અને છતાં સદ્ભય કરે તેવા સમજી શકાય પણ સ્વપરાક્રમથી જીવનમાં ધનોપાર્જન કરીને નિરાભિમાની બની સદ્ભય કરી માનવતાપૂર્ણ જીવન જીવી ગયા. ને સમુધ્ર સંસ્મરણોની સુવાસ મુકી ગયા છે. [સંકલન : ડો. વિનભાઈ શાહ]
શ્રી જયંતિલાલ મફતલાલ શાહ :
વતન : ઊંઝા, જન્મ વિ.સં. ૧૯૯૦ કારતક સુદ -૨, અભ્યાસ એમ.એ.(રાજયશાસ્ત્ર) કુટુંબની આર્થિક સ્થતિના કપરા સંજોગોમાં-લોન, સ્કોલરશીપ લઈ અમદાવાદનાં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો.
એમ.એ. થઈને ૧૯૫૬માં લોકભારતી - સણોસરાની રાષ્ટ્રીય સંસ્થામાં અધ્યાપક તરીકે ૧૨ વર્ષ રહ્યા. ૧૯૫૯-૬૦માં અમેરીકા જઈ ખેતી સંશોધન-વિસ્તરણનો એક વર્ષ અભ્યાસ કર્યો. લોકભારતીમાં ઉપનિયામક તરીકે કામગીરી બજાવી. ૧૯૬૮માં ઉત્તર ગુજરાતમાં લોકભારતી જેવી સંસ્થા શરૂ કરી. સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ-જયાં છ વર્ષ નિયામક આચાર્ય તરીકે કામ કર્યું. ૧૯૭૪થી વેપારક્ષેત્રે કામ કરી રહ્યા છે. ૧૯૭૯-૮૦માં ઈસબગુલના માર્કેટીંગ માટે અમેરીકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org