SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૨ ) [ જૈન પ્રતિભાદર્શન દ્વારકાના જૈન શ્રેષ્ઠિરનો વૈષ્ણવોનું પશ્ચિમ ભારતનું ચોથું ધામ દ્વારકા જે પ્રાચીન સમયમાં આપણા સ્તવન, સઝાય, થીયોમાં ઉલ્લેખો મુજબ વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન તથા આવતી ચોવીશીના બારમા તીર્થંકર પરમાત્મા અમરનાથ ભગવાન (કૃષ્ણ પરમાત્માનો જીવ) આ ભૂમિ ઉપર વિચરેલ છે. કાળક્રમે આ ભૂમિ ઉપરથી જૈનોની વસ્તી ઓછી થતી ગઈ. દોઢસો વર્ષ પહેલા આ ભૂમિમાં જૈનશ્રેષ્ઠિ મોનજીભાઈ ધનજીભાઈ ગાંધી જામનગરના લાલપુરથી વ્યાપાર અર્થે અત્રે આવ્યા. તેમના પરિવારમાં તેઓના પૌત્ર શ્રી મુળજીભાઈ, કાલીદાસભાઈ, જીવરાજભાઈ એ અત્રે વ્યાપાર સાથે આ ગામના નગરશેઠ તરીકે કર્તવ્ય બજાવતા અને ગામના સાર્વજનિક કાર્યો પણ કરતા. શ્રી કાળીદાસભાઈ ઘણા જ ભદ્રિક આત્મા, તેમના બે પુત્રો શ્રી મણિલાલભાઈ તથા શ્રી વિઠલજીભાઈ જેમાં શ્રી મણિલાલભાઈના વિધવા પત્ની જડાવબેન તથા દીકરી લક્ષ્મીબેને દીક્ષા લીધી અનુક્રમે જયશ્રીજી મ.સા. તથા લાવણ્યશ્રીજી મ.સા. થી ઓળખાયા. બીજા દીકરા વિઠલજીભાઈએ દીક્ષા લઈ મુનિ વિનયવિજયજી અનુક્રમે પંન્યાસ તથા આચાર્ય વિનયચંદ્રસૂરિ થયાં. બનાસકાંઠાના રૂની તીર્થનો ઉદ્ધાર કરી ગોડીજી પાર્શ્વનાથનું નૂતન જિનાલય નિર્માણ કરવા તેના કુટુંબી પિતરાઈ ભાઈ જાદવજી વેલજીભાઈને પ્રેરણા કરી સં. ૧૯૯૭માં બારમાં શ્રી વાસુપૂજ્યસ્વામીને ગાદીએ બેસાડ્યા આનો તમામ લાભ શ્રેષ્ઠિવર્ય કાલીદાસ કસ્તુરચંદે લીધો હતો. આરંભડામાં બીજા મહેતા પરિવારના ઓઘવજી રાઘવજી, ભગવાનજી કાળીદાસ તથા ફુલચંદ દેવજી તથા ઓખા બંદર ને હિસાબે અત્રે આવેલ લીંબડીવાળા શાહ શાંતિલાલ શીવલાલે દેરાસરની પ્રતિષ્ઠામાં સારો એવો સહયોગ આપેલો. હાલ દેરાસરનો વહિવટ તેમના વારસદારો કાંતિલાલભાઈ ગાંધી સંભાળે છે તેઓ દ્વારકામાં જૈનતીર્થ નિર્માણની ઉચ્ચત્તમ ભાવના રાખે છે. ભારતભરના જૈનસંઘોએ વિશેષ રસ લઈને પશ્ચિમ દિશામાં આ ભવ્ય જિનમંદિરની જરૂરત વિશે જરૂર રસ ભે તેવી ટ્રસ્ટીઓ અપેક્ષા રાખે છે. ( શાહ કેસરીચંદ દલીચંદ : જન્મ ૧૯-૪-૧૯૨૩ જાવાળ (રાજસ્થાન) મૂળ વતન રોહીડા (રાજ.) ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ વગેરે છેલ્લા ૪પ વર્ષથી ભરુચમાં કબીરપુરામાં નિવાસસ્થાન અને શ્રોફ તથા ફાઇનાન્સનો મોટો વ્યવસાય, છેલ્લા ઘણા વર્ષોથી પર્યુષણમાં ચો. પ્ર. પૌપધ, બે વખત અઠ્ઠાઈ સહિત પ્રથમ ઉપધાન પાલીતાણા મુકામે પ્રથમ માળ પહેરી. બીજ ઉપધાન ભરુચ મુકામે પ. પૂ. આ.શ્રી રાજયશસૂરિજી મ.સા.ની નિશ્રામાં. પ્રભુ ભક્તિ, પ્રભુ પૂજામાં ખૂબ જ આનંદ આનંદ. તેમના પરિવારે વતન રોહિડા (રાજ.)માં પ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં 300 તપસ્વીઓને ઉપધાનતપની આરાધના કરાવી. કબીરપુરાના જૂના ઉપાશ્રય તથા વાડીનો જિર્ણોદ્ધાર કરાવ્યો તેનું સુંદરબેન કેસરીચંદ આરાધના ભવન નામ કરણ કરવામાં આવ્યું. ભરુચ પ્રીતમ સોસાયટીમાં તેમના સ્વદ્રવ્યથી શિખરબંધ આરસનું શ્રી કેસરીયાજી ભગવાનનું નૂતન જિનાલય બનાવ્યું છે. પાલીતાણામાં A rvr to this Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy