SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1120
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૭૧ છેલ્લે શ્રી હીરાલાલભાઈની માનવસેવા માટે ખાસ ભાવના હતી તેમાં તેઓને કુમારપાળભાઈ શાહ ધોળકાવાળા મળતાં તેમની યોજના સાકાર બની. ટ્રસ્ટનું સ્વતંત્ર મકાન બનાવી ઓ.પી.ડી. વિભાગ શરૂ કર્યો. કેટલાય વર્ષોથી નિયમિત દર્દીઓની સેવા કરી રહ્યું છે. તેણે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું નામ આપી જૈન-જૈનેત્તરના ભેદભાવ સિવાય ૧૦ રૂ.ની દવા ફકત રૂા. રમાં આજની મોંઘવારીમાં આપવામાં આવે છે. છેલ્લે સંઘની ટીપ કરતાં હાર્ટએટેક આવવાથી ગુજરી ગયા. તેમના પુત્ર મુકેશકુમાર હાલ બધું વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છે. જે. કે. ગાંધી શ્રી વિનુભાઈ કપાસી : ધી વિનોદભાઈનો જન્મ ૧૯૩૮માં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે થયો. પિતાશ્રી જગજીવનભાઈ કપાસીના ચાર પુત્રો અને બે પુત્રીઓના પરિવારમાં તેઓ સૌથી નાના છે બી. ઈ. સિવિલમાં સ્નાતક થઈને ઇગ્લેન્ડ ગયા અને ત્યાં કર્મભૂમિ બનાવી. પોતે એજીનીયર હોવા ઉપરાંત સારા સાહિત્યકાર પણ છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને આગમોનો અભ્યાસ કરી તેમનું પ્રથમ પુસ્તક ઇન સર્ચ ઓફ અલ્ટિમેટ પ્રગટ થયું. પછી તો જૈનધર્મની પ્રવૃત્તિમાં સક્રિય બન્યા. યુરોપમાં લેસ્ટર ખાતે સર્વ પ્રથમ જૈન મંદિરના નિર્માણમાં કમિટિ મેમ્બર તરીકે અને ત્યાર પછી મહાવીર ફાઉન્ડેશનમાં જોડાયા. તેઓશ્રી મીડલસેક્ષ ખાતે જૈન સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ છે. લંડન ખાતે ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજીના જૈન એજ્યુકેશન બોર્ડના ચેરમેન પણ છે. લંડનની બર્કબેક કોલેજમાં તેઓ જૈનીઝમ શીખવી રહ્યાં છે. હાલમાં નવસ્મરણ ઉપર અભ્યાસ કરી લંડનમાં કીંગ્સ કોલેજ ખાતેથી પી. એચ. ડી. કરી રહેલ છે જૈનધર્મ ઉપરના તેમના ઘણા પુસ્તકો પ્રગટ થયાં છે. ૧૯૯૩માં શિકાગોમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજીયનમાં તેમણે પોતાની થીસીઝ આપી હતી. આ વર્ષે કેપ ટાઉન સાઉથ આફ્રિકા ખાતે યોજાનારી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજિયનમાં તેઓ ફરીથી બે પ્રવચન આપશે આ બધા કાર્યોમાં તેમના પરિવારનો ઘણો જ સહયોગ છે. સ્વ. શ્રી રતિલાલ પ્રભુદાસ - શ્રી રતિલાલભાઈ ભાવનગરના વતની હતા. વિ. સં. ૧૯૬૦ના કા. શુ. ૧૩ના રોજ પ્રભુદાસ રામચંદને ત્યાં તેમનો જન્મ થયો. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં સારી એવી નિપુણતા મેળવી શક્યા હતા. અમદાવાદવાળા માકુભાઈ શેઠના ઐતિહાસિક યાત્રા સંઘમાં સાથે જઈને બેનમૂન ફોટો પાડવાની કામગીરીથી સારી નામના મેળવી. ફોટોગ્રાફીમાં સિદ્ધિના સોપાન સર કરતા રહ્યા. સ્વભાવે સરલ અને આનંદી હતા એટલે સૌના પ્રીતિપાત્ર બની શકયા. ભાવનગરની આત્માનંદ સભામાં પણ તેમની વિશિષ્ઠ ફાળો રહ્યો છે. વૃદ્ધોને, લુલા પાંગળા અપંગોને ખૂબ ખૂબ જમાડતા, અને પરમ સંતોષ અનુભવતા. ગરીબોને દાન આપવામાં પાછું વાળીને જોયું નથી. ભાવનગરમાં અભિનંદનસ્વામી મંદિરમાં પોતાના બેન વતી તથા પિતાશ્રી વતી એમ બે પ્રતિમાજી પધરાવ્યા હતા. દોશીવાડીની પોળ અમદાવાદમાં રહેતા ત્યારે પૂ. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ખૂબ જ સેવાભાવથી કરતા. જૈન સમાજના આ જ્ઞાતિસેવક શ્રી રતિલાલભાઈ વિ. સં. ૨૦૩૦ના કા. વદ અને દિવસે સ્વર્ગવાસ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy