SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1106
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૫૭ ફાળો છે. સંઘ સેવા, સમાજ સેવા અને પ્રભુભક્તિમાં પરિવારની જ પ્રેરણા કારણભુત બની છે. પોતાના પરિવારમાં અઠ્ઠાઇ, ઉપધાન, ઉપવાસ, યાત્રાઓ અને તપસ્યાઓ પણ આટલી જ અનુમોદનનીય થવા પામી છે. શ્રી બટુકભાઈ જગજીવનદાસ શાહ : અમદાવાદમાં ગારમેન્ટ લાઇનમાં સારી એવી પ્રગતિ સાધી છે. અને ૧૯૮૭માં એક વખત રાત્રે ગરીબોને રજાઇઓ ઓઢાડવા રાતના ૧૨થી૩ના સમયમાં ગયેલા ત્યારથી નક્કી કર્યું કે પૈસા આપવાથી જ પુરતી સેવા થતી નથી. તે દિવસથી બે-ચાર મિત્રો ભેગા મળીને ગુલાબબાઈ હૉસ્પિટલમાં ગરીબોને મફત દવા, ફળ વગેરેનું વિતરણની શરૂઆત કરી. ત્યારથી મિત્રોએ ભેગા મળીને તા.૧૫-૧૨-૮૭ થી સદ્કાર્ય, સેવા સમાજની સ્થાપના કરી તે દિવસેથી આજ પર્યંત સેવાના આ કાર્યો ચાલુ છે. બટુકભાઈએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી ઉપાડી લાધી છે. માનવસેવા તથા જીવદયાના તમામ કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રકારના કેમ્પસ તથા શિબિરો, રખડતા બાળકોને ધંધે લગાડવા તથા બુરી આદતોમાથી છોડાવવા, મફત દવા તથા ઓપરેશન શ્રી બટુકભાઈ જાત દેખરેખથી કરાવી આપે છે. ભારે વરસાદ પછી બટુકભાઈ જાતે અસહાય ગરીબોની પાસે જઈ જોઈતી જરૂરિયાત પૂરી પાડે છે. રોગચાળાદિ જેવા પ્રસંગોએ જોઈતી દવાઓની વ્યવસ્થા બટુકભાઈ કરે છે. રકતપીતગ્રસ્ત માનવોની વસાહતો ઊભી કરેલ છે. ૧૨૫ ઉપરાંત ચક્ષુદાન અને દેહદાન પણ થયેલા છે. ઉનાળામાં પાણીની પરબની વ્યવસ્થા થાય છે. હાલ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે દરેક જાતના મેડીકલ ચેકઅપના કેમ્પો બટુકભાઈ જાત દેખરેખ એક ટીમ ઉભી કરી મદદ કરે છે. શ્રી બટુકભાઈ લગભગ ૧૫ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. [શ્રી જે.કે.ગાંધી] સ્વ.બાવચંદ ઝવેરચંદ દોશી તથા શ્રીમતી જયાબેન બાવચંદ દોશી : જૈન ધર્મના રંગાયેલા આ પિરવારની શરૂઆતમાં સામાન્ય સ્થિતિ હતી. ક્રમે-ક્રમે વિકાસ થયો. જન્મ દિવમાં થયેલો, અભ્યાસ મહુવા બાલાશ્રમમાં, રહેવાસી ઉના તથા ઘોઘાબંદર, બાવચંદભાઈ અને જયંતિભાઈ બન્ને ભાઈ, તેમની માતાનું નામ કુંવરબેન, બહુ પરિશ્રમ વેઠીને પુત્રોને મોટા કર્યા હતા, અને ભણાવ્યા હતા, બાવચંદભાઈએ એલ.આઇ.સી. મુંબઈ ફોર્ટમાં વર્ષો સુધી સર્વીસ કરી. બીજું કામ સાઇડમાં કરતાં. અજાતશત્રુ ગણી શકાય પણ ગુપ્તદાનના રસિયા. સારી સ્થિતિમાં સામાન્ય આત્માઓને ઘરનાં મેમ્બરોને પણ ખબર ન પડે તેવી રીતે મદદ કરતાં. તેમનો હસમુખો અને આનંદી સ્વભાવ હતો પરઉપકાર કરવો એ એમનો ધર્મ હતો. સ્વાર્થ વગર અન્યને મદદરૂપ થવું એ એમનો સ્વભાવ હતો. સિદ્ધિગિરિ-નાકોડા (રાજસ્થાન), સલુમ્બરમાં-મલાડમાં ભગવાન પધરાવ્યા છે. મહેમદાવાદ અને મણિનગર વચ્ચે રાસ્કા ગામનાં ઉપાશ્રય માટે રકમ આપી માતા-પિતાનું નામ અમર કર્યુ છે. આ ઉપાશ્રય કુંવરબેન ઝવેરચંદ દોશીના નામનો છે. બુદ્ધિ અને પૈસાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy