SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1090
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૪૧ તથા (૩) અંતિમ ઉદરશૂલમાં એ ગજબની સમાધી જાળવી રહ્યાં. પાટણમાં વધુ પડતો લીધેલો શ્રમ એમને જીવલેણ નિવડ્યો. લગભગ ચોવીસ કલાકના મરણાંત કષ્ટમાં એમણે એક આરાધક શ્રાવકરત્નને છાજે એવી સુંદર સમાધિ સાધી. તેમજ જનતામાં એમની સમાધિ તથા સમાધિમરણનો અભૂત પ્રભાવ પડયો. શ્રી ચંપકભાઈનું અતૂટ પુણ્યબળ અને સાધ્ય માટેની જોરદાર તાલાવેલીઓ તેઓ જીવનને તો જીતી ગયા પણ મૃત્યુને પણ જીતી ગયા. ૪00 જેટલા સાધ્વીજી અને ૪૦ થી વધુ સાધુ મહાત્મા અને અસંખ્ય શ્રાવકો અને શ્રાવિકા સન્મુખ ગજબ સમાધિ અને અંતિમક્ષણ સુધી સજાગ અવસ્થામાં પોતાના જ સ્વમુખે અરિહંત....અરિહંત..કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો. છેલ્લા શ્વાસે પણ પૂ.કીર્તિયશવિજયજીએ કહયું કે ચંપકભાઈ! “અરિહંત. તો તેમણે પણ આંગળીના વેઢા બતાવીને કહ્યું કે હું અરિહંતમાં જ છું.” કોઈ ગજબ વેદના વચ્ચે ગજબ સમાધિ સાધી ગયા. પાછળથી આવેલ જયેશને ગરછાધિપતિશ્રીએ કહ્યું કે ભાઈ અમારે પણ જે દુર્લભ છે અને ચારિત્ર લઈને પણ જે મેળવવાની છે, તે તારા પિતાશ્રીએ સમાધિ મેળવી જ લીધી.” પાટણમાં તેઓ કાળ કરી ગયાં રાત્રે ૯ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં ૧OOO માણસો તેમના દર્શન કરી ગયા. ચંપકભાઈ આ યુગમાં એક અનુમોદનીય જીવન જીવી ગયા. એમના ઉચ્ચ આત્માને પરમ શાંતિ પ્રાપ્ત હો. | સ્વ.શ્રી જગજીવનદાસ ઝવેરી : પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ સંચાલિત ગુરુકુળ મિત્ર મંડળ વાણિજય વિદ્યા મંદિરમાં રહીને મહત્ત્વાકાંક્ષા કે અર્થલોલુપતાના મોહમાં પડ્યા વગર એક જ સ્થાને બેતાલીશ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિષ્ઠાભરી કામગીરી બજાવીને સાંઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થનાર શ્રી જગજીવનદાસ વીરચંદ ઝવેરી એક આદર્શ અને સેવાભાવી શિક્ષક હતા. સને ૧૯૦૬ની સાલમાં એમનો જન્મ પાલીતાણામાં થયો. એમણે I અભ્યાસ મેટ્રીક સુધીનો પાલીતાણા હાઈસ્કુલમાં કરેલો. પછી તો જીવન સંગ્રામ ખેડવાના સંયોગે આવી પડયા. શાણા અને સમજુ જગજીવનભાઈએ પરિસ્થિતિ પારખીને કુદરતના સંકેતને સ્વસ્થપણે શિરે ચડાવ્યો. અને અઢાર વર્ષની ઉગતી યુવાન વયે ગુરુકુળમાં જોડાઈ ગયા. વિદ્યાદાનને એમણે જીવનનો આનંદ બનાવી દીધો. અને હેતાળ પ્રકૃત્તિને લીધે બાળકોને પોતાના બનાવી દીધા. એમની દુનિયા વિદ્યા અને વિદ્યાર્થીઓમય બની ગઈ. કુટુંબનિર્વાહના ખર્ચ પૂરતી કરવાની જરૂર ઉભી થઈ તો કોઈની આગળ ફરિયાદ કે માંગણી કરવાને બદલે રાત્રે શ્રી બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવી વધારાની મહેનત કરવાનું એમણે સહર્ષ સ્વીકારી લીધું. ચાલીશ વર્ષ પાલીતાણામાં શ્રી બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવેલ. કુદરતે તેમને વકતૃત્વ શક્તિની બક્ષિસ આપી હતી. સ્થાનિક કેટલીક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ ધરાવતા હતા. તેમના પગલે પગલે તેમના મોટા દીકરા જયસુખલાલ જગજીવનદાસ ઝવેરી સામાજિક કાર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy