SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1081
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન ત્રણ પુત્રીઓના આ પરિવારમાં ધર્મના સંસ્કારો જોવા મળ્યા. ૫૦ વર્ષથી સુતરાઉ ખાદીના કપડાં પહેરવાં, સોનાના ઘરેણા, કાંડા ઘડિયાળ પહેરવાનો ત્યાગ, સાદો ખોરાક, મીઠાઈ તથા ફળનો ત્યાગ ૧૦ વર્ષ સુધી. પાંચ તિથિ ફકત ત્રણ જ વસ્તુ જમાવામાં વાપરવાની, લગ્નપ્રસંગ - શ્રીફળ વિધિમાં જવાનું બંધ. પિતાશ્રીની સાત વર્ષ માદગીમાં સેવા કરી, માતુશ્રીની ત્રણ વર્ષ માંદગીમાં સેવા કરી છે. સામાજિક સેવામાં જ્ઞાતિના મંડળમાં સેવા આપી છે. સમેતશિખરજી. પાલીતાણા, શંખેશ્વર, કુલપાજી, ઉવસગ્ગહરં તીર્થ-અનેક તીર્થોની જાત્રા કરી. આરાધના : શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરાધના તથા મહાદેવી પદ્માવતી માતાની આરાધના તથા જાપ નિયમિત કરે છે. આચાર્ય મહારાજે આપેલી પદ્માવતી માતેની મૂર્તિ ઘીમાં આરાધના માટે રાખેલી છે. માતાજીની આરાધના અને નિયમિત જાપ કરવાથી ઘણો જ લાભ થયો છે. આ પરિવારની દાન અંગેની વિગત જોઈઓ તો મહાવીરનગર જૈન મંદિરમાં શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ મઢાવી અને ગોખલો બનાવી આપ્યો છે. શ્રી મહાવીરનગર જૈન મંદિરમાં શ્રીકેસર-સુખડની રૂમ બંધાવી આપી છે. સુરેન્દ્રનગર પાસે શ્રી શંખેશ્વર તીર્થમાં ધર્મશાળામાં એક ઓરડીનું દાન આપેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ભોજનશાળામાં નાસ્તાગૃહમાં સારી રકમ ભેટ આપી છે. શ્રી પદ્માવતી મહાપૂજન ભણાવ્યું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ૭૧ કલાકના અખંડ જાપ સહિત અક્રમ તપની આરાધના તથા પારણા. શત્રુંજ્ય પટ બનાવી દર્શનાર્થે ભેટ. વતનમાં ધાર્મિક કાર્યક્રમો તથા સંઘ લઈ ગયા હતા. શેઠશ્રી કચરાભાઈ હઠીસીંગ : કચરાભાઈનું ભણતર તો વધારે ન થયું પણ એમનું ગણતર બહુ ઊંડું હતું અને કોઠાસૂઝ તથા હૈયા ઉકલત પણ એમનામાં ઘણી ઘણી હતી. કામ કરવામાં કે પરિશ્રમ વેઠવામાં તેઓ કયારેય કંટાળતા નહિ. આત્મવિશ્વાસ પણ જબ્બર હતો. અમદાવાદ હિંદુસ્તાનનું માનચેસ્ટર ગણાય છે. અને એનો કાપડનો ઉદ્યોગ એની સમૃદ્ધિનું મૂળ છે. શ્રી કચરાભાઈનો વ્યવસાય પણ કાપડનો જ હતો; અને આજે એમના પુત્રશ્રી જસવંતલાલભાઈ પણ એ જ વ્યવસાયને અને પોતાના પિતાશ્રીના ગૌરવને સાચવી રહ્યા છે. કાપડના જથ્થાબંધ મોટા વેપારી તરીકે શ્રી કચરાભાઈએ સારી નામના મેળવી હતી અને વેપારી આલમમાં તેઓ એ શાણા સલાહકાર અને સુલેહ કરાવનાર આગેવાન તરીકે માન – પ્રતિષ્ઠા મેળવ્યા હતા. શ્રી કચરાભાઈ જેમ વ્યવહારદક્ષ અને વ્યાપારનિપુણ હતા તેમ એમનો ધર્માનુરાગ પણ દાખલારૂપ બની રહે એવો હતો. ધર્મભાવનાનું મહત્વ સમજીને તેઓ હંમેશા બે રીતે ધર્મનો આદર કરવા પ્રયત્નશીલ રહેતા : એક તો બને તેટલા વધુ ધાર્મિક નિયમોનું પાલન કરવાનું તેઓ ધ્યાન રાખતા; અને બીજું શ્રમણ સમુદાયની, સાધર્મિક ભાઈઓ-બહેનોની ભક્તિ કરવામાં અને સાતક્ષેત્રનાં ધર્મકાર્યોમાં ઉદારતાથી પોતાના ધનનો સદુપયોગ કરવામાં તેઓ હંમેશા આગળ રહેતા. આથી તેઓનું જીવન અને ધન બન્ને કૃતાર્થ થયા હતા. અને તેઓ રાજનગર-અમદાવાદ જૈન સંઘના અગ્રણી તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા. કંબોઇ તીર્થને જાહોજલાલ બનાવવામાં તેઓએ ખુબ પરિશ્રમ લીધો છે. બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી તેઓએ આ તીર્થની ઉલ્લાસથી સેવા બજાવી હતી. શ્રી કચરાકાકાની લાંબા સમયની આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy