________________
૧૦૬૪)
[ જૈન પ્રતિભાદર્શન
તેમના માન્ય આરાધકભાવનામાં નવકાર મંત્રની અને ચત્તારિ મંગલની ધૂનમાં જ સમાધિ મૃત્યુને સંવત ૨૦૪ ના ચૈત્ર વદ આઠમના વર્યા. મુકિતની નિકટતા સાધી જનાર આ ધર્માત્માનું જીવન અનેકને પ્રેરણાના પીયુષ પાન કરાવે તેવું છે. શ્રી રામજીભાઈ મેઘજીભાઈ ગુઢકા :
છેલ્લા પિસ્તાલીશ વર્ષથી અવિરત સેવા તેઓશ્રી હાલારી વિશા ઓશવાળી સમાજને આપી રહ્યાં છે. શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજના મંત્રી તરીકે તથા સમિતિના પ્રમુખ તરીકે આ કાર્યો કરે છે અને ઘણાં વર્ષો સુધી સમાજના પ્રમુખ તથા ટ્રસ્ટી સ્થાને હતા. ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ (ભારત) ની સ્થાપનાના ચૌદ વર્ષ દરમ્યાન કુલ સાત વર્ષ પ્રમુખ તરીકેની સુંદર સેવા અર્પે છે. ભીવંડીમાં તથા જામનગરમાં હાઈસ્કૂલ બાંધવાની શરૂઆત પુરજોશથી તેમના નેતૃત્વ હેઠળ થઈ છે. શ્રી ઘાટકોપર જૈન શ્વે. મૂ. પૂ. તપગરછ સંઘના ઘણા વર્ષોથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે અતિ સુંદર સેવા કરી રહ્યા છે. ઘાટકોપરમાં (સારા ય મહારાષ્ટ્ર રાજયમાં) પ્રથમ કક્ષાના શ્રી મુનિસુવ્રત જૈન દેરાસરના નિર્માણ કાર્ય તથા નૂતન ઉપાશ્રયના બાંધકામ તેમના નેજા હેઠળ પૂર્ણ થયા છે. .સ. ૧૯૬૭થી ૧૯૯૮ સુધીના સમયમાં શ્રીસંઘની વધુ ને વધુ પ્રગતિમાં સુદર યોગદાન આપી શક્યા છે. આધ્યાત્મિક જીવન જીવવું એ તેમનો આદર્શ છે.
શ્રી રામજીભાઈ ઘાટકોપર જૈન છે.મૂ.પૂ. તપગરછ સંઘના પ્રમુખ તરીકે તથા ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓશવાળી સાર્વજનિક પાંજરાપોળ (વડાલીયા સિંહણ)ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે દશ વર્ષથી સેવા આપી રહ્યા છે ઓશવાળા પાર્ક છે.મૂ.પૂ. તપગરછ સંઘ-ભીવંડીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ચૂંટાયા છે. જિનાલય બાંઘકામ માટે જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે. ૭૫ વર્ષની વયે પણ શાસનસેવા અને સમાજ સેવાના કાર્યો અનુમોદનીય અને અનુકરણીય રીતે કરી રહ્યા છે. શ્રી વસંતલાલ મણિલાલ શાહ (એડવોકેટ) અમદાવાદ :
શરૂમાં પ્રભુભક્તિમાં પુજા મંડળ શરૂ કર્યું. નામ આપ્યું શ્રી મહાવીર પૂજા મંડળ. પૂજનોમાં ક્રાતિકારી ફેરફારો કર્યા. લગભગ ૧૨૦૦ પૂજનો અત્યાર સુધીમાં આ પૂજન મંડળે ભણાવ્યા છે. * જુદા જુદા ગામમાં, જુદા જુદા સ્થળે, જુદા જુદા પૂજયશ્રીઓની નિશ્રામાં શ્રી વસંતભાઈએ પૂજન ભણાવી આગવી છાપ ઉભી કરી છે. - તેમાં તેણે ખાસ સુધારી દરેક પૂજનોની પુસ્તિકાઓ છપાવી, ભેટ રકમોનો સદ્ ઉપયોગ કરી લોકોને પૂજનમય બનાવ્યા છે.
તા.૧-૪-૯૯થી તેઓએ એડવોકેટના ધંધામાંથી નિવૃત્તિ લઈ ફકત પ્રભુભક્તિના કાર્યો શરૂ કર્યા છે.
ઘણા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં તથા સાધર્મિકોને દાન આપી સાતેય ક્ષેત્રમાં ભેટ-દાન સમર્પિત કરી શ્રી મહાવીર મંડળે એક આગવી છાપ ઉભી કરી છે. મંડળના સભ્યો પૂજન ભણાવવાનું મહેનતાણું લેતા નથી.
જેિ. કે. ગાંધી સ્વ. વાડીલાલ છગનલાલ શ્રોફ :
ગોધરા શ્રી છગનલાલ હેમચંદના પનોતા પુત્ર શ્રી વાડીલાલ છગનલાલ શ્રોફ. વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત [ કરીને મહાસુખલાલ વીરચંદ શ્રોફની પેઢીમાં સતત વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા કરીને સ્વતંત્ર રીતે શ્રોફના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org