SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1112
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ / [ ૧૦૬૩ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ છે. તે અવસરે વઢવાણ શહેરના દરબાર સુરેન્દ્રસિંહજી પાસે પણ રાણીછાપ રૂપિયાનું વરસીદાન વગેરે ઘણા સુકૃતો કરાવ્યા હતા. શાંતિલાલભાઈની ત્રણ સુપુત્રીઓ તેમજ રતિલાલભાઈના પાંચ સુપુત્રો તથા ત્રણ સુપુત્રીઓએ ઉત્તમ ધાર્મિક સંસ્કારથી પોતાના ભાવિને ઉજજવળ બનાવ્યું છે. તેમના ધર્મ પત્ની પાર્વતીબેન તથા પુરીબેન તમામ સુકૃતના સહભાગી હતા. તેમની કુટુંબ ભાવના પણ અનેરી હતી. સાત પેઠીના કુટુંબીજનોને દસ તોલા સોનું તથા રૂપિયા બાર હજાર અને સાસરવાસી પુત્રીઓને રૂા. પાંચસોની પહેરામણી કરી હતી. દેવ-ગુરુ ધર્મપ્રત્યેની ભાઈશ્રી રતિલાલભાઈની શ્રદ્ધાં અજબ ગજબની હતી. માટુંગામાં ગિરિવિહાર, તેમના બંગલામાં વર્ષોથી શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. હાલ ગોવિંદજી ખોનાના નિવાસ સ્થાનમાં એ દેરાસર મોજુદ છે. રામલક્ષ્મણની જોડી સમાન આ બંધુ બેલાડીએ જિનભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ તેમજ જીવદયાના સુકૃતો દ્વારા પોતાના ભાવિને ભવ્ય અને ભભકદાર બનવામાં પ્રમાદ કે પીછેહઠ કરી નથી, કચાશ કે કમીના રાખી નથી. તેના પરિણામે અંતિમ સમયે ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિજી મ.સા.ના. શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકરવિજયજી મ.સા.ના સ્વમુખે સુંદર નિર્ધામણા અને આરાધના કરવાનું સદ્ભાગ્ય જાગ્યું.સં. ૨૦૧૨ ની સાલમાં ભાદરવા માસમાં શાંતિલાલભાઈનો જીવનદીપક બુઝાયો. રતિલાલ જીવનલાલના ધર્મપ્રેમી જીવનનો વિશિષ્ઠ વૈભવ. પોતાના જમણા હાથે જન્મથી ખોટ હતી. પાંચ આંગળીઓ તેમજ હથેળી ન હતી. છતાં કલ્પવૃક્ષે તેમની મુઠીમાં આશ્રય લીધો હતો. અને મહાદાનેશ્વરીપણાના બિરૂદને દાનની ગંગા વહાવવા દ્વારા પ્રાપ્ત કર્યું હતું. લગ્નના દિવસે તેમને આયંબિલ તપ હતું. પ્રતિક્રમણ કર્યા બાદ લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો. દેશમાં, નગરમાં, શેરીમાં કે સ્નેહી સજજનમાં કોઈપણ સર્વ વિરતિના માર્ગ પ્રયાણ કરતાં હોય તેમને હાર્દિક અભિનંદન આપતાં અને ઉછળી ઉછળીને ઉત્સવમાં તન-મન-ધનના યોજનથી પોતાના ચારિત્રાવરણીય કર્મને પાતળા પાડતા હતા. મુમુક્ષુને કહેતા હતા કે ધન્ય છે તમને. પ્રભુ મહાવીરના માર્ગે પ્રયાણ કરીને સાત પેઢીમાં અજવાળા કર્યા છે. સંસારના કીચડમાં ખૂંચેલા એવા મને ધિકકાર છે. તેઓ હંમેશા બે હજાર નવકાર મંત્રનો જાપ કરતા હતા. વર્ષો સુધી નિયમિત એકાસણા, બિયારણા, દ્રવ્ય સંક્ષેપ પૂર્વક કર્યા છે. ૨૦૧૭ની સાલથી તેઓને પોતાના વિશાળ નિવાસસ્થાનમાં જવાનો ત્યાગ હતો. માત્ર એક જ રૂમ વાપરવાની જયણા હતી. ચોમાસામાં મોટે ભાગે મૌન રાખતા. ગુરુ મહારાજ સાથે વાત કરવાનો પ્રસંગ બને તો વાત કરતા. સ્નેહી સજજન સાથે લખીને જવાબ દેતા. દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતું, પાંજરાપોળ વગેરે વારંવાર સાર સંભાળ કરતાં. ઠંડીમાં કે તાવ આદિના વાયરામાં ગરીબોના ઘરે ઘરે જઈને ઘાબળા, ગરમ કપડા, દવા, ફુટ વિગેરના સમર્પણાથી તેમના આશીર્વાદ વારંવાર મેળવતા. જીવનમાં જાગૃતિ એ જ જાહોજલાલી-પ્રમાદ એ જ પાયમાલી એવી માન્યતા દ્રઢપણે ધરાવતા. તેમની જીવનયાત્રા મૃત્યુના કિનારે આવી પહોચી. અનેક સંસ્થાઓ અને ધર્મસ્થાનોના પ્રાણ સમા શ્રી રતિલાલભાઈ તબિયતની ઢીલાશના કારણે પડી જતાં બિમાર પડી ગયા. બે દિવસ સુધી બિમારીમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy