________________
૧૦૬ ૨ }
[ જૈન પ્રતિભાદર્શન
( હાલ, અમદાવાદમાં પણ તેઓ નિવૃત ધર્મમયજીવન નવકાર મંત્રના જાપ-ધ્યાન પૂર્વક વિતાવી રહેલ છે, યથાશક્તિ પૂજનો ભણાવી શાસનસેવા કાર્ય જારી રાખેલ છે. તથા તેઓશ્રીનો વિધિવિધાનનો વારસો પોતાના સુપુત્ર શ્રી મુકેશભાઈને આપેલ છે. જેઓ સુંદર રીતે સંભાળી યુવા વિધિકાર તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. વિધિ વિધાન ક્ષેત્રે યશ, કીર્તિ અને નામના પ્રાપ્ત કરવામાં અનેક આચાર્ય ભગવંતોના આશીર્વાદ, પ્રેરણાબળ અને માર્ગદર્શન મળેલ. વિશાળ લોકચાહનાથી આ ક્ષેત્રમાં સુંદર પ્રગતિ પ્રાપ્ત કરવા અંગે પ્રેરણા મળતી જ રહી છે. શ્રી રતિલાલ જીવણલાલ :
આ વિરાટ વિશ્વમાં અનેક આત્માઓનું આવાગમન અવિરત ચાલુ છે. પરંતુ જેઓ પોતાના પુણ્ય વૈભવને પુષ્ટ કરવા સર્વસ્વનું સમર્પણ સર્વજ્ઞ શાસનના ચરણે કરે છે તેઓ ધન્ય છે.
દાનવીર-શુરવીર અને ધર્મવીર શ્રી રતિલાલભાઈનો જન્મ જીવણલાલ અબજીભાઈના કુલદીપક તરીકે શ્રી વર્ધમાનપુર-વઢવાણનગરે અચિરા માતાની કુક્ષિએ થયો હતો. તેમના વડીલબંધુ શ્રી શાંતિલાલભાઈ તથા બેન શકરીબેન પણ સુંદર ધર્મભાવનાથી ભાવિત હતા. માતા-પિતાના સુંદર ધર્મસંસ્કારોને ઝીલતા વ્યાવહારિક અભ્યાસ સાથે શ્રી જૈનભક્તિ, સુપાત્રદાન અને સાધર્મિક ભક્તિ વગેરે સુકૃતોથી તેમનો જીવનબાગ રમ્ય અને રળીયામણો ભવ્ય અને ભભકદાર બન્યો હતો. આર્થિક સ્થિતિ મધ્યમ છતાં અજબગજબની દાનલીલા અચિતા માતાનું આભૂષણ હતું. તેમના વડીલબંધુને પોતાનું રજતનું આભૂષણ વેચીને સ્વહસ્તે તિલક કરીને મુંબઈ મોકલ્યા હતા. હાલ અને વાત્સલ્યભરી માતુશ્રીની વિદાયથી જાણે લક્ષ્મીદેવીએ સ્વયંવરા બનીને તેમના ચરણનો આશરો લીધો.
વ્યપારમાં લઘુબંધુ રતિલાલભાઈના નામથી જ તેઓ મુખ્યતા રાખતા હતા. કોઈપણ ક્ષેત્રમાં સંપત્તિનો વ્યય કરતાં શ્રી શાંતિલાલભાઈ મુક્ત કંઠે કહેતા હતા કે આ બધું અમારા નાનાભાઈ શ્રી રતિલાલભાઈના પુન્યનું જ છે. ઘણાં વર્ષો પછી એક વખત બને ભાઈઓની સંપત્તિ અલગ કરતાં મોટાભાઈનો વેપાર ઠંડો પડી ગયો. જયારે બન્ને ભાઈઓ સંયુકત થયા ત્યારે રીસાયેલા લક્ષ્મીદેવી મનાયા અને ધર્માત્માશ્રી રતિભાઈનો પુન્ય પ્રકર્ષ પુરવાર થયો. જીવનમાં એક દિવસ પણ આર્થિક સંપતિને મેળવવાની આરંભ-સમારંભ નહિ કરનાર પણ લાખોની સંપત્તિને સુકૃતમાં વાપરી શકે એ એમના માટે અદ્દભૂત આશ્ચર્ય હતું.
અનેક જિનમંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જિન બિબોની પધરામણી, શ્રી સિદ્ધિગિરિ રાજમાં આગમ મંદિરની પ્રતિષ્ઠાના અવસરે શ્રી સુવિધિનાથ ભગવાનની ચૌમુખજીની દેરીની સાડંબર પધરામણી પ્રસંગે બહુસંખ્ય સ્નેહી સ્વજન સાધર્મિક વાત્સસ્યમાં જયણાનું સુપેરે પાલન કરાવવા તેઓ ખડે પગે હાજરી આપતા હતા. ગિરિવિહારનું બાંધકામ પણ ગાળેલા પાણીથી પાસે ઉભા રહીને કરાવી શ્રી સંઘને સમર્પણ કરેલ. જે આજે પણ અનેક યાત્રાળુઓના આશ્રયધામ સમો બન્યો છે.
સૌરાષ્ટ્રમાં તેમજ મુંબઈ-માટુંગામાં, ધર્મસ્થાનોમાં, દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ખાતામાં, પાઠશાળામાં, જ્ઞાનભંડાર તેમજ પાંજરાપોળ આદિ અનેક ક્ષેત્રમાં તેમણે અદ્દભૂત કોટીની દાનગંગા વહાવી છે. વઢવાણ શહેરમાં અંજન શલાકા મહોત્સવ પ્રસંગે શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિષ્ઠા શ્રેષ્ઠિવર્ય આ બંધુબેલડીના , ઉછળતા ભાવોલ્લાસ પૂર્વક થયેલ અને બાવનજિનાલયમાં પણ પોતાના પરિવારના હસ્તક અનેક |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org