SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૬૭ હેલીકોપ્ટરથી વર્ષીદાનનું આયોજન કરવામાં આવેલ. પોતાના બીજા પુત્રને પણ પૂજયશ્રીની પાસે રાખી સ્વયં પણ સજોડે સંયમની ભાવના ભાવી રહ્યા છે. એમને પૂછતાં તેઓ હંમેશા કહેતા હોય છે. કે આ બધું થાય છે તે ગુરુકૃપાથી જ થાય છે.” શ્રી વિલાસભાઈ મોતીલાલ શાહ – માલેગાંવ (મહારાષ્ટ્ર) : અનંતના પ્રવાસી પુણ્યાત્માઓ જાણે સૃષ્ટિના શણગાર સમાન બનીને ઉત્તમકુલ દીપક તરીકે જન્મ પામે છે. શ્રેષ્ઠિવર્ય શ્રી મોતીલાલ વીરચંદ શાહ આત્મકલ્યાણકારી અનેક કાર્યો દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવી ગયાં. અંતરિક્ષજી, મક્ષીજી વગેરે તીર્થરક્ષા કાર્યમાં તેમનું તન-મન-ધનનું અજબ યોગદાન હતું. આણંદજી કલ્યાણજી પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય વગેરે ધર્મસ્થાનોમાં પોતાનો પ્રાણ પૂર્યો છે. તેમના ધર્મપત્ની જાનકીબેન પણ તમામ સુકૃતોમાં તેમના સહભાગી હતા. સુયોગ્ય કુટુંબ પરિવાર પણ પ્રકૃષ્ટ પુણ્યોદયનો પ્રેરક બને છે. પુન્ય પનોતા પિતાશ્રી મોતીલાલભાઈના વંશવિભૂષણ માતુશ્રી જાનકીબેનના લાડકવાયા સુપુત્રનો જન્મ ઇ.સ. ૧૯૪૮માં શુભ દિન, શુભવારે મહારાષ્ટ્રમાં માલેગાંવનગરે થયેલ. ઉત્તમ આત્માઓના આગમન સમયે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે. ગર્ભશ્રીમંતાઈ તેમને સ્વયંવરા બને છે. તેમનું શુભ નામ વિલાસભાઈ રાખવામાં આવ્યું. માતા-પિતાએ સ્થૂલ દેહનાં પાલન -પોષણ સાથે તેમના સંસ્કારોનું કુશળ શિલ્પી બનીને કર્યું. વિલાસભાઈમાં સરળતા, સમતા, પ્રસન્નતા આદિ ગુણો બાલ્યાવયથી તેમના સહચારી બન્યા. વ્યવહારિક જ્ઞાનાભ્યાસ સાથે જિનદર્શન, પૂજન, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી યૌવનનાં પ્રાંગણમાં પ્રવેશ્યા. નિપાણીના શ્રેષ્ઠિવર્યના સુપુત્રી શૈલાબહેન સાથે વિવાહિત થયા. માતા-પિતાની બિમારીમાં અને વૃદ્ધાપણમાં મન મુકીને સેવા કરી. “કુળ દીપાવે તે દીકરા, પાલન કરે તે પુત્ર, અને માતા-પિતાના મનને આનંદ પમાડે તે નંદન.” એ ઉકિત અનુસાર વિલાસભાઈ માતા-પિતાના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પછી તેમના બનાવેલા ધર્મલાભને જળસિંચન કરવા વિલાસભાઈએ કમ્મર કસી. તેમના તમામ સુકૃતોમાં શૈલાબહેન સદા સહચારી સહભાગી છે. તેમની ત્રણ સુપુત્રીઓને પણ ધાર્મિક સુસંસ્કારોના બીજારોપણથી ધન્ય બનાવી છે. તેમના ભગિની શાંતાબેન મણિલાલ પટ્ટણી. અને ભાણેજ અશોકભાઈ પણ વિલાસભાઈના સુકૃતોમાં સદાય ખુશાલી અનુભવે છે. ૧૩ વર્ષથી શ્રીસંઘના ટ્રસ્ટી બનવાનું સૌભાગ્ય તેમને સાંપડયું છે. શ્રી જિનભક્તિની જાહોજલાલી ગૌરવવંતી ગુરુભક્તિ, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ તેમના જીવનનું જબ્બર જમા પાસું છે. કાયમી જિનમંદિરમાં રોશની, આયંબિલ ખાતું, સાધર્મિક અભ્યદય ફંડ વગેરે આત્મોન્નતિના કાર્યોમાં હંમેશા તેઓ ઉલ્લાસિત ચિત્તે સક્રિય છે. સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. ભ.શ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા. અને તેઓશ્રીના આજ્ઞાવર્તિ પૂ.આ.ભ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી મહાબલસૂરિજી મ.સા., પૂ.આ.શ્રી પુન્યપાલસૂરિજી મ.સા., પૂ. આ.શ્રી નરવાહન સૂરિજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy