________________
અભિવાદન ગ્રંથ ]
| ૧૦૭૩
કાયમી ભાતા ખાતામાં ફાગણ સુદ ૧૫ના દિવસે પરિવાર તરફથી લાભ લેવામાં આવે છે. નીચેના ટ્રસઓમાં સેવા આપેલ છે.
શ્રી પાર્શ્વનાથજી જૈન શ્વે. પેઢી (રોહિડા)માં પાંચ વર્ષ ટ્રસ્ટી હતા, શંખેશ્વર આગમમંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી, ઝગડીયા આત્મારામજી ગુરુકુળમાં ટ્રસ્ટી, આ. કે. પેઢીમાં છેલ્લા દસ વર્ષથી ભરુચના પ્રાદેશિક પ્રતિનિધિ, ભરુચ જૈનસંઘ--જૈન ધર્મ ફંડ પેઢીમાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રમુખ તરીકેની સેવા, ભરુચ તીર્થના જિર્ણોદ્ધારમાં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય કાર્ય કર્યું. ભરુચના નૂતન મંદિરમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો, પ્રતિષ્ઠા સમયે નવકા૨શી વગેરેનો તથા બીજા પણ લાભ મળ્યા. ભરુચ તીર્થની સેવા જીવનના અંત સુધી કરવાની તથા તીર્થને ખૂબ જ સુંદર બનાવવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમના ધર્મપત્ની સુંદરબેન તથા પુત્ર પરિવારનો પણ સુંદર સહયોગ છે. તેમના પરિવારના કેશર સુંદર પબ્લિક ચેરી. ટ્રસ્ટ દ્વારા તથા વ્યક્તિગત રીતે સાતેય ક્ષેત્રમાં, સામાજિક કાર્યોમાં, જીવદયા તથા અનુકંપામાં સારો લાભ લઈ રહ્યાં છે.
શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ દ્વારા ધર્મકાર્યો સમ્પન્ન
ભાવનગર શહેરમાં એક ધર્મનિષ્ઠ દંપતિ ઉમિયાશંકર અને ગીરજાબહેન રહે. સં. ૧૯૭૦ ના કાર્તિક સુદ-૧૧ દેવઉઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. આ પરિવાર નબળી આર્થિક સ્થિતિને કારણે અમદાવાદ આવ્યા. અત્રે દુર્ગાશંકરને જૈન મુનિઓના સંપર્કમાં આવવાનું બન્યું.
પૂ. આચાર્યશ્રી નીતિસૂરિજી મહારાજશ્રીએ દુર્ગાશંકરના લલાટના લેખ પામી ગયાં. અને સમય જતાં પૂ. મુનિશ્રી શાંતિવિજયજી મ.ના હસ્તે દીક્ષા લઈ, ભાનુવિજ્યજી મ.ના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ કર્યો. સમય જતાં ગણિપદવી, પંન્યાસપદવી અને આચાર્ય પદવીથી આરુઢ થય.---જેમના અરધી સદી ઉપરાંતના દીક્ષાપર્યાય દરમ્યાન ઘણા ધાર્મિક કાર્યો પૂજ્યશ્રીના હાથે થયાં. પ્રબળ પુરુષાર્થ અને પ્રેરણાથી અમદાવાદ માદલપુરમાં ભાનુપ્રભા જૈન સેનેટોરિયમનું સર્જન થયું.---જ્યાંથી જૈનોના દરેક ક્ષેત્રમાં યથાશક્તિ ફાળો અપાયો છે. અનેક સ્થળોએ ઉપધાન તપાદિ આરાધનાના મહોત્સવો ઉજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છરી પાલક સંઘો નીકળ્યા. સંવત ૨૦૪૭માં કાળધર્મ પામ્યા બાદ બે વર્ષમાંના ટૂંકા ગાળામાં ગુરુમંદિરનું પણ નિર્માણ થયું. શ્રીસંઘની વિનંતીને માન આપી પૂ.પં શ્રી સુબોધવિજયજી મહારાજે આ સેનેટોરિયમમાં કાયમી સ્થિરતા કરી.
સાબરકાંઠા જિલ્લાના (આમોદરા) ગામમાં પટેલ કોદરભાઈને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. નામ શિવાભાઈ રાખ્યું. આ પરિવાર ખાધેપીધે સુખી હોઈને બીજી કોઈ ચિંતા નહોતી, શિવાભાઈને અમદાવાદમાં આવવાનું બન્યું, સાધુ સાધ્વીઓના સંપર્કમાં આવ્યા અને જૈનધર્મના મહિમાને સમજતા રહ્યા. સં.૧૯૯૪ ના મહાસુદ-૨ ના તેમણે સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. આચાર્ય ભાનુચંદ્રસૂરિજી મ.સા. પાસે રહીને સૂત્રોનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો, સંસ્કૃત સાહિત્યનું પણ અધ્યયન કર્યું આગમોના પણ જોગ કરાવ્યા. ૨૦૧૦ માં ગણિપદ અને પછીથી પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યોમાં તેમનો ઉત્સાહ વધતો રહ્યો ગોતમસ્વામી મહાપૂજન અને ભક્તાભર સ્તોત્રો જેવા પ્રકાશનો ભારે લોકાદર પામ્યા. દરવર્ષે સારી એવી ૨કમ જીવદયા અને સાધારણ ખાતામાં વાપરવામાં આવે છે. અત્રે સુંદર મનોહર જિનમંદિરનું પણ નિર્માણ થયું. પૂ.પંન્યાયસથી સુબોધવિજયજી મ.ની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા શાસનપ્રભાવનાના કાર્યો થતાં રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org