SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1087
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન = સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપે છે. એમની સેવાનું ક્ષેત્ર વહાલસોયા વતનથી વિસ્તાર પામીને જન્મ સ્થળની આજુબાજુના વિસ્તાર ઉપરાંત મુંબઈમાં પણ વિસ્તાર પામ્યું છે. - શ્રી ઝાલાવાડ જૈન શ્વે.મૂ.પૂ. ફાઉન્ડેશન, સર્વોદય મેડીકલ સોસાયટી, સહયોગ ટ્રસ્ટ, મંજુલાબેન ચીનુભાઈ શાહ ટ્રસ્ટ, માનવમંદિર ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર મેડીકલ સોસાયટી, રામપુરા જૈન પાંજરાપોળ, એમ.એમ. ધ્રુવબાલાશ્રમ, ચંદનબાળા શિક્ષણ શિબિર, ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય, મહેતા જૈન બોર્ડિંગ, રામરોટી અન્નક્ષેત્ર, મહાવીર સેવા કેન્દ્ર જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. આ સંસ્થાઓની યાદી ઉપરથી ખ્યાલ આવે છે કે એમની સેવા પ્રવૃત્તિના પાયામાં શિક્ષણ અને આરોગ્યની સેવાની સાથે પછાત વિસ્તારના લોકોના ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે જનસેવા એ પ્રભુ સેવા છે. એ એમના જીવનનો સિદ્ધાંત બની ગયો છે. - જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ, અભ્યાસ, આયંબિલખાતું, સાધર્મિક ભક્તિ, સાતક્ષેત્ર વગેરેમાં પણ ઉદાર હાથે સુપાત્ર દાન કરીને એમના હાથને આભુષણોથી નહિ પણ દાનથી અલંકૃત કર્યો છે. આજે ધાર્મિક પ્રસંગોમાં વિજ્ઞાનયુગની ગતિએ પહોંચી જાય છે. અને યથાભક્તિ લાભ લઈને જિનશાસનના એક આદર્શ કાર્યકર્તા, મિલનસાર સ્વભાવ, મૈત્રી-વિનય, શ્રુતજ્ઞાનપ્રેમી વગેરે ગુણોથી એમનું વ્યક્તિત્વ નિરાળુ છે. કેટલાક જન્મથી ગર્ભશ્રીમંત હોય પરંપરાગત રીતે દાન-પુણ્ય-સેવા કાર્યો કરે છે, પણ ચીનુભાઈ જન્મથી સામાન્ય હતા તેમાંથી એક અસાધારણ વ્યક્તિ તરીકે આજે વિદ્યમાન છે. એમની પ્રતિભાની આ લાક્ષણિકતા પ્રતિભા દર્શનનું નવલું નજરાણું છે. [સંકલન : ડો. કવિનભાઈ શાહ) બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી સ્વ. શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહ : શ્રીયુત ચંદુલાલ શાહનું નામ અને કામ જૈન સમાજના અત્યારના સમયના જાહેર જીવન સાથે તેમજ સમાજ ઉત્કર્ષની અનેક સેવા પ્રવૃત્તિઓ સાથે સારી રીતે જોડાયેલું હતું. એમની ઊંડી કાર્યસૂઝ, કાર્યશક્તિ, કાર્યકુશળતા, સેવાવૃત્તિ અને સાહસિકતાનો લાભ લાંબા સમય સુધી આપણી નાની-મોટી અનેક સંસ્થાઓને મળતો રહ્યો હતો. આ સંસ્થાઓમાં જેમ મુંબઈની સંસ્થાઓનો સમાવેશ થાય છે તેમ મુંબઈ બહારની પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. સમાજના એક બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી મહાનુભાવ તરીકે તેઓને આપણે હંમેશા સંભારતા રહીશું. તેઓનું વતમ સૌરાષ્ટ્ર વઢવાણ શહેર અને ૧૯૦૩માં એમનો જન્મ. વિશેષ અભ્યાસ મુંબઈમાં કર્યો અને પછી તો, પોતાના પુરુષાર્થના બળે પોતાના પ્રારબ્ધને ખીલવવા માટે, તેઓએ મુંબઈને જ પોતાનું વ્યવસાયક્ષેત્ર બનાવ્યું અને કાયમી વસવાટ મુંબઈમાં જ કર્યો અને છતાં વતન સાથેનો સમાગમ અને ગાઢ સંબંધ પણ ચાલુ રાખ્યો. તેઓને એક ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. - શિક્ષણનો પ્રચાર કરીને સમાજને સુખી, સમુદ્ધ અને શક્તિશાળી બનાવવાની ભાવનાથી પ્રેરાઈને આવી કેટલીક સંસ્થાઓના સંચાલનમાં શ્રી ચંદુભાઈએ જીવંત રસ લીધો હતો. પાલીતાણાનું યશોવિજયજી જૈન ગુરુકુળ-મુંબઈનું જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડ, સુરેન્દ્રનગરની કેટલીક સંસ્થાઓ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય - આમ અનેક સંસ્થાઓના વિકાસ માટે શ્રી ચંદુભાઈએ મન દઈને કામ કર્યું હતું. તેમાંય શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એનો વિકાસ તો તેઓના જીવન સાથે એકરૂપ બની ગયો હતો. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy