SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1086
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩૭ : પ્રત્યેક વર્ષે શ્રીસંઘનો સ્વામીવાત્સલ્ય અચૂકપણે કરતાં. સાધર્મિક સેવા અને કોઈને જમાડવાના ખૂબ જ શોખીન જાણે એમનું વ્યસન હતું ગર્ભશ્રીમંત પરિવારમાં રહેવા છતાં અલિપ્ત અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાસિત એટલે જ પોતાની સુપુત્રીને આગમોદ્ધારકશ્રીના સમુદાયમાં ૧૮ વર્ષની વયે દીક્ષા આપી તે માલવદીપિકા મનોહર ફલ્ગુશ્રીજીના શિષ્યા માતૃહૃદય અમિતગુણાશ્રીજી મ.સા. આજે ખૂબ જ શાસન પ્રભાવના કરી રહ્યા છે. તદુપરાંત એમના પૌત્ર-પૌત્રી વગેરે પાંચ મહાત્માઓ અલ્પવયે સંયમમાર્ગ સ્વીકારી સુંદર સંયમની પરિપાલના કરી રહ્યા છે. પોતાના જીવનમાં સમેતશિખરજી, પાલીતાણા, કચ્છ, જુનાગઢ, નાગેશ્વર વગેરે ઘણા જ તીર્થની યાત્રા કરી પાલીતાણામાં બે ચોમાસાં કર્યાં. લાગટ પ૦૦ આયંબિલમાં પણ ટાઇફોઇડ થવા છતાં છોડયા નહીં. અર્હમ્ મહાપૂજા વગેરે ઘણી પૂજાઓ વરઘોડા, જયવર્ધન પાર્શ્વનાથ પ્રભુની કલાત્મક દેરી નિર્માણ સાથે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ધૂમધામથી સંપન્ન કરાવ્યો. પાલીતાણા-કેસરિયાજીનગરમાં બે પ્રભુજીની પ્રતિષ્ઠા વગેરે ઘણા જ ધાર્મિક કાર્યો કરી ૬૩ વર્ષની વયે સ્વમુખે નમસ્કાર મંત્રનો જાપ કરતાં કરતાં સ્વર્ગે સિધાવ્યા. શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ : જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ સંસ્કાર અને માનવતાના કાર્યોથી જેમનું જીવન અને કાર્યોની પ્રસંશા થઈ રહી છે એવા શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ રામપુરા ભંકોડા (વિરમગામ) ના મૂળ વતની છે. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા-સહકાર-મૈત્રી-શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ-ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યકિતત્વ વિકાસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વેપારી તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધન સંપત્તિ પણ વધવા લાગી અને જીવન અનેક રીતે સમૃદ્ધ થયું. વિદ્યા અને સંપત્તને ઉદારતાથી વહેતી મુકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે. ચીનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતીક નથી, પણ ધર્મ અને માનવસેવાના કાર્યોમાં સતત સદ્યમ કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર મીડલ સ્કૂલ અને હાઈસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોના ઘડતરમાં મહામૂલુ પ્રદાન કર્યુ છે. માના વિશ્વસ માટે શિક્ષણ સંસ્થા છે તો તનના વિકાસ માટે ને તંદુરસ્તીના રક્ષણ માટે હૉસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુર ભંકોડા ગામમાં સૌ કોઈની શુભ ભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે. સુરેન્દ્રનગરમાં હાઈસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ કોલેજની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડીક હૉસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજીકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે. તેમાં જો કાઈનું યોગ્ડાન હોય તો ચીનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy