SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1088
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૩૯ સંસ્થાનો અનેક શાખાઓ રૂપે જે વિકાસ થયો હતો એમાં શ્રી ચંદુબાઈની ભાવના અને પ્રવૃત્તિનો ફાળો ઘણો નોંધપાત્ર હતો. સંસ્થા માટે સમાજમાંથી પૈસા મેળવવાની એમની આવડત અને શક્તિ અભુત હતી. શ્રી ચંદુભાઈની એક ઝંખના એ પણ હતી કે વિજ્ઞાનના યુગમાં ઉછરતી આપણી નવી પેઢીની ભાવનાને સમજી શકે અને એમની ધર્મજિજ્ઞાસાને જગાડે અને પોષે એવા કુશળ અને વ્યાપક અભ્યાસ કરનાર ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે એક ખાસ સંસ્થાની સ્થાપના કરવી. શ્રી ચંપકભાઈ ભણસાણી : પોરબંદરના પ્રસિદ્ધ ભણસાલી કુટુંબના કુળદીપક મહાન શ્રાદ્ધરત્ન શ્રી ચંપકભાઈ ભણસાલીનો જન્મ તા. ૨૪-૨-૨૮ના શ્રીહરકીશનદાસ ત્રીકમજી ભણસાલીને ત્યાં થયો. ધંધાર્થે કલકત્તા જઈ વસેલા. ત્યાં એમના પર લક્ષ્મીની મહેર ઉતરવા સાથે ધર્મની મહેર ઉતરી. તે સમ્યક્ત્વ સહિત બાર વ્રતધારી શ્રાવક બનેલા. ઉભયટંક પ્રતિક્રમણ-દેવ દર્શન-પૂજા-સામાયિક-સાધુસેવા ત્યાગ તપસ્યા, ચતુદર્શીએ પૌષધ વગેરે આરાધનાઓ જીવનમાં દીપતી રહી. ધર્મની સાચી સમજણ આવ્યા પછી એમને હંમેશા ભાવના રહેતી કે કયારે આ લક્ષ્મીની મૂછ ઉતારી એવા નગરમાં રહેવા જઉ કે જયાં સતત સાધુ સાધ્વી સમાગમ અને વિશિષ્ટ ધર્મસાધના મળ્યા કરે. આ ભાવના માત્ર ભાવના ન રહેતા અમલમાં લાવવા મુંબઈનો બે-એક વર્ષ અનુભવ કરી અંતે છેલ્લા કેટલાક વરસથી અમદાવાદ-જૈનપુરીમાં આવી વસ્યા. મુંબઈ, કલકત્તા, મદ્રાસમાં એમના ચાલુ ધંધામાં સંકોચ કરી એવી નિવૃત્તિ લીધી કે પોતાની ધર્મ-આરાધના ઉપરાંત ઉપધાન-ળી-ઉદ્યાપનસંઘયાત્રા મહોત્સવ વગેરેમાં સેવા માર્ગદર્શન આપવાનું સુંદર રીતે કરતાં. લાખોપતિ હોવા છતાં વિનમ્ર પણે સંઘ સેવામાં તૈયાર! ભાગ્યશાળી શ્રી ચંપકભાઈની સ્વાત્મ-આરાધના ઉજજવળ હતી એમણે છેલ્લા બાર વરસથી સ્નાનમાં સાબુનો ઉપયોગ કરેલ નહિ! કપડાં પણ ૨૦-૨૫ દિવસે ધોવા દેતા, ને એ ? જ ડોલ પાણી રોજનું વાપરવાનું રાખતા. ઘરમાં પણ રાત્રે દંડાસનથી પૂજીને ચાલતા. અરે! લઘમાં પણ પડખું ફેરવતા પાસે રાખેલ ચવલાથી સહજ રીતે જગા પ્રમાજી લેતા. તાત્પર્ય, એમનાં હૈયે જીવો પ્રત્યે ખુબ દયા રહેતી. તેથી દરેક કામમાં. જયણા સારી સાચવતા. પૌષધમાં બીજાઓને પણ જણાનો ઝટ ! આપતા. તેમજ વ્યકિતના કે સંઘોના ધાર્મિક કાર્યોમાં ખૂબ સેવા-સહકાર-માર્ગદર્શન આપો . પણ જીવોની જતના માટે ખૂબ ભાર મૂકતા. એ સમ્યગુ દર્શનને જિનભક્તિ તથા “જિનાજ્ઞા પ્રમાણથી સુંદર રીતે નિર્મળ કરી રહ્યા હતા. વિધિપાલન પર એમનો ખૂબ ઝોક રહેતો. ધર્મ સમજયા પછી ભગવાન શ્રીજિનેશ્વર દેવ પર એમને અથાગ બહુમાનઃ અને સાધુ-સાધ્વીજી મહારાજની સેવામાં તન-મન-ધનથી ખડે પગે રહેતા. સન્ દર્શનનું બીજું લિંગ,-“ચારિત્રની તીવ્ર ભુખ' એવું એમણે વિકસાવેલ કે લગભગ ૩૮ વર્ષની ભરયુવાન વયમાં એમણે સજોડે જાવજજીવનું બ્રહ્મચર્ય ઉચ્ચારી લીધલ અને સ્વયં તથા ધર્મપત્ની, ત્રણ પુત્રી, એક પુત્રના કુટુંબને પણ ચારિત્રમાર્ગે ચડાવવાની એમને ભારે તમન્ના હતી અને એ માટે એમને ખૂબ સત્સંગ કરાવતા. એમના એકના એક પુત્ર જયેશે અમદાવાદમાં મેટ્રિક પાસ કરી કોલેજનું ફોર્મ ભરવા વાત કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy