SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન સુકૃતના સહભાગી શ્રાવકો આ વિશાળ વિશ્વમાં જેવી રીતે કોઈ વેપારી પેઢીને કે ફેકટરીને સફળતાપૂર્વક ચલાવવા માટે અને નામ તથા નાણાં કમાવા માટે તેના વિવિધ વિભાગોમાં કામ કરનારા ચકોર અને મહેનતુ કાર્યકરોની જરૂર પડે છે તેવી જ રીતે ભગવાનની શાસનરૂપી પેઢી માટે તે તે ક્ષેત્રના જાણકાર અને ચકોર તથા મહેનતુ એવા કર્મઠ કાર્યકરોની જરૂર પડે છે. સૌભાગ્ય આપણા સૌનું એ છે, કે આ જૈન શાસનમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તે તે વિષયના જાણકાર-નિષ્ણાત અને કર્મઠ શ્રાવકો પાકયાં છે; જેઓએ પોતાની જાતની પણ પરવા કર્યા વિના તન-મન-ધન-સર્વસ્વનો ભોગ આપીને પણ સફળતાપૂર્વક કામ કરી બનાવેલ છે. એકેક તીર્થની સ્થાપનાનો, શાસનની પ્રભાવનાનો, સંઘનું ગૌરવ જાળવવાનો, શાસનની રક્ષાનો, વિધર્મીઓના આક્રમણ વખતે રક્ષાનો, આવા અનેક પ્રસંગોએ કર્મઠ શ્રાવકોની જીંદાદીલી, અનુભવી અને ચકોર દષ્ટિ, સમયસૂચકતા, શૂરવીરતા તથા પરક્રમીપણું વિગેરે ગુણોથી ભરપૂર કર્મઠ શ્રાવકોના જીવન ચરિત્રોનું આચમન કરતાં આપણે એક અનોખી તૃપ્તિનો અનુભવ કરીએ છીએ. આ ગ્રન્યરત્નમાં આપણને આવા અનેક મહાનુભાવોના ચરિત્રોનું આચમન કરવા મળશે. સંપાદક શ્રાવકરત્ન શ્રી તલકચંદભાઈ આજથી લગભગ ૧૦૦ વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક આદર્શ ખેરવા ગામમાં અત્યંત દયાળુ અને પરોપકારી એવા શ્રી પુંજીરામ માનચંદભાઈના સંસ્કારી પરિવારમાં આ મહાન વિભૂતિનો જન્મ થયો હતો. તે જમાનાને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી વારસાગત પેઢીનો ધંધો સંભાળી લીધો. ૩૦ વર્ષની ઉંમરથી ધંધામાં ઝાઝો રસ ન લેતાં ત્યાંના જૈન મંદિરનો વહીવટ સંભાળી લીધો. શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શિખરબંધી જિનાલયનો ચોખ્ખો ને ઝીણવટભર્યો વહીવટ આજીવનપર્યત સંભાળ્યો. જિનાલયનો જીર્ણોદ્ધાર તથા સુંદર રંગકામ કરાવી રમણીય બનાવ્યું. ઉપાશ્રયના મકાનનું સમારકામ પણ કરાવ્યું. કેળવણીના વિકાસ માટે તેઓ સતત જાગૃત રહેતા. પરીક્ષાઓ પતે એટલે શાળામાં જઈ પુસ્તકો ઉઘરાવી લાવવાં–સરખાં કરી બીજા વિદ્યાર્થીઓને મફત નવા વરસમાં વહેંચી દેવાં એ પ્રવૃત્તિ એ જમાનામાં પણ ખૂબ ઉત્સાહથી કરતાં. કહો કે તે જમાનામાં તેઓ “બુક બેન્ક' ચલાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy