________________
૧૦૬૦ ]
L[ જૈન પ્રતિભાદર્શન
હૉસ્પિટલમાં નેત્ર ચિકિત્સાલયનું આયોજન. * તા. પ-૧૧-૯૬ ના સિદ્ધિગિરિ પાલીતાણાથી સમેતશિખરજી મહાતીર્થ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રાનો પ્રારંભ. * અર્બુદાચલ પર્વતની તળેટીમાં “અનાદરા તલેટી તીર્થ” યાને શ્રી ભેરુતારક પાર્શ્વપ્રભુ જૈન જે. મહાતીર્થ જેમા-અતિનયન રમ્ય શિલ્પકલા યુકત વિશાળ જિનાલય, રમણીય યાત્રિક નિવાસ, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ચબુતરો આદિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. * દાનવીર શેઠશ્રી તારાચંદજી ભરમલજી સંઘવી ને શ્રી શાંતિનાથ જૈન યુવા મંડળ આયોજિત જૈન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ચેરમેન દાનવીર શેઠશ્રી દીપચંદભાઈ ગાર્ડી અને ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન અને મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી રાજ કે. પુરોહિત સાહેબ દ્વારા “સમાજરત્ન'ની પદવીથી સન્માનીત કરવા બદલ ગાયત્રી પંચાંગ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન. સ્વ. શેઠશ્રી ભોળાભાઈ જેસીંગભાઈ :
સ્વનામ ધન્ય સ્વર્ગસ્થ શેઠશ્રી ભોળાભાઈ જેસીંગભાઈ દલાલના જીવન સાથે આ પાંચ સગુણો પંચામૃતની જેમ એકરસ બની ગયા હતા. વળી, એકાકી બની ગયેલ લાગતો માનવી સુખ અને મોજપૂર્વક લાંબુ જીવન કેવી રીતે જીવી શકે એનો પણ તેઓ ઉત્તમ આદર્શ હતા.
તેઓનું મૂળ વતન અમદાવાદ. ધંધાર્થે તેઓ દાયકાઓ પહેલાં મુંબઈ જઈને વસેલા. મગજ ઉપર ધંધાનો કે બીજો બોજો રાખવાથી આ વ્યાધિ વધે છે. શ્રી ભોળાભાઈ શેઠ જાણે સાનમાં સમજી ગયા. એમણે વિચાર્યું પૈસો જિંદગી માટે છે, જિંદગી કાંઈ પૈસા માટે નથી. અને પોતાના મનને પૈસાના લોભથી પાછું વાળીને એમણે બેતાલીશ વર્ષની યુવાન વયે શેરબજારની દલાલીનો ધંધો બંધ કરી દીધો અને બધુ તંત્ર એવી શાણપણ ભરી રીતે ગોઠવી દીધું કે જેથી એમનો આર્થિક વ્યવહાર સરખી રીતે ચાલ્યા કરે અને કશી જ માથાકૂટમાં ઊતરવું ન પડે. તેઓ બાણું વર્ષ જેટલી સુદીર્ઘ જિંદગી આનંદપૂર્વક માણી શક્યા એનું એક રહસ્ય આ પણ છે. જે અત્યારના હૃદયરોગ, હાઈબ્લડપ્રેસર કે મગજની બિમારીના યુગમાં બીજાઓને માટે દાખલા રૂપ બની શકે એમ છે. સંતોષ કેળવો અને સુખી થાઓ, એ એનો સાર છે.
જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સને ૧૯૪૦ માં એની પહેલી શાખા અમદાવાદમાં શરૂ કરી શકાઈ તે શેઠશ્રી ભોળાભાઈ તરફથી મળેલ એક લાખ રૂપિયા જેવી સારી સખાવતના કારણે જ. શ્રી મનુભાઈ વિરજીભાઈ સુતરીયા (સાવરકુંડલા વાળા) હાલ સુરત તથા
તેમના ધર્મપત્ની શાંતાબેન મનુભાઈ સુતરીયા : શ્રી મનુભાઈ પ્રતિભાશાળી વ્યકિત હતા. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં ઉદારદિલના વ્યકિત હતા. ધંધાર્થે સાહસિક હતા. તેમની ઉદાર સખાવતો હંમેશને માટે યાદ રહેશે. સાથેસાથે તેમના ધર્મપત્ની શાંતાબેન મનુભાઈ સુતરીયા વિચારશીલ અને સમાજનું ઉત્કૃષ્ટ તેમના હૃદયમાં વસેલું હતું. મનુભાઈના સંસારમાં તેઓ તાજ સ્વરૂપ હતા. તેમણે સાથે રહીને જે સખાવતો કરી છે તેથી તેમના તાજમાં યશકલગી શોભી ઉઠી હતી. શાંતાબેનની સખાવતોની મુખ્ય યાદી આ મુજબ છે. ઝઘડીયાજીમાં ધર્મશાળા સંઘને અર્પણ કરી, ચુનાભટ્ટી (મુંબઈ)માં ઘર દહેરાસર બનાવેલ, શત્રુંજય તીર્થ ઉપર બાબુના 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org