________________
૧૦૩૪ ).
[ જૈન પ્રતિભાદર્શન
શ્રી કાંતિલાલ કુંદનમલજી સંઘવી : - રાજસ્થાનના જાલોર જિલ્લાના આહારનગરમાં સંઘવી પરિવાર પોતાની સમાજસેવા, દાનપ્રવૃત્તિ તેમજ ધર્નપ્રભાવના માટે અગ્રણીય ગણાય છે. આ પરિવાર શ્રી કાંતિલાલનો જન્મ ૧૫ ડીસેમ્બર ૧૯૫૨ના થાણામાં શ્રી કુંદનમલજી સંઘવીને ત્યાં પુત્રરત્ન રૂપે થયો હતા. એમની માતાનું નામ શ્રીમતી મોવનબાઈ. તેઓ શ્રી જે.કે. સંઘવીના નાનાભાઈ છે. તેઓશ્રી થાણામાં વ્યવસાય કરે છે. તેમની ઉદારતા, ધર્મ-સેવા તેમ જ સહૃદયતાથી સુસંસ્કૃત છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર તેમના જીવનનો મૂળમંત્ર છે.
તેમના પરિવાર દ્વારા આહોરથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘની ભાવના તુરત પૂર્ણ થાય તે માટે તેમણે મીઠાઈ તેમજ ઘીનો ત્યાગ કર્યો હતો. સંઘયાત્રા દરમ્યાન પણ આયંબિલ તથા એકાસણાની તપસ્યા તેમણે દરેક યાત્રિકોને એકાસણા કરવીને કરતાં હતા. છરીપાલિત સંઘયાત્રા પોતે બુટ કે ચંપલ પહેર્યા વગર કરી હતી. સંઘ માળારોપણ બાદ તેમણે પાનનો કાયમ માટે ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, પ્રતિદિન ચૌવિહાર, પંચતિથિ બ્રહ્મચર્ય, સિનેમાનો ત્યાગ આદિ અનેક નિયમો લીધા. ૨૫વર્ષની ઉંમરમાં ધર્મપત્ની સહિત તેમણે મોહનખેડા તીર્થમાં ઉપધાન કર્યા અને ત્યારથી સોનાના દાગીના પહેરવાની આજીવન ત્યાગ કર્યો. માનપાડા જૈન મંદિર નિર્માણથી પ્રતિષ્ઠા મહોત્સવ સુધી એક સાલ દરમ્યાન તેમણે ધી તથા દરેક જાતની મીઠાઈઓનો ત્યાગ કર્યો. નિત્ય દર્શન, પૂજન, છઃ વિગઈનો ત્યાગ, ચાતુર્માસ દરમ્યાન બ્રહ્મચર્ય પાલન આદિ કઠિન નિયમોનું પાલન તેઓશ્રી દઢતાથી કરે છે.
તેમના પરિવાર દ્વારા આહોરથી સિદ્ધાચલજી છ'રીપાલિત સંઘ, વિવિધ ચૈત્યપરિપાટીઓનું આયોજન તથા માનપાડામાં શ્રી શાંતિનાથ દેરાસર તથા ઉપાશ્રય નિર્માણ તથા માનપાડા ચાતુર્માસ કરાવવા આદિ ઘણા સુકૃતો કર્યા છે.
ધાર્મિક શિક્ષણ, શાકાહાર પ્રચાર, સાધર્મિક ભક્તિ, તપસ્વીઓની ભક્તિ, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ભક્તિ કરવા માટે તેઓશ્રી સદૈવ તૈયાર રહે છે. શ્રીકાંતિલાલજી માનવતાવાદી,સર્જન અને ઉદારદિલ વ્યકિત છે. શ્રી કાંતિલાલજીનું જીવન ધાર્મિક શ્રધ્ધાથી પરિપૂર્ણ છે. દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના જ તેમના જીવનનું લક્ષ્ય છે. તેમની રુચિ તીર્થયાત્રા કરવી અને કરાવવી એમાં વિશેષ છે. તેમણે આહોરથી સિદ્ધાચલજી છ'રીપાલિત યાત્રાસંઘ, ભાંડવપુરથી મોહન ખેડા તીર્થ, અમદાવાદથી શત્રુંજયનો છ'રીપાલિત યાત્રા સંઘ તેમજ ભારતભરના સંપૂર્ણ તીર્થોની યાત્રા કરી છે.
પૂ. દાદા ગુરુદેવ આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રતિ તેમની શ્રદ્ધા અનોખી તેમજ અનુકરણીય છે. તેઓશ્રીએ પોતાનું જીવન ગુરુભક્તિમાં સમર્પિત કરેલું છે. પૂ. ગુરુદ્વ આચાર્યશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષથી તેમની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. વર્તમાન આચાર્ય રાષ્ટ્રસંત જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વખતો-વખત યથાશક્તિ સાત ક્ષેત્રોમાં લાભ લઈ લક્ષ્મીનો સઉપયોગ કરે છે. તેમની થાણા-માન-પાડાની ૧૦૮ પદયાત્રા શરૂ છે. તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતિદેવી પણ સદૈવ શ્રદ્ધાપૂર્વક તેમના ધર્મકાર્યોમાં સાથ આપી રહ્યા છે. તેમની ભાવના મુજબ ૧૦૮ સાધર્મિક બંધુઓને સમેતશિખરજી યાત્રા કરાવવાનો લાભ લીધો છે. તેમના પુણ્યોદયથી સમેતશિખરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org