________________
અભિવાદન ગ્રંથ ]
દહેરાસરમાં ભગવાન પધરાવ્યા અને દેરી બંધાવી, ઉંમરલાયક ભાવિકોના સંઘો કાઢયા, સાવરકુંડલાથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢયો, સુરતથી ઝઘડીયાજી તીર્થનો સંઘ કાઢયો, પોતાના નામનું ટ્રસ્ટ બનાવી તેમાંથી સાધારણ બાળકોને સ્કોલરશીપ તથા સામાન્ય સાધર્મિક કુટુંબોની મૂક સેવા પણ કરતા હતા.
શ્રી મનુભાઈ સુતરીયા
શાંતાબેન સુતરીયા
શાંતાબેન ઘોઘારી સિદ્ધિચક્ર મહિલા મંડળ સુરત અને હિરપુરા પાર્શ્વ મહિલા મંડળસુરતના પ્રમુખ તરીકે સેવા આપેલ. સુરતની અન્ય અનેક સામાજિક સંસ્થાઓમાં પણ સંકળાયેલા હતા.
મનુભાઈ તા.૨૫-૩-૧૯૭૯ તથા શાંતાબેન તા.૨૫-૯-૯૨ના રોજ સ્વર્ગવાસી થયેલ.
નોધ : શ્રીમનુભાઈ વીરજીભાઈ સુતરીયાનો જન્મ સાવરકુંડલામાં થયો હતો અને શ્રીમતી શાંતાબેન મનુભાઈ સુતરીયાનો જન્મ મોટા ખુંટવડા (તા.મહુવા-જિ.ભાવનગર)માં થયેલ હતો. શાંતાબેનના પિતાશ્રીનું નામ દોશી કપૂરચંદ રાયચંદ તથા માતુશ્રીનું નામ સાંકળીબેન હતું. શ્રી મફતલાલ ફકીરચંદ શાહ-ડભોઈવાળા (જૈન સુવિધિકારક) :
[ ૧૦૬૧
ગરવી ગુજરાત પુણ્યભૂમિમાં અનેક નવરત્નોએ જન્મ લઈ જીવન ધન્ય બનાવ્યું છે. સદ્ભાવનાથી જેઓશ્રીનું જીવન ભવ્ય બનેલ છે, સદ્વિચાર તથા સદાચારની સુવાસ જેઓશ્રીના જીવનમાંથી પ્રસરી રહી છે એવા સૌમ્ય સ્વભાવી, વિશદ વ્યકિતત્વધારી અને સૌજન્યભર્યા સત્કારથી સહુ ભક્તિ રસિક જિનભકતોને ભક્તિપ્રિય બનાવનાર, સ્વબળે દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થથી સમાજમાં પ્રતિભાયુકત સ્થાન પ્રાપ્ત કરનાર ધર્મનિષ્ઠ શ્રી મફતલાલ ફકીરચંદ શાહ (ડભોઈવાળા) ગુજરાતમાં વડોદરા શહેરની સમીપે આવેલ ઐતિહાસિક દર્ભાવતી (ડભોઈ) નગરમાં તા.૨૦-૯-૧૯૩૦ના રોજ શ્રી મફતલાલ શાહ માતુશ્રી કમળાબેનની કુક્ષિએ જન્મ્યા હતા. તેઓશ્રીના પિતાશ્રીનું નામ શ્રી ફકીરચંદભાઈ નેમચંદભાઈ હતું. જેઓશ્રી પણ જૈન સંઘમાં અગ્રગણ્ય કાર્યકર હતા. વીશા શ્રીમાળી જ્ઞાતિ એ જૈનોમાં મૂર્તિપૂજક શ્વેતાબર પરંપરાને અનુસરતી હતી.
સંવત ૨૦૨૬માં પાલીતાણા-કેસરિયાજી નગરે નિર્માણ પામેલ વિશાળ જિનમંદિરમાં ૫૦૦ પ્રતિમાજીની પ્રતિષ્ઠા-અંજનશલાકા વિધિ કરાવવાનો અનુપમ લાભ પ.પૂ. આચાર્યદેવશ્રી અમૃતસૂરીજી મ.સા.તથા પંન્યાસશ્રી ધર્મધુરંધરવિજયજી મ.સા.ની નિશ્રામાં પરમાત્મભક્તિ કરવાનો અલભ્ય લાભ મેળવી અલૌકિક આનંદની પ્રાપ્તિ કરેલ.
Jain Education International
સંવત ૨૦૪૨માં પૂ. આચાર્યદેવ શ્રી જયચંદ્રસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં કૃષ્ણનગરમાં શ્રી સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા કરેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org