SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન મ.સા., પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા. આદિ ગુરુભગવંતોના જીવન બાગમાંથી અનેક ગુણ ગુલાબની સુવાસ માણવા અને તેઓશ્રી પાસેથી તત્ત્વામૃતના પાન કરવા ભાગ્યશાળી બન્યા છે. માલેગાવ-શ્રી જિન મંદિરના શતાબ્દિ મહોત્સવની પૂર્ણ તૈયારી પંન્યાસ પ્રવર શ્રીમહાબલવિજયજી મ.સા., પૂ.શ્રી પૂજ્યપાલ વિજયજી મ.સા.ની નિશ્રામાં હતી. અને તેઓશ્રીને ગચ્છાધિપતિનો પત્ર આવ્યો, તુરત આચાર્ય પદવી માટે મુંબઈ તરફ વિહાર કરો. માલેગાવ શ્રીસંઘમાં તમામનો ઉત્સાહ ઓસરી ગયો. ધર્મ સાહસિક શ્રીવિલાસભાઈએ સહુને પ્રોત્સાહન આપ્યું. મુંબઈ પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે જઈ ઉત્સવમાં બન્ને પૂજયોની સ્થિરતા માટે આજ્ઞાપત્ર લઈ આવ્યા. સહુના હૃદય સરોવરીયાને આનંદના નીરથી છલકાવી દીધા, આ છે તેમના ધર્મપ્રેમની પ્રતીતિ. સામાજિક કાર્યોમાં પણ તેમની પવિત્ર પ્રજ્ઞા ચેતનવંતી છે. વર્ધમાન શિક્ષણ સંસ્થા, માલેગાંવ એજયુકેશન સોસાયટી તેમજ ગરીબ અર્થીજનો અનાથના નાથ બની. દાનની દિવ્યગંગા વહાવી, માતાપિતાની પ્રતિષ્ઠાને યશોજજવલ બનાવી રહ્યા છે. આ રીતે શ્રી વિલાસભાઈની અસ્મિતા તેજસ્વી તારલાની જેમ શાસનની ક્ષિતિજમાં ચિરકાળ પ્રકાશિત રહેશે. શ્રી શાંતિલાલ ચુનીલાલ મહેતા : જન્મ તલગામ, ઉંમર વર્ષ ૮૬. પિતાનું નામ ચુનીલાલ, માતાનું નામ રતનબા. શ્રાવક જીવનની ધર્મકરણી : નિત્ય જિન-પૂજા, રાત્રિ ભોજન ત્યાગ, સાંજનું પ્રતિક્રમણ પરમ ઉપકારી પ્રાતઃ સ્મરણીય અમારા કુટુંબના ધર્મદાતા પૂ.આ.દેવશ્રી રામચંદસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સિદ્ધાચલ મહાતીર્થમાં સં. ૨૦૪૦માં આરાધના. ચાંદવડમાં નિર્માણ થયેલ શ્રી જિનમંદિરમાં સ્વદ્રવ્યનો મોટો ફાળો આપેલ. ચાંદવડા દેરાસરમાં ચાંદીના સુપના, પારણું, મુગુટ, બાજુબંધ બનાવડાવ્યા. જૈન પંચાંગ ૧૮ વર્ષથી છપાવી લાભ લીધો. તા.૨૦-૪-૮૮થી શ્રી શાસન પ્રભાવક જૈન રીલિજીયસ ટ્રસ્ટની સ્થાપના. ગિરિરાજની ૫૦ થી વધુ યાત્રા કરી. સાધર્મિક સહાયતામાં ખૂબ રસ હતો. પૂના શહેરમાં સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ. દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૩૧ ઇંચની પ્રતિમાજીની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. છત્રીસક્રોડ ત્રેપન લાખ નમસ્કાર મહામંત્રના આરાધક પ.પૂ. આ. દેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાનની માળ પહેરી. માલેગાવ જ્ઞાન ભંડાર તેમજ કાર્તિક પૂર્ણિમાના ભાતાનું કાર્ય ઘણાં વર્ષો સુધી કર્યું. પરિવારને સદા હિતશિક્ષા આપતા દેવગુરુ અને ધર્મની ભક્તિ હંમેશા કરતા રહેવું. સાત ક્ષેત્રોની વૃદ્ધિ કરતાં રહેવું. ધર્મ કમાણી કરી લેવા આ માનવજન્મ છે. પૂજય ગુરુભગવંતના મુખે ચાર શરણા-ક્ષમાપના વગેરે સાંભળતા જીવનને સાર્થક કરી સ્વર્ગવાસી બન્યા. તેઓશ્રીનો આત્મા જયાં પણ હોય ત્યાં દેવ-ગુરુ-ધર્મના સંયોગોને પામી આરાધનામાં આગળ વધી પરમપદને પામે તે જ સૌની શુભાભિલાષા. કોઈપણ ભિક્ષુક આવે તેને ખાલી હાથે કદી મોકલવાનો નહિ. કાંઈને કાંઈ આપવું (અનુકંપાદાન તરીકે) ચાંદવડ દેરાસરનું નિર્માણ જાત દેખરેખ રાખી કરાવ્યું. સરસ્વતીબેન શાંતિલાલ મહેતા : જન્મ યેવલા, પુત્ર-૨, પિતાનું નામ અંબાઈદાસ, માતાનું નામ કેસરબેન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy