________________
૧૦૪o ]
[ જૈન પ્રતિભાદર્શન
ત્યારે આ સંઘના શણગાર શ્રી ચંપકભાઈ કહે “આપણા ઘરમાં કોલેજના પાપી વાતાવરણમાં જવાની વાત નહિ. પણ તું આ ચોમાસું જામનગર પૂ.આ.શ્રીવિજયભુવનભાનુસૂરિજી મહારાજ પાસે રહી ધાર્મિક અભ્યાસ કરી આવ.
લાખોપતિનો એકનો એક દીકરો, છતાં એ સંસારમાં ન ફસતાં ચારિત્ર માર્ગે ચડી જાય એમાં આ ધર્મ - પિતાની છુપી નેમ હતી. જયેશ કબૂલ થયો અને જામનગરમાં સત્સંગથી એની ધર્મ ભાવના વધી તેથી એમને પરમ આનંદ થયેલ. એટલું જ નહિ, પણ જયેશને એ પછી પણ પૂ. આચાર્ય મહારાજ પાસે ખૂબ સંપર્કમાં રાખતા. પુત્ર-પુત્રીઓને ચારિત્ર માર્ગે ચઢાવવાની એમની તમન્ના કેવી કે મોટી પુત્રી દર્શનાને સત્સંગ આપી ચારિત્ર માટે તૈયાર કરી અને મુંબઈમાં ધામધૂમથી દીક્ષા અપાવી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી દર્શનરત્નાશ્રી બનાવ્યા.
શ્રી ચંપકભાઈ એક મહાન તપસ્વી ધર્માત્મા હતા. એમણે વિ.સં.૨૦૨૪માં પૂ.પં.શ્રી વિનય વિજયજી મ.ની.નિશ્રામાં સજોડે ઉપધાન તપની આરાધના કરેલ. ત્યારથી કાયમ બિયાસણા ચાલુ રાખેલ, એમણે શ્રી નવપદજીની ૩૨ ઓળી અને શ્રી વર્ધમાન આયંબિલ ઓળી ૪૫ કરેલી. સંવત ૨૦૩૨-૩૩ માં બે વર્ષીતપ તથા ૬ વાસ સ્થાનક ઓળીના ઉપવાસ કરેલા. બાકી પર્યુષણમાં અઢાઇ યા ૧-૨-૩ ઉપવાસ સાથે ચોસઠ પહોરી પૌષધ કરતાં. જામનગરથી જુનાગઢ શ્રી કાંકરિયાના યાત્રા સંઘમાં તથા ખંભાતથી શ્રી સિદ્ધિગિરિ મંગળદાસ માનચંદના યાત્રા સંઘમાં એમણે સંઘ સેવા સાથે છરી પાળતા યાત્રા કરેલ. અનેક સ્થળે પૂજયશ્રીની પ્રેરણાથી સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો વ્યય કરેલ. અનેક વખત સુકૃત લાભ લીધેલ.
પૂ. આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. નિશ્રામાં દેલવાડા લુણવસતીના દેરી નં.૩૩માં પ્રભુજીની પ્રતિષ્ઠાના કાર્યો કરેલ. પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની ૧૦૮ મી વર્ધમાન આયંબિલ ઓળીના ભવ્ય મહોત્સવમાં પાંચમાં ભાગે સવાલાખ રૂ.નો વિશિષ્ટ લાભ લીધો. પાલીતાણા-શ્રી હસ્તગિરિ તીર્થમાં એક દેરીનો લાભ લીધો. અમદાવાદમાં વિ.સં.૨૦૩૨માં લગભગ ૬૦૦ વર્ષીતપ કરનારાઓનું સુંદર સન્માન બહુમાનપૂર્વક શાનદાર સાધર્મિક વાત્સલ્ય કર્યું. અમદાવાદ-પગથિયાના ઉપાશ્રયે શ્રીનવપદજીની ઓળી કરાવી અને પારણાનો લાભ લીધો. પોરબંદરમાં આખા ચાતુર્માસ દરમ્યાન આયંબિલ કરાવવાનો લાભ લીધેલો.
શ્રીયુત ચંપકભાઈનાં સુકૃતો-સદનુષ્ઠાનોની જેમ સદ્ગણોના પણ સારા ખપી હતા. એમના હૈયે જીવો પ્રત્યે ભારે કરૂણા અને સહાનુભૂતિ રમ્યા કરતી, જે અનેકવાર પ્રસંગો પામીને સાકાર-બનતી. એમનામાં સત્ય-નીતિપ્રિયતા એવી ઝળહળતી કે અસત્ય-અનીતિ એમને પસંદ જ નહિ. એ કેટલીક વાર એમની કડકાઈમાં વ્યકત થતી. એમનામાં ગાંભીર્ય પ્રસંશા માગી લે તેવું. કોઈ શ્રાવક કે સાધુની ખામી દેખાયસંભળાય તો તે પચાવી જતા, પરંતુ બીજાની આગળ એ બોલવાની વાત નહિ. આ ગાંભીર્ય અને સહાનુભૂતિ ગુણથી એમના ભાઈઓ વગેરે બહોળા કુટુંબમાં એ ખૂબ જ માન્ય અને આદરણીય બની ગયેલા.
સહિષ્ણુતા ગુણ તો એમણે એવો વિકસાવેલો કે ધર્મના કષ્ટો સહવાનો જાણે આત્મસ્વભાવ બનાવી દીધેલો! વર્ષીતપ કે આયંબિલ-ઓળી જેવી તપસ્યામાં સંઘ સેવાના કાર્યમાં કષ્ટ વેઠીને પણ પ્રસન્ન મને
ખડે પગે રહેતા. એમનામાં કશી સ્વાર્થ ભાવના નહિ એવો નિરાશંસપણાનો પણ એમની રગેરગમાં વહેતો , રહેતો. આ સહિષ્ણુતા ગુણનો પડઘો કેવો પડ્યો કે છેલ્લે (૧) મોટર અકસ્માત (૨) સારણ ગાંઠ શલ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org