SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1092
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૪૩ A વહાવી છે. કયારેય પણ પીછેહઠ નહીં કરતાં પોતાની સંપત્તિને સુકૃત ક્ષેત્રમાં વ્યય કરવાની વિરલ કોટીની ઉદારતા દાખવી છે. ભભકદાર જિનભક્તિ, સુપાત્ર-ભક્તિ, સાધર્મિક અનેક તીર્થોની યાત્રા વર્ષોથી રાત્રિભોજનનો ત્યાગ, જિનવાણી શ્રવણને ભાવ પ્રાણી માટે ઓકસીજન માની અતિ ઉલ્લાસસહ સમયસર હાજરી આપી અનેક મહાપુરુષોના ઉપકારોને નજર સમક્ષ રાખી પૂજયોના નામની જયનાદ બોલાવી સહવર્તી શ્રોતાગણના ઉત્સાહમાં અહર્નિશ અભિવૃદ્ધિ કરવાની તેમની અદ્ભુત શક્તિ ખૂબ આદરણીય છે. બહુ સંખ્ય ઉપધાનતપના તેમ જ સિદ્ધિતપના તપસ્વીઓ અને છરી પાલિત તીર્થયાત્રાના યાત્રિકોનું સુવર્ણના અલંકારોથી તથા વિવિધ વાનગીઓની પીરસણીથી સાધર્મિક ભક્તિના કર્તવ્યને ચાર ચાર ચાંદ લગાવ્યા છે. સૌથી આનંદની વાત તો એ છે કે શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં સાકાર લઈ રહેલા મુખ્ય ગેઈટમાં લાખોની લક્ષ્મીનું સમર્પણ કરીને પોતાના ભાવિને ઉજજવળ બનાવ્યું છે તથા શ્રીસંઘમાં જીવદયા, સાધારણ, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ ખાતું વગેરે તમામ ક્ષેત્રમાં ખૂબ ખૂબ ખંતથી પુષ્ટિ આપી છે. મનોરથની માળારૂપ ૬૮ તીર્થના નિર્માણમાં પણ તેઓએ યાદગાર પીઠબળ આપ્યું છે. અતિ આનંદની વાત તો એ છે કે તેમના ધર્મપત્ની તેમના ઉત્તર સાધકની જેમ તમાત સુકૃતોમાં સંપૂર્ણ સહકાર આપી પડછાયાની જેમ પોતાના છાયાબેન નામને સાર્થક કરે છે. લાખોના સુકૃતોમાં તેમનો મલકાટ ખૂબ જ દર્શનીય બને છે. “યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે તેમના સુપુત્ર રાજુભાઈ, દીપેશભાઈ તથા પુત્રવધૂ વૈશાલીબેન, રિદ્ધિકાબેન સુપુત્રી વૃષાલી, વૈશાલી વિગરે પણ તેમના પુણ્યોદય પ્રેરક અને પુરક છે. તેમના બંધુ અનિતભાઈ, પ્રદીપભાઈ અને શૈલેષભાઈનો સર્વ કાર્યોમાં સિંહ ફાળો છે. સં.૨૦૨૦ અમલનેરના દીક્ષા પ્રસંગે અને સં.૨૦૪૦ માં સિદ્ધિક્ષેત્રમાં આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.ના વારંવાર પોતાના તમામ સુકૃતોમાં આધાર સ્થંભરૂપ પોતાની લઘુ બંધુ ત્રિપુટીનો સર્વ કામમાં સિંહ ફાળો છે ને તેમની યશોગાથા મુરબ્બીશ્રી જગદીશભાઈ કરતાં હોય છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં પ્રગતિશીલ બની ચારગતિ રૂપ સંસારનું પૂર્ણ વિરામ પામો એ જ મંગળ મનીષા અત્યંત આનંદની વાત એ છે કે તેમના પરમ ઉપકારી સન્માર્ગ દાતા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની ભવનિસ્તારીણી નિશ્રામાં સં. ૨૦૪૦ની સાલમાં ચાતુર્માસ કરવાનો તેમને અમૂક લાભ મળ્યો હતો અને એ વખતે દરેક સુકૃતિમાં શતશત ગણુ ફળ આપનાર સિદ્ધિગિરિરાજમાં તેમને સુંદર જિનભક્તિ સુપાત્ર ભક્તિ તથા સાધર્મિક ભક્તિના અમૂલ્ય લ્હાવા મળ્યા હતા. આવા જ યાદગાર સુકૃત લાભની કમાણી કરવા સં. ૨૦૩૩માં અમલનેર ૨૬ દીક્ષા પ્રસંગે પણ તેમને લ્હાવા મળ્યા હતા. ધન્ય છે એ પરિવારને. સ્વ. જસવંતલાલ એમ. શાહ : વિશા નીમા જૈન જ્ઞાતિના લોકો પંચમહાલ અને ખેડા જિલ્લામાં વિશેષ જોવા મળે છે. આ જ્ઞાતિમાં પણ જિનશાસનપ્રેમી કેટલાંક નરરત્નો છે તેમાં પંચમહાલ જિલ્લામા ગોધરા ગામના સ્વપરાક્રમથી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જન કરનાર મણિલાલ મંગળદાસ શાહના પનોતા પુત્ર જસવંતલાલ. પ્રાથમિક વાણિયાના દીકરા તરીકે ધંધો કરવાની તીવ્ર ઇચ્છા હતી, એટલે એક સ્નેહીના સહયોગથી તેલના કમીશન એજન્ટનો ધંધો શરૂ કર્યો અને તેમાં ક્રમશ: નસીબે યારી આપતાં અભૂતપૂર્વ પ્રગતિ સાધીને સંપત્તિ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy