________________
અભિવાદન ગ્રંથ 7
[ ૧૦૩૩
સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા એ તીર્થના ભાવનાશીલ સંચાલકોએ અમદાવાદના જૈન અગ્રણીઓની હાજરીમાં જાહેર સન્માન કરેલું.
અમદાવાદના શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની તેઓએ વર્ષો સુધી માનદ્મંત્રી તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ જિર્ણોદ્ધાર કમિટીના તેઓ ૧૨ વર્ષ પ્રમુખ રહ્યા હતા અને કુલ ૨૫ વર્ષ સુધી આ કમિટીમાં રહીને દેરાસરોના જિર્ણોદ્ધારના કામોમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ઓપેરા સોસાયટીના નવા જિનમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ તેઓએ લીધો હતો.
આ રીતે વ્યવહાર, વ્યાપાર અને ધર્મ-એ ત્રણેય ક્ષેત્રની સુંદર સેવા બજાવી પોતાના જીવનને કૃતાર્થ કરી કચરાકાકા ૮૩ વર્ષની પાકી ઉંમરે, તા. ૧૭-૧૦-૭૩ના રોજ સિધાવ્યા. ધન્ય એ જીવન! ડો. કીર્તિલાલભાઈ એમ. ભણસાલી :
સ્વર્ગસ્થ ડો.કીર્તિલાલભાઈ એમ. ભણસાલી એક ખૂબ કૃતાર્થ, લોકપ્રિય અને સારામાણસાઈના પરિમલથી સુરભિત મહાનુભાવ હતા, એમના જીવનમાં એક સિદ્ધહસ્ત તબીબ તરીકેની નિપુણતા અને માનવ ગુણોના ઉપાસક પુરુષની ગુણિયલતાનો વિરલ સુયોગ લઘાયો હતો. પોતાના વિષયને લગતી, તબીબ વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોથી માહિતગાર રહેવા તેઓ સદા પ્રયત્નશીલ અને જાગ્રત રહેતા.
પણ પોતપોતના વિષયનું નિપુણપણું કે નિષ્ણાતપણું તો બીજી બીજી વ્યક્તિઓમાં પણ મળી શકે. પણ ડો. કીર્તિલાલભાઈને મળેલી અસાધારણ કીર્તિનો પાયો એમની સજજનતા, કરૂણાપરાયણતા અને પરગજુવૃત્તિમાં રહેલો હતો. તેઓ વ્યવસાયે તબીબ હોવા છતાં એમનું અંતર સુકુમાર ફૂલ જેવું મુલાયમ હતું અને દીન-દુઃખી દર્દીઓને જોઈને એ દ્રવી ઊઠતું. માનવસેવાના માર્ગને પ્રભુને પામવાના માર્ગરૂપે ડો. ભણસાણીએ સ્વીકાર્યુ હતું-સમજયાં હતા. એનું જ આ સુપરિણામ હતું એમ લાગે છે.
એક ડોકટર તરીકે તેઓને યશનામી બનાવવામાં અને મોટી સફળતા અપાવવામાં જેમ એમની ઊંડી આવડત અને હૈયા ઉકલતનો મોટો હિસ્સો હતો. તેમ એમની મધુર પ્રકૃત્તિ, દર્દીઓ તરફની ઊંડી હમદર્દી અને દર્દીને પૂરેપૂરો સંતોષ આપવાની શાંત વૃત્તિનો પણ ઘણો મોટો હિસ્સો હતો. સંસ્કારિતા અને ધર્મ તરફનો અનુરાગ એ ડો. ભણસાલીની બીજી વિશેષતા હતી. છેલ્લે છેલ્લે તો તેઓએ પોતાનો અમુક સમય ધર્મનાં વિચારો અને વાતો સાંભળવા-સમજવામાં વીતે એવી પણ ગોઠવણ કરી હતી. સાધુ - સંતો અને સાધ્વીજી મહારાજની નિષ્કામભાવે સેવા કરવામાં તેઓ આફ્લાદ અનુભવતા. આ બધાને લીધે તેઓને બોલવામાં અને વર્તનમાં એક પ્રકારની સુવાસ પ્રસરી હતી.
ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઊંચા કે નીચા સર્વ પ્રત્યે તેઓએ સમભાવ અને સમદષ્ટિ કેળવ્યા હતા. ગરીબ અને નિરાધાર વ્યકિતઓ માટે તેઓ હંમેશ ચિંતિત રહેતા. આમાં તેઓની ઉત્કૃષ્ટ વિનમ્રતા અને પરોપકારી દયાનું પ્રતિબિંબ જોવા મળતું.
માનવ કલ્યાણની ઉચ્ચ પંરપરા દર્શાવતો સેવા અને સમર્પણનો ઉચ્ચ આદર્શ અને સંદેશનો અમૂલ્ય વારસો ડો.કીર્તિભાઈ ભણસાલી આપણને સોંપી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org