SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1091
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ર ) [ જૈન પ્રતિભાદર્શન કરવામાં બહુ જ ખંત ધરાવે છે. મુંબઈમાં શ્રીવિલેપાર્લે જૈન યુવક મંડળના મંત્રી તરીકે સારી સેવા આપેલ છે. શ્રી વિલે પાર્લે ગુજરાતી મંડળની પ્રારંભિક શાખાના મંત્રી તરીકે નિઃસ્વાર્થ સેવા આપેલ છે. હાલમાં શ્રી ગોરેગાંવ ઘોઘારી જૈન મિત્ર મંડળના છેલ્લા દસ વર્ષથી માનદ્મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને છેલ્લા તેના ટ્રસ્ટી તરીકે છે. - શ્રી પાલીતાણા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)ના સક્રિય કાર્યકર છે. “ઘોઘારી જૈન દર્શન' પત્રમાં અવાર-નવાર સામાજિક રૂઢિ ઉપર લખાણ આપતા રહ્યાં છે. શ્રી જયંતિલાલ ખીમચંદ શાહ : | દશા ઓશવાળ જ્ઞાતિના નવ રત્નોમાનું એક તેજસ્વી રત્ન શ્રી જયંતિલાલ ખીમચંદ શાહનું મૂળવતન વાંકળ-મોટામીયા-માંગરોળ (સુરત). વાણિજયના સ્નાતક બનીને વેપાર ધંધામાં ઝળહળતો વિજય મેળવવાની સાથે ધાર્મિક, શૌક્ષણિક અને પરોપકારની સંસ્થામાં એમના જીવનનો કિંમતી સમય વ્યતીત થયો છે. શ્રી જૈન દશા ઓશવાળ મંડળ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર-ઉદવાડા, ઓશિયાજી નગર, નંદિગ્રામ (ભીલાડ) જૈન દેરાસરના ટ્રસ્ટી, લાલાચંદ તારાચંદ પરિવાર સમાજ ભવન, સુરતના ટ્રસ્ટી વગેરે સંસ્થાઓના વિકાસમાં પોતાનું માર્ગદર્શન આપીને સંસ્થા અને સમાજના ઉત્કર્ષમાં સહૃદયી સહયોગ આપ્યો છે. તેઓશ્રીને બાંઘકામનો વિશેષ શોખ છે એટલે સિવિલ કે આર્કીટેકટ ઇજનેરની સરખામણીમાં પણ તેઓ વધુ કુશાગ્ર બુદ્ધિથી જિનમંદિર-ઉપાશ્રય આદિના બાંધકામમાં સાચા સલાહકાર બન્યા છે. એમની ધર્મ પ્રવૃત્તિના નમુનારૂપ પાલીતાણાથી અજારાનો છ“રીપાલિત સંઘ છે. સાધુ-સાધ્વી વૈયાવચે અંગે પણ તેઓ સમય કાઢીને એમની આરાધના અને અન્ય કાર્યોમાં સદા સહકારની ભાવના ભક્તિથી કાર્યરત છે. સમાજ લોકોને સ્વાવલંબી બનાવવા માટે વ્યવસાય અંગેની લોન આપીને પ્રોત્સાહિત કરે છે. વર્ષીતપની આરાધના સાથે ચાતુર્માસ (પાલીતાણા)ની આરાધનાનો લાભ લઈને શ્રાવક તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આશા નાઇટોફ્રેમ ઇન્ડસ્ટ્રીના સંચાલનની સાથે વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ, ટ્રસ્ટી અને કાર્યવાહક સમિતિના સભ્યપદે બિરાજમાન થઈને સમાજ અને શાસનની સેવામાં વ્યસ્ત છે. શ્રી જયંતિભાઈ એટલે ધર્મ અને સમાજના વિકાસના સૂત્રધાર. સમય-શક્તિ અને સંપત્તિના સદ્વ્યય દ્વારા માનવતાને ધર્મ માટે કામ કરી જવાની ઉદાત્ત ભાવનાવાળા જિનશાસનના સેવક. [સંકલન : ડો. કવિનભાઈ શાહ માલેગામના શ્રી જગદીશભાઈ શાંતિલાલ : જેમના નામ કામથી સહુ કોઈ પ્રભાવિત અને પરિચિત છે એવા સંઘભૂષણ' ભાઈશ્રી જગદીશભાઈ ધાર્મિક ક્ષેત્રમાં તેઓની પ્રગતિમાં અમારું મન અને મસ્તક ઝુકી જાય તેવી છે. અનેક મહાત્માઓના સુપરિચયમાં આવીને તેમણે આજ સુધી પોતાના વિશિષ્ટ વ્યકિતત્વથી પૂજયશ્રીના દિલમાં સ્થાન મેળ છે. આ સંસારમાં તમામ વ્યકિતની વિકાસયાત્રા દાન ગુણથી થાય છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે લક્ષ્મી કહે છે કે હું નથી તારી, હું છુટ્ટી મૂકે તો તારી, નહીં તો ચાલી જનારી.” જયારે જયારે કોઈ પણ સંસ્થામાં દાન દેવાનો અવસર આવે ત્યારે સહર્ષ તેમણે દાનની દિવ્ય ગ ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy