SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન (સં.૧૯૭૭માં). માતુશ્રી જશીબહેને બાળપણમાં જ સંસ્કાર અને ચરિત્રનું ઘડતર કર્યું. બાલ્યવયથી જ કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તેજવી કાર્યપદ્ધતિ અને નિશ્ચલ નીતિ-નિષ્ઠાની ચેતનાથી અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમના હસ્તે નવપલ્લવિત બની. ઘોઘારી જ્ઞાતિમાં આગવું સ્થાન ધરાવનાર બન્યા. સાત પેઠીથી ચાલ્યો આવતો શાસન પેઢી (પધાતારા પઢી)નું વારસદારપણું સ્વીકાર્યું. નાનપણથી જ પિતા સાથે શાસન કાર્યોમાં સાથે જ રહેતા. પિતાશ્રીના અવસાન બાદ સંઘપતિ તરીકે મહુવા શ્રીસંઘનું નેતૃત્વ તેમને સંભાળવાનું આવ્યું. મહુવા મ્યુનિસિપલમાં આગવું સ્થાન ધરાવનાર હતા. પૂ.શાસન સમ્રાટ પ્રત્યે અવિહડ શ્રદ્ધા તેમના રોમેરોમમાં વણાઈ ચૂકી હતી. જન્મથી જ કુશાગ્ર બુદ્ધિના કારણે ગમે તેવા વિકટ પ્રશ્નોના ઉકેલ ક્ષણમાં લાવી આપતા. સમાજમાં કોઈ પણ વ્યકિત ગમે ત્યારે માર્ગદર્શન માગે ત્યારે પ્રેમથી-વાત્સલ્યથી અને વ્યવહાર ઉચિત માર્ગ બતાવતા.... સોહામણા અને સુવાળા દિવસો કયારે એક સરખા જતા નથી. વિ.સં.૧૯૫૪ ચૈત્ર વદ સાતમે નાની શી બિમારી જીવલેણ નીવડી. મોત ન ગુંજતી હૈ, ન ગુનગુનાતી હૈ, ચૂપકે સે આતી હૈ ઔર ચલી જાતી હૈ. ન તો ઇન્વીટેશન કાર્ડ ભેજતી હૈ...નવકાર મંત્રના ધ્યાને સમાધિ મૃત્યુને ભેટયા...મધુપુરીનો સિંહ દર્ટ સામે ઝઝુમ્યો, પણ ઢળી પડયો... સુવાસ પ્રસરાવનાર સેવંતીભાઈનું નામ તેવા જ ગુણો હતા. જીવનના અંત સમય સુધી શાસનસેવા, સમાજસેવા, સાધર્મિક સેવા, હોસ્પિટલોમાં સેવા અને સ્કુલમાં પણ સેવાનું કાર્ય કર્યું. કાર્યદક્ષ, દીર્ઘદર્શી. ગંભીર ને ખંતીલા આ મહામાનવ હતા. માન સરોવરમાં હંસ શોભે તેમ પગાતારા સમાન હતા. કેવડો સુગંધથી મહેકે તેમ ચોમેર કાર્યની સુવાસથી મહેકતા હતા. સાહસિકતા અને શૂરવીરતાથી જીવન જીવી જાણ્યા...વાણી, વિચાર અને વર્તન દ્વારા સૌ કોઈના લાડીલા બની ચૂક્યા હતા. પ્રકૃતિમાં પ્રસન્નતા, સ્વભાવમાં શાંતતા અને વાણીમાં મધુરતા હતી. કરૂણાસભર હૃદયથી દીનદુઃખીયાનો દીનાનાથ બન્યા હતા. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે અથાગ લાગણી ધરાવનારા હતા. મા મહારાજ પૂ. વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા., શાંતમૂર્તિ ફઈ મ.પૂ. શશિપ્રભાજી મ.સા., માસી મ. પૂ. લલિતયશાશ્રીજી મ.સા.ની સતત પ્રેરણા. બેન મ. લક્ષગુણાશ્રીજીની સાંનિધ્યતાથી ખૂબ ખૂબ શાસનસેવામાં આગળ વધી મહુવા શ્રીસંઘનું નામ ગૌરવવંતુ બનાવ્યું. ગુરુભગવંતોના દિલમાં વસ્યા હતા. છ'રી પાલિત સંઘ કે ઉપધાન તપની આરાધનામાં, અંજનશલાકા કે પ્રતિષ્ઠા મહોત્સવમાં ખડે પગે સેવા આપનારા હતા. ડોકટરોના કલ્યાણ મિત્ર હતા. નામથી વિદાય લીધી, કામથી તો સદા અમર બની ગયા. સૌરાષ્ટ્રમાં જૈન સંઘમાં મહુવા શ્રીસંઘમાં કાયમી આગવું સ્થાન ધરાવનાર હતા. ભાર સઘળો ઉંચકી તમે બાગનું સર્જન કર્યું. મીઠી વિરડી બની અમી સિચન કર્યું. સહુમાં મોવડી બની માર્ગ ચિંધ્યો તેમ. વાટ પકડી અંતિમ ધામની મધુરી યાદ મૂકી તમે પધા-તારાની પરાગ પ્રસરાવી...પુષ્પ કરમાઈ ગયું....જૈનમ્ જયતિ શાસનમ્. સ્વ. હીરાલાલ ખોડીદાસ શાહ : શિસ્ત ને સત્યના આગ્રહી હતા. અમદાવાદ-લક્ષ્મીવર્ધક સંઘમાં કાયમી ટ્રસ્ટી તરીકે હતા. કોઢ ગામમાં તેમની ઘણી સખાવતો જાણીતી છે. પાંજરાપોળ, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ વગેરે. અમદાવાદમાં લક્ષ્મી વર્ધક સંઘમાં પાઠશાળામાં દાન આપી વ્યવસ્થિત કરી. આયંબિલ શાળાને પણ | ખૂબ વ્યવસ્થિત કરી. દહેરાસરમાં ઘણા ફેરફારો કરી દેદીપ્યમાન બનાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy