SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1085
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન વલસાડમાં નોકરીથી આરંભ કરીને સ્વપુરુષાર્થ અને બુદ્ધિચાતુર્યથી લોખંડના સળીયાની ફેકટરીના વ્યવસાયમાં સ્થાયી થયા છે. જીવન વિકાસની સાથે ઘોઘારી સમાજ અને જિનશાસનના સેવાના કાર્યોમાં પણ સતત કર્તવ્ય પરાયણતા, વ્યવસ્થાશક્તિ અને લાગણીથી વિવિધ કાર્યો દ્વારા દક્ષિણ ગુજરાતના ઘોઘારી સમાજમાં નામના પ્રાપ્ત કરી છે. - ઘોઘારી સમાજના વિકાસ માટે સોસાયટી (મકાનની) રચના જિનમંદિર અને પાઠશાળાનું પણ સંચાલન કરવામાં સહયોગ આપ્યો છે. ધાર્મિક તહેવારોમાં સાધર્મિક ભક્તિની કાયમી યોજના દ્વારા સમાજમાં સારો આવકાર મળ્યો છે. પાલીતાણામાં સાધુ – સાધ્વીની ભક્તિ છેલ્લા ૧૬ વર્ષથી કરીને ગુરુ ભક્તિ અને સુકૃતની કમાણી કરી છે. અવાર – નવાર ગુપ્તદાન આપીને શ્રાવકોચિત દાન પ્રવૃતિમાં પણ લક્ષ્મીનો સવ્યય કર્યો છે. યુવક મંડળ અને સોસાયટીના કાર્યોમાં પોતાનો કિંમતી સમય આપીને વિકાસના કાર્યોમાં સોનેરી સૂચનો દ્વારા ઘોઘારી સમાજે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે. એમની પાઠશાળાની પ્રવૃત્તિ તો સૌ કોઈને માટે ઉદાહરણરૂપ છે. પાઠશાળાના વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી જૈન ધર્મના સંસ્કાર મેળવે અને ક્રિયારુચિ વધે તે માટે ઇનામ વિતરણ સમારંભ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. વિવિધ તીર્થયાત્રા વિનામૂલ્ય કરાવીને તીર્થભૂમિના પાદસ્પર્શને યાત્રાનો અનેરો લ્હાવો આપવાના મહાન પુણ્ય કાર્યમાં સહભાગી થયા છે. સમેત શિખરની યાત્રા યાદગાર ગણાય છે. તીર્થદ્વાર માટે ઘોઘારી સમાજના એક અગ્રણી તરીકે જ્ઞાતિજનોના સહયોગથી બાલાભાઈની ટૂંકનો જિર્ણોદ્ધાર ચાલે છે અને મોતીશાની ટુંકમાં મોટી રકમનું દાન સમાજ તરફથી આપવામાં આવ્યું છે. આ અનુમોદનીય કાર્યના પાયાના પત્થર સમાન શ્રી ખીમચંદભાઈ છે. એમના પરિવારમાંથી બે બહેનોએ દીક્ષા લઈને સાધ્વી તરીકે આત્મકલ્યાણના સાધી રહ્યાં છે. [સંકલન : કવિનભાઈ શાહ) મહાન તપસ્વિની શ્રીમતી ગુલાબબાઈ મેહતા : બડનગર (મ.પ) જિ. ઉજજૈનના વતની તપસ્વિની સુશ્રાવિકા ગુલાબબેન બાલ્યકાળથી જ ગતજન્મોના સંસ્કારોના લીધે ખૂબ જ ધર્મમાં રંગાયેલા. ૧૪ વર્ષની અલ્પ વયે ઉપધાનતપમાં ટાઈફોઈડ થઈ ગયો છતાં પણ મરવું મંજુર છે. ઉપધાનમાંથી નીકળીશ નહી એવા અડગ નિશ્ચય સાથે એકલા મગના પાણી વગેરે પ્રવાહી ઉપર ઉપધાનતપ પરિપૂર્ણ કરેલ. ઘરમાં (સાસરે) વૈષ્ણવ ધર્મના સંસ્કારોને નાબુદ કરી જૈન ધર્મનો બીજારોપણ કર્યો. જેથી એ ઘર આજે ગામમાં અગ્રગણ્ય સર્વમાન્ય શ્રાવકકુલોના સંસ્કારથી શોભતું છે. વિહાર કરતાં સર્વે સાધુ-સાધ્વી ભગવંતો પણ સુપરિચિત છે. પોતાના જીવનમાં માસક્ષમણ - સિદ્ધિતપ-ચત્તરિ-અઢ-દસ-તપ, ઘડીયા, બે ઘડીયા તપ, સમવરણ તપ, સિંહાસનતપ, નવપદની અનેક ઓળીઓ, બે વર્ષીયતપ, ત્રણ ઉપધાન, વર્ધમાન તપની ૯૦ ઓળીઓ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, ૬ અઠ્ઠઈની અઢાઇઓ સાથે અનેક અઠ્ઠાઇઓ, અક્ષયનિધિતપ, રતનપાવડી. ચૈત્રી પૂનમ, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી અનેક અમો વગરે તપ સાથે પ્રાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy