________________
૧૦૫૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
સારા શુભ કાર્યોમાં વાપરવો એ એમનો જીવનમંત્ર હતો સિદ્ધિગિરિમાં ચોમાસું કરેલ છે. - અ.સૌ.જયાબેન તેમને દરેક સદ્કાર્યોમાં ભાવપૂર્વક સહકાર આપ્યો. જયાબેનની કોઠાસૂઝના કારણે અનેક સારાં કર્યો થયાં. તેમને જયેન્દ્ર, ધીરેન્દ્ર, ચેતન ત્રણ પુત્રો અને રંજન નામની પુત્રી છે. બાવચંદભાઈ ૭૫ વર્ષના જીવન દરમ્યાન સત્કાર્યો દ્વારા પોતાનું જીવન સફળ કર્યું. પરિવારના બધા જ સભ્યોને પણ ધર્મકાર્યોમાં ભારે શ્રદધા અને ભક્તિભાવ છે. બાલચંદભાઈના જીવનમાંથી જાણવા જેવું : જન્મ લીધો છે તે ઋણ ચૂકવવા, બને ત્યાં સુધી આપવું, લેવું નહિ, ભાર વધારવો નહિ, દિલમાં મૈત્રીભાવ અને કરુણા રાખવા, કર્મથી ખરાબ રોગોમાં પીડાતા દર્દીઓ પર પ્રેમ કષ્ણા રાખવા એ એમના જીવનમંત્રો હતા. શ્રી ભરતકુમાર મહેન્દ્રભાઈ શાહ-બિલીમોરા :
સ્વ. છગનલાલ ઝવેરચંદ શાહના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈના જયેષ્ઠ પુત્ર ભરતકુમાર. બિલીમોરાના સેવાભાવી, ધર્મિક અને સંસ્કારસંપન્ન પરિવારમાં જન્મેલા ભરતભાઈએ પરિવારની વારસાગત એવા અને દાનની પ્રવૃત્તિમાં સતત કર્તવ્યપરાયણ બનીને સુવર્ણકળશ ચઢાવ્યો છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કરીને વાણિજયના સ્નાતક, ધંધાની ઊંડી સૂઝ અને કાર્યદક્ષતાથી યુવાનવયમાં સારી નામના પ્રાપ્ત કરી છે. મૂળ ધંધો તો સોના-ચાંદીનો. ચોકસી બજારના અગ્રણી વેપારી હોવાથી સાથે એમની સાહસપ્રિયતાના નમુનારૂપ બિલ્ડીગ કોન્ટ્રાકટર, ખેતી, વોટરપ્લાન જેવા ધંધામાં પ્રવેશ કરીને ધારેલી સફળતા પ્રાપ્ત કરીને ધંધાકીય ક્ષેત્રમાં અગ્રણી બન્યા છે. ધાર્મિક સંસ્કારોના પ્રતાપે પુણ્ય કાર્યને દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મુકીને વહેતો કર્યો છે. બિલીમોરાના (ઇસ્ટ) વિભાગ ગૌહરબાગમાં શ્રી જૈન શ્વેતાંબર ઉપાશ્રય અને આયંબિલ ભવનના નિર્માણના પુણ્ય કાર્યમાં તન-મન અને ધનથી સહભાગી થયા છે.
એમની શિક્ષણપ્રિયતાના ઉદાહરણરૂપ અનુકરણીય અને અનુમોદનીય કાર્ય તો એ છે કે શેઠ શ્રી મહેન્દ્રકુમાર છગનલાલ ઝવેરચંદ હાયર સેકન્ડરી સ્કૂલના નિર્માણમાં માતબર રકમનું દાન આપીને ભારે મોટું સન્માન પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બન્યા છે. બિલીમોરા જૈન સંઘ, ગૌહરબાગ જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ, બિલીમોરા વિભાગ કેળવણી વિભાગ વગેરે સંસ્થાઓમાં સક્રિય બનીને માત્ર દાન નહિ પણ સમયનો ભોગ આપીને નગરની શૈક્ષણિક, સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કરીને એમની પ્રતિભાનો સાનંદાશ્ચર્ય સૌ કોઈને પરિચય કરાવ્યો છે.
(સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) માલગાંવ (રાજ.)ના દાનવીર સંઘપતિ શ્રી ભરમલજી હુકમીચંદજી બાફના :
પ્રારંભિક જીવન : ઘણા વર્ષો પૂર્વ આ પરિવારમાં સંઘ નીકળ્યો હતો. માટે આ પરિવાર સંઘવી પરિવાર તરીકે ઓળખાય છે. જીવનમાં પરિસ્થિતિ કદી એક સરખી નથી.
સંઘવી ભેરમલજીની પરિસ્થિતિ સામાન્ય હતી છતાં ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. ગામમાં એવી પ્રસિદ્ધિ કે કોઈને પણ બે-પાંચ પૈસાની આવશ્યકતા હોય તોય ભેરમલભાઈ પાસે પહોચી જાય. ઉછીના લાવીને પણ બીજાને પૈસા આપી દેતા. એક જ વાત “કોઈનું દુ:ખ મારાથી જોવાય નહિ.'
એક દિવસ સમાચાર સાંભળ્યા કે છરી પાલક સંઘ બાજુના ગામથી પસાર થશે. ભરમલજી પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org