________________
અભિવાદન ગ્રંથ 7
[ ૧૦૩૫ સંઘના સંઘપતિ બનવાનું સૌભાગ્ય તેમજ દરેક તીર્થોમાં નવકારશીનો લાભ પણ પ્રાપ્ત થયો છે. આજની યુવા પેઢીમાં ફેલાયેલા કુસંસ્કારો તેમજ માંસાહારના દુષ્પચારથી તેઓ ખૂબ ચિંતિત છે. શાંતિનાથ જૈન મંદિર ટ્રસ્ટ-માનપાડા (થાણા)ના મેનેજિંગ ટ્રસ્ટીના રૂપે તેઓશ્રી સેવા અર્પણ કરી રહ્યા છે.
તેઓશ્રી સગુણોથી સંપન્ન રહી જૈન શાસનની પ્રભાવના, ગુરુ-ગરછનો મહિમા તથા સમાજ સેવા કરતા રહી ઉન્નતિના શિખર પર આરોહણ કરે તેમજ તેમના દીઘાયું તેમજ સ્વસ્થ રહેવાની કામના કરીએ છીએ. શ્રી કાંતિલાલ રમણલાલ કાપડિયા :
આમોદ (જિ.ભરૂચ)ના વતની શ્રીકાંતિલાલભાઈએ એમ.એ. (અર્થશાસ્ત્ર) સુધીનો અભ્યાસ કરેલ છે. ધાર્મિક અભ્યાસ પણ પંચ-પ્રતિક્રમણ સુધીનો ધરાવે છે. ૧૯૭૦થી જે. એચ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર (જિ.ભરૂચ)માં અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ અને વ્યાખ્યાતા છે. મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે શ્રીજૈન શ્વેતાંબર મૂ.પૂ. સંઘ આમોદના ૧૯૭૭થી ટ્રસ્ટી તથા ૧૯૮૮થી પ્રમુખ તરીકે કામગીરી બજાવે છે. આદર્શ માતા-પિતા શ્રી ખેતશીભાઈ અને પદ્માબેન :
શ્રદ્ધાળુણસંપન્ન વ્રતધારી, ધર્મનિષ્ઠ સુશ્રાવકશ્રી ખેતશીભાઈ જેઓશ્રીનું વતન મોટા લાયજા કચ્છ આદર્શ ગામ છે. તેઓશ્રી વ્યાપાર અર્થે મુંબઈ લાલવાડી સ્થિર થયા પછી સંતોષી જીવન પસાર કરવાની ભાવના સાથે વેપારથી નિવૃત થઈ મોટા લાયજા ધર્મમય શ્રાવક જીવન વ્યતિત કરતાં પરમાત્મભક્તિ નિયમિત નવકારશી, ચોવિહાર, નાની મોટી તપશ્વર્યા સાથે સાદગીભર્યું જીવન પસાર કરતાં. જાગૃતિપૂર્વક પ્રેરણાદાયી સમાધિ મૃત્યુ અરિહંતશરણ સાથે ફાગણ સુદ-૩ વિજય મુહૂર્ત નાશવંત દેહનો, સાથે તમામ મમત્વનો ત્યાગ કરી સ્વર્ગે પ્રયાણ કર્યું. તે વખતે તેઓશ્રીના ધર્મનિષ્ઠ સંસ્કારી નાનજીભાઈએ પુત્ર તરીકેની ફરજ અદા કરી પિતાને સમાધિ મૃત્યુ અપાવવા અંતિમ સમયની આરાધના સારી રીતે કરાવેલ. જેના ફળસ્વરૂપે નાનજીભાઈ આગળ જતાં વૈરાગ્યભાવપૂર્વક જ્ઞાન-ધ્યાન-જાપની સિદ્ધિ મેળવવા જન્મને સફળ કરવા સંસારનો ત્યાગ કરી ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી જિનશાસનના એક ત્યાગી બની શકયા. જે મુનિશ્રી નીતિસાગરજી મ.સા. જીવનમાં સ્વ-પર હિત સાધી રહ્યા છે. ત્યાગી સુપુત્રની જન્મ દેનારી રત્નકુક્ષી માતા પદ્માબેનમા જેઓનું સાદગીભર્યું જીવન, ભદ્રિક પરિણામ સાથે આરાધનામય જીવન હાલમાં જેઓ વ્યતિત કરી રહ્યા છે. તેઓશ્રી હૃદયના ભાવો સાથે પોતાને મળેલો માનવ જન્મ સફળ કરવા સંતોષી, પવિત્ર, નવકાર મહામંત્રની આરાધનામય જીવન જીવી રહ્યાં છે.
આ પ્રસંગોમાંથી આજના યુગને આદર્શો મળે છે. માતા-પિતા જયાં સંસ્કારી હોય ત્યાંના પુણ્યોદયે ત્યાગ માર્ગના આદર્શો સર્જનાર પુણ્યશાળી સંતાનોનો જન્મ થાય છે. શ્રી ખીમચંદ હઠીચંદ શાહ :
સૌરાષ્ટ્રના તળાજા તાલુકાના ઠળીયા ગામના વતની અને હઠીચંદ મેઘજીભાઈના પુત્ર શ્રી ખીમચંદભાઈ. માદરે વતનમાં અભ્યાસ કરીને વિકાસ અર્થે વલસાડમાં સ્થાઈ થયા. આજે વલસાડ માતૃભુમિ કરતાં પણ અધિક પ્રેરક બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org