SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1114
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ધંધામાં વિકાસ કરી· સ્થાયી થયા. શ્રી શાંતીનાથ જૈન દેરાસરની પેઢી ગોધરા (પંચમહાલ)ના વહીવટકર્તા અને પ્રમુખ તરીકે લગભગ ૨૦ વર્ષ સુધી જવાબદારી સંભાળીને જિનશાસનની પેઢીના કાર્યદક્ષ વહીવટના સહભાગી બન્યા. શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનશાળા અને શ્રી શુભંકર-સૂર્યોદય જ્ઞાનમંદિર જેવી શ્રુતજ્ઞાન રક્ષક અને સંવર્ધક સંસ્થા ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. ગોધરાના પ્રતિષ્ઠત નાગરિક તરીકે વીશાનીમા જૈન સમાજના ઉત્કર્ષની સંસ્થા શ્રી કેશવલાલ વિદ્યોતેજક સોસાયટી, પાંજરાપોળ, ગોધરાસીટી કો.ઓ.બેન્કની ક્રેડિટ કમિટિના માનવંતા સભ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન કર્યુ હતું. [ ૧૦૬૫ સ્વ. વાડીલાલભાઈની સુપુત્રીએ સંયમ અંગિકાર કરીને રત્નત્રયીની આરાધના કરી હતી. એમના કુળને ગૌરવ અપાવનાર અને માતા-પિતાના ધર્મના સંસ્કારોના વારસાને વટવૃક્ષ સમાન બનાવનાર પૂ.સા.શ્રી મતિગુણાશ્રીજી પણ એમની પ્રતિભાના એક અંગરૂપ છે. તેઓશ્રીએ શ્રી શાંતિનાથ જિન પ્રાસાદના જિર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય નિર્માણમાં તન-મન અને ધનથી સેવા કરીને જૈન સમાજના વિનમ્ર, ધર્મપ્રેમી અને કર્તવ્યપરાયણ સભ્ય તરીકે કીર્તિ પ્રાપ્ત કરી હતી. એમની સેવાકીય પ્રવૃતિઓનો વિચાર કરતાં જૈન બાળકોના ઘડતર માટે ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળામાં વ્યવસાયમાંથી સમય કાઢીને અનન્ય પ્રેરક બન્યા હતા.પાલીતાણા, ગોધરાની ધાર્મિક સંસ્થાઓ અને સમાજના અન્ય લોકો માટે ઉદાર સખાવત કરીને દાન-ધર્મમાં જોડાયા હતા. જિનમંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવીને ગુરુ ભક્તિથી પ્રેરાઈને ગોતમ સ્વામીની મૂર્તિ પણ પધરાવીને દેવ-ગુરુ અને ધર્મના સાચા અનુયાયી બની નમૂનારૂપ જીવન જીવી ગયા હતા. એમની સેવા અને સદ્કાર્યોની કદરરૂપે ગુજરાત સરકાર તરફથી ઓન૨૨ી મેજીસ્ટ્રેટનો માનદ્ હોદો પણ એનાયત કરવામાં આવ્યો હતો. [સંકલન : ડો. વિનભાઈ શાહ વિજયકુમાર (બકુલભાઈ) જયંતિલાલ ઝવેરી-પાટણ (ઉ.ગુ.) : નામ વિજય એટલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિજય પ્રાપ્ત કરીને પાટણના નરરત્નોની યાદીમાં પ્રથમ પંકિતનું સ્થાન ધરાવનાર શ્રી વિજય કુમાર જંયતિલાલ ઝવેરીનો જન્મ તા.૧૨-૧૨-૧૯૪૪ના રોજ પાટણમાં થયો હતો. એસ.વાય.બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરીને મુંબઈ મહાનગરમાં ઝવેરીના વ્યવસાયમાં જોડાયા. જૈનકુળમાં જન્મેલા ઘણા માનવીઓએ આરંભ-સમારંભથી પાપબંધન થાય તેવા હેતુથી ઓછામાં ઓછા પાપવાળા ધંધામાં જીવન વિતાવ્યુ છે. ઝવેરાતનો ધંધો તેમાં સમાવિષ્ટ થાય છે. મુંબઈ જેવા ધમાલીયા વાતાવરણમાં પણ બકુલભાઈએ જૈન ધર્મના આચાર, પાલન અને આવશ્યક ક્રિયાઓ દ્વારા એક ધાર્મિક વ્યકિત તરીકેનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓશ્રીએ તન-મન અને ધનથી કરેલી સેવાકીય નમુના રૂપ સંસ્થાઓ જોઈએ તો સાગર જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી, મંત્રી, પાટણ જૈન ભોજન શાળા, પાટણ પાંજરાપોળ સમિતિના સભ્ય, શામળા પાર્શ્વનાથ દહેરાસર, પ્રમોદકુમાર કેશવલાલ અતિથિગૃહ, નીતિસૂરિ તત્ત્વજ્ઞાન જૈન પાઠશાળા અને ચારૂપ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy