________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૫૯
ગયા. ગમે તે સંજોગે સંઘના પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવા જ જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. છેવટે પૂ.ગુરુદેવને રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. ભરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું ““દીકરા !જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે તો વધુ ને વધુ સાધર્મિક ભક્તિ કરજે.”
પુણ્ય સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે આ પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ.શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ ઉપધાન તપ કરાવ્યા. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે જ ઉભા રહે. બદામ, અખરોટ, ભરી ભરીને આપે. લેનારને રૂમાલ પાથરવો પડે એ રીતે આપતા.
ત્યારબાદ આ પરિંવારે પ.પૂ. ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ને ગુરુ તરીકે સ્વીકાર્યા. જીરાવલામાં ઓળી, શત્રુંજયનો સંઘ, સંઘવી ભેરુ તારક ધામ વગેરે પૂજયશ્રીના હસ્તે કરાવેલ.
એમના જીવનમાં થયેલ અનેક સુકતો અને સામાજિક કાર્યો :
* ઝિનેસ બુક ઓફ જૈનાજમમાં અંકિત થયેલ ૩૨OO આરાધકોની જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૮૧૮00 અઢમ થયેલા. ૫.૫.આ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં આ અદ ઐતિહાસિક આયોજન થયેલ. * શ્રી માલગામથી શત્રુંજય મહાતીર્થનો ર૭૦૦ યાત્રિકોનો છ'રી પાલિત સંઘ. * સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં દાનવીર પદ પ્રદાન (શ્રી શત્રુંજયને ઐતિહાસિક છ'રી પાલિત સંઘ શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો. ૨૨૦૦ અઠ્ઠમ થયા. હજારો યાત્રિકોએ આ સંઘના દર્શનનો લાભ લીધો તે દરમ્યાન આ પદ પ્રદાન થયેલ. * શ્રી જીરાવલા તીર્થમાં “પરેશ ભોજનશાલા ભવન' નું ભવ્ય નિર્માણ. * તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં “સંઘવીભેરુ વિહાર'' નું ભવ્ય નિર્માણ. * “સંઘવી ભેરુ વિહાર' ની બાજુમાં જ સંઘવી સુંદરબેન. * દેલવાડા તીર્થમાં “સંઘવી ભેરમલજી હુકમચંદજી ભોજનશાળા ભવન'' ૪ શ્રી અચલગઢ તીર્થમાં ““શ્રીમતી સુંદરબેન ભેરમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ. * શ્રી શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વીંગનું નિર્માણ. * જીવનદયા અને સમાજ-સેવા હેતુ માલગાવમાં “સંઘવી પરેશ સેવા કેન્દ્ર” ભવનનું નિર્માણ. * હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું નિર્માણ. * શ્રીમતી સુંદરબેનના વર્ષીતપના પારણા નિમિત્તે સામુહિક બિયાસણા તેમ જ સામુહિક પારણાનું આયોજન. * શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વર દાદાના જિનબિંબોનું ભવ્યાતિભવ્ય ૧૮ અભિષેક તેમ જ સ્વામિવાત્સલ્યનું આયોજન. * શ્રીમાલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઢાઈ મહોત્સવ મહોત્સવનું આયોજન * શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઢાઈ મહોત્સવનું આયોજન. * શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું આયોજન. * શ્રી જીરાવાલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ સ્થાનોમાં ૧૦ નેત્ર શિબિરોમાં ૧૫OO લગભગ ભાઈ - બહેનોના આંખના ઓપરેશન. * ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં મહત્વપૂર્ણ સહયોગ. * શ્રી પાલીતાણા તીર્થે નવાણું યાત્રાનું આયોજન. દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા. “સંઘવી ભેરુ વિહાર” પાલીતાણામાં પ્રતિદિન સાધુ-સાધ્વીજી તેમજ સાધર્મિકોની ભક્તિ. * સંઘ દરમ્યાન શ્રી શંખેશ્વર તીર્થમાં વિશાળ સામુહિક અઠ્ઠમ તપસ્યાનું આયોજન. * શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ. * સંઘવી ભેરમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદશમાં હોસ્પિટલ નિર્માણ પ્રારંભ. * શિરોહી (રાજ.) જનરલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org