SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1118
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | L[ ૧૦૬૯ કર્મ સત્તાને દૂર કરનાર અને આત્મ સંપત્તિને પ્રાપ્ત કરાવનાર : શ્રી જિનેશ્વર દેવોએ બતાવેલા તપ ધર્મ. આરાધના કરી તેની વિગતો : નવપદની ઓળીઓ, ૮ થી ૧૬ ઉપવાસ, ખીરસમુદ્રતપ, વર્ધમાન તપની ઓળીઓ, રત્ન પાવડીતપ, દિવાળીના છટ્ટ, શંખેશ્વરજીના અટ્ટમ, રોહિણીતપ, ઉપાસના, પંચપરમેષ્ઠિ તપ, સંતાનોને ધર્મ સંસ્કાર, જીવદયાનો ખૂબ પ્રેમ, નવકારશી જિનપૂજા, રાત્રિ ભોજન ત્યાગ, ધાર્મિક વાંચન, ચોસઠ પોહરી પૌષધ, પર્વ તિથિએ નાની-મોટી તપશ્ચર્યા, પંચમી, બીજી, અષ્ટમી તપ તેમજ ચંદન બાળનો અઢમ. ધાર્મિક અભ્યાસ : પંચ પ્રતિક્રમણ સૂત્ર-નવસ્મરણ જીવ વિચાર-નવતત્ત્વ. સિદ્ધિગિરિમાં સુપાત્રભક્તિ કરી જીવન ધન્ય બનાવ્યું. જિનાજ્ઞાનો પ્રેમ, શાંતાવભાવ, સમતા, સહનશીલતા વગેરે ગુણોથી જીવન સુવાસિત બનાવ્યું છે. નાના મોટા કોઈપણ કાર્યમાં તથા પૂજય ગુરુભગવંતોની વિહારમાં પણ કેમ ઊંચી ભક્તિ કરી લાભ લેવો તેવા મનોરથો હંમેશા તેમના મનમાં રમતા હોય છે. ભારતભરના મોટા ભાગના તીર્થસ્થળોની યાત્રા કરી જીવનમાં સમ્ય દર્શનની પ્રાપ્તિશુદ્ધિના પ્રયાસો નિરંતર ચાલુ. કંદમૂળ-ચા-ઠંડા પીણા વગેરેનો જીવનભર ત્યાગ. વહાલી પુત્રીઓને ઉત્તમ ધર્મ સંસ્કારો આપ્યા. તેઓ જયાં ગયા ત્યાં પણ ધર્મની સુવાસ વધારી છે. આવા માતા-પિતાનો સંયોગ થયો તે પૂર્વના પુણ્ય વિના થતું નથી. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી પેઢી પરિવારમાં ધર્મ ભાવનાની વૃદ્ધિ થતી રહે તેવી શાસનદેવોને પ્રાર્થના : પુત્રો શ્રી જગદીશચંદ્ર, શ્રી અજિતકુમાર, શ્રી પ્રદીપ કુમાર, ડો. શૈલેષકુમાર. પુત્ર વધૂઓ : સૌ. મયણા સુંદરી, સી.ભારતી બેન, સૌ. અલકાબેન, સૌ. ચિત્રાબેન. સુપુત્રીઓ : સૌ. મીરાબેન, સૌ. શીલાબેન (ધુલીયા) આ સુંદર અનુમોદનીય કરણી લખી મોકલવા પાછળ એક જ ભાવના છે. આપણે સૌ ધર્મમાં આગળ વધીએ. પરમપદ નિકટ બનાવીએ. જીવનની બાકી રહેલી ક્ષણો આરાધના કરી ધન્ય બનાવીએ. શ્રી સોભાગચંદ એમ. શાહ-બિલીમોરા : શિક્ષણ-સેવા અને ધર્મ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં સદાબહાર યુવાન સમાન સતત વધારાયણતાના દષ્ટાંતરૂપ વ્યકિતત્વવાળા શ્રી સૌભાગચંદ એમ. શાહ. ખડસુયા (નવસારી) જન્મ ભૂમિ અને બિલીમોરા અને તેની આજુબાજુના વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. બાલ્યાવસ્થામાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતૃવાત્સલ્યને સ્વ પ્રયત્નોથી જ ધનનો ઉબડખાબડ માર્ગ પસાર કરીને રાજમાર્ગ પર વિહાર કરતાં થયા છે. M.S.C., B.edની પદવી પ્રાપ્ત કરીને શિક્ષક તરીકેના કામનાં સફળતા પ્રાપ્ત કરીને આચાર્યના ગૌરવવંતા પદે પોસ, શિક્ષણની ઊંડી સૂઝ, કાર્યદક્ષતા, પ્રભાવશાળીને સફળ નેતાગીરી, સાચા માર્ગદર્શક છે. મંગળદાસ વિભાગ કેળવણી મંડળ-આંતલીયા, બિલીમોરા એજયુકેશન ટ્રસ્ટ, બિ મોરા વિભાગ કેળવણી મંડળ વાણિયા મીલ હાઈસ્કુલ વગેરે સંસ્થાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો કરીને વિકાસમાં સહભાગી બન્યા છે. (સંકલન : ડો. કવિનભાઈ શાહ સ્વ. સંઘપતિ સેવંતીલાલ દલીચંદ શાહ : સૌરાષ્ટ્રના મહુવા (મધુમતી) નગરીમાં સંઘપતિશ્રી દલીચંદભાઈને ત્યાં તેમનો જન્મ થયેલો ૧૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy