SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન ( દેરાસર વગેરેમાં સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે. એમની સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચની પ્રવૃત્તિ સહૃદયપૂર્વક અને ભક્તિ ભાવનાવાળી સૌ કોઈને અનુકરણનીય બની રહે તેવી છે. દેવ અને ધર્મની સાચી સમજ આપીને ઉન્માર્ગે ગયેલા જીવને ધર્મના માર્ગે લાવનાર ગુરુ ભગવંત પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિથી નતમસ્તક બનીને આજ્ઞાપાલનમાં અહર્નિશ પ્રવૃત રહે છે. અત્યાર સુધીમાં પંદર વખત ઉપધાન તપની આરાધનામાં રસોડાની નમૂનેદાર સેવા આપીને તપસ્વીઓની ભક્તિનો અનેરો લાભ લીધો છે. પહાડી અવાજ, ભરાવદાર શરીર, આકર્ષક વ્યકિતત્વ, વિનય, વિનમ્રતા, સેવાવૃત્તિ, લાગણીશીલતા અને સહાનુભૂતિ જેવા માનવીય ગુણોથી એમની પ્રતિભાનું સાચું દર્શન થાય છે. [સંકલન : ડો. કવિનભાઈ શાહ) ગુરુભક્ત સુશ્રાવક શ્રી વિમલભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ રતનબેન : મુંબઈના ભૌતિક વાતાવરણના કારણે ધર્મથી થોડા દૂર થઈ ગયેલા, પરંતુ ફરી જિનવાણી શ્રવણ અને ગુરુભગવંતોના સાંનિધ્યથી રંગ લાગ્યો. પ. પૂ. ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ને વિનંતી કરી. “ગુરુદેવ! અમારા સંપૂર્ણ પરિવારને તારો!'' યુવાનવયમાં પૂજયશ્રીની નિશ્રામાં તખતગઢમાં ઉપધાન કર્યા. ધર્મનો રંગ લાગ્યો. વિમલભાઈને સોનું પહેરવાનો શોખ. એક દિવસ પૂજા કરતાં આત્મફુરણા થઈ...પ્રભો! મારા અંગ ઉપર દાગીના ને તારા ઉપર નહિ.. એ જ વખતે પ્રતિજ્ઞા કરી. હવેથી સોનાનો શોખ પ્રભુજી ઉપર કરવો. તરત જ હાથની વીંટી ગળાવી વાટકી બનાવરાવી. મોજશોખને તિલાંજલી આપી. Simple living high thinking ભક્તિ અને વિરતિનો પ્રેમ રગ-રગમાં વસવા લાગ્યો... પછી તો થોડા જ દિવસોમાં સોનાની થાળી, કળશ, દર્પણ આદિ તમામ ઉપકરણો સોનાના બનાવરાવ્યા. ““ઉત્તમ પાત્રમાં ઉત્તમ પરિણામ'' હીરા પણ જડાવ્યા. પ્રભુ ભક્તિમાં દ્રવ્ય વપરાય એજ સાર્થક ! ધર્મપત્ની રતનબેન પણ સંસારના સાથી એવા મળેલ કે એક દિવસ સોનાની વાટકી ખોવાઈ ગઈ ત્યારે કહ્યું, પતિદેવ! એકના બદલે બે બનાવરાવી રાખો, ખોવાય તો કામ લાગે! શુદ્ધ અંબર-કસ્તુરી આદિથી પૂજન કરે છે. દર વરસે સોનાના જવલાનો સાથિયો કરે છે. દેવ-ગુરુનો મહિમા વધે...અને લોકો ધર્મને પામે, બસ એ જ એમના અંતરના ઉદ્ગારો...છેલ્લા ઘણા વર્ષથી પૂજય ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ચાંદીના સિકકાથી પ્રભાવના કરેલ છે. ડિસામાં સ્વદ્રવ્ય અતિભવ્ય સામુહિક અપ્રકારી પૂજાનું આયોજન કર્યું. જેમાં યુવા દંપતિઓ અને સંઘ પ્રમુખે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. અમદાવાદમાં સર્વપ્રથમવાર સાડા પાંચ હજાર શ્રાવકોની હઠીસીંગવાડીમાં સમુહ સામાયિકનું આયોજન કર્યું, જેમાં એમના ચિરંજીવી ૧૨વર્ષના મુમુક્ષુ પૃથ્વીકુમારે જાહેરમાં કહયું કે, બાપુજી! તમે આ બધાને સામાયિક કરાવીને રાજી થાઓ છો. પરંતું ખરેખર આનંદિત તો ત્યારે થજો જયારે તમારો આ દીકરો જાવજજીવમાં સામાયિક સ્વીકારે. ગયા વરસે ૨૦૫૪ના જેઠા મહિને શંખેશ્વર તીર્થમાં તેઓએ ૧૩ દીક્ષાઓનું આયોજન કર્યું. જેમાં પોતાના સુપુત્ર પૃથ્વીકુમારને ૧૩ વર્ષની નાની વયમાં ધામધૂમથી દીક્ષા અપાવી. (જેઓ આજે ગણિવર્યશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા.ના. શિષ્ય મુનિ મોક્ષાંગરત્નવિજય તરીકે આરાધના કરી રહ્યા છે. આ દીક્ષા પ્રસંગે ભારતમાં સર્વપ્રથમવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy