SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન એવું કોતરાવેલ છે. કમિટિનાં પ્રમુખ ચિતરંજનભાઈ તથા મંત્રીશ્રી રમેશભાઈ અને કમિટિના સર્વ સભ્યોના સહાયોગની તેઓ ભારે અનુમોદના કરે છે. જીવનભર ધર્મની ઉન્નતિમાં, આરાધનામાં, પ્રભાવનામાં. આગળ વધવા મનમાં ગાંઠવાળી સત્વશાળી આત્મબળ જ ધર્મ પામી શકે છે અને જીવનસંગ્રામમાં વિજયી બને છે. આ સેવાપરાયણ શ્રેષ્ઠિ વિવિધક્ષેત્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જે આ મુજબ છે. કલિકુંડ તીર્થમાં કારોબારી કમિટિમાં, નંદાસણ તીર્થમાં ટ્રસ્ટી તરીકે, ઉંઝા જૈન મહાજનમાં ટ્રસ્ટી તરીકે, ઉંઝા જૈન પાઠશાળાના પ્રમુખ તરીકે, ઉંઝા વેપારી મંડળ અને ઉંઝા એજ્યુકેશન બોર્ડની કારોબારીમાં તેમની સેવા જાણીતી બની છે. પોતાના માતુશ્રીની મમતા અને માસીની પ્રેરણાથી જૈન પાઠશાળાનું બોકસીંગનું ટાઇલ્સવાળું સુંદર મકાન બાંધી આપી ઉંઝા જૈન મહાજનને ભેટ આપ્યું. જેનાથી પરિવારની પ્રતિષ્ઠા ઔર વધી. પોતાને છ પુત્રીઓ જેમાં બે પુત્રીઓને સંયમજીવનની દીક્ષા અપાવી તે વખતે અષ્ટાન્તિકા મહોત્સવ, વરઘોડો, શાંતિ સ્નાત્ર, જમણવાર વગેરેનો સારો લાભ લીધો. ઉંઝામાં જૈન વાડી તથા શ્રાવિકા ઉપાશ્રય બનાવવામાં સૌ પ્રથમ સારી એવી રકમ અર્પણ કરી અને ઉંઝા મહાજનના સહયોગથી આ કામ પૂર્ણ કરાવ્યું. વર્ષો પહેલાં ઉંઝામાં પૂ.પં.શ્રી અભયસાગરજી મ.સા.નું ચાતુર્માસ હતું. પૂજયશ્રીની તબિયત અસ્વસ્થ હતી. તે અરસામાં શ્રી પોપટભાઈએ ઘર-દુકાન છોડી રાત-દિવસ ચોવીસે કલાક પૂજયશ્રીની લગનીથી સેવા - ચાકરી કરવાનો બે-ત્રણ મહિના સુધી મોકો મળ્યો તેને પણ જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ સમજે છે. તેમના માંગલિક જીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની ટૂંકમાં નવીન દેરાસર બનાવી પ્રભુ પ્રતિમાજી પધરાવ્યા. ઉંઝા સ્ટેશન રોડ ઉપર નવીન દેરાસરમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનના અંજન શલાકા પ્રતિષ્ઠાના બન્ને ચઢાવા લઈ પ્રતિમાજી પધરાવ્યા, આ જ દેરાસરમાં બીજી વખત અંજન શલાકા પ્રતિષ્ઠા થઈ તેમાં પણ ભગવાનના માતા-પિતા બનવાનો લાભ લીધો. કલિકુંડ તીર્થમાં પણ પ્રતિમાજીના અંજન શલાકા પ્રતિષ્ઠા વખતે ધ્વજનો કાયમી લાભ લીધો, એ અરસામાં પૂ.આ.શ્રી રાજશેખરસૂરિજી મ.સા.ની આચાર્યપદવી વખતે કપડા વહોરાવવાના ચઢાવા લીધા. નંદસણ તીર્થમાં પણ પુત્ર કિરીટભાઈ અને અ.સૌ. મીના બહેન ઇન્દ્ર-ઇન્દ્રણી બનાવાનો લાભ લીધો. ઉંઝા સંઘથી શંખેશ્વરજીનો સંઘ કાઢયો તેમાં પણ લાભ લીધો. ઉંઝા પાંજરાપોળમાં પણ સારી એવી રકમ આપી અને અન્ય પાસેથી એકઠી કરાવી આપી. પાલીતાણા તીર્થમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી એવી રકમ આપી. ઉંઝાના સાર્વજનિક ક્ષેત્રોમાં પણ હૉસ્પિટલ, વૃદ્ધાશ્રમ અને મંદિરો તથા મસ્જિદ સુદ્ધા પણ દરેક ઠેકાણે પોતાના ગૃહસ્થાશ્રમને શોભે તે રીતે નાની-મોટી દેણગી આપેલી છે. ભારતના પ્રભાવિક જૈન તીર્થ સ્થાનોમાં પણ ભોજનશાળા તથા સાધારણખાતામાં સારી રકમ લખાવી છે. પોતાને બે પુત્રો જેમાં એક મહેન્દ્રભાઈ ડોકટર છે. નવરંગપુરામાં હૉસ્પિટલ ચલાવે છે. ખુબજ સેવાભાવથી કાર્યમગ્ન છે. તેમને પણ બે પુત્રો જેઓ ડોકટરી લાઇનમાં અભ્યાસ કરે છે. શ્રીપોપટલાલભાઈના બીજા પુત્ર કિરીટભાઈ ઉંઝામાં વ્યાપાર સંભાળે છે. તેમના ધર્મ પત્ની મીના બહેન ધર્મનિષ્ઠ છે. તેમને પણ બે પુત્રરત્નો છે. જેઓ અભ્યાસ કરે છે. પોતાના બન્ને પુત્રો અને ધર્મપત્ની તારાબહેનનો ઘણો મોટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy