SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1124
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૭૫ જૈન સંઘના વહીવટમાં તેમની કુશળતાનાં દર્શન થતાં. હિસાબ નિયમિત લખતા ને હિસાબમાં એક પૈસાની પણ ભૂલ પડે તો તેમની ઉંઘ હરામ થઈ જતી. ધાર્મિક વહીવટમાં કોઈના પણ પૈસા બાકી હોય તો અવાર-નવાર તેમને ત્યાં જઈ પતાવે. કડક ઉઘરાણી નહિ, પણ કોઈ સાધર્મિક ધર્માદાનો દેવાદાર ન બને તેવી ઉચ્ચ ભાવનાથી! તેમનું જીવન અત્યંત સાદું, કોઈ પણ જાતની મોટાઈ નહિ, કોઈ આડંબર નહિ. જીવનમાં સર્વત્ર નિયમિતતા ને શિસ્ત-પાલન. આ બધા એમના સ્વાભાવિક ગુણો હતા. તેમના પુત્ર બાબુભાઈ અમદાવાદમાં દેવકીનંદન સંઘના ઠીક સમય સુધી પ્રમુખપદે રહ્યા. સંઘની સ્થાપનાથી મંત્રી તરીકેની કામગીરી પણ બજાવી. આ પરિવારના ઉચ્ચ આદર્શો અને ઉચ્ચ જીવનશૈલી ખરેખર પ્રશંસાપાત્ર છે. (સંકલનઃ વિધિકાર જશવંતલાલ સાકળચંદ) જીવદયાપ્રેમી શ્રી મૂળચંદભાઈ ગુલાબચંદ મહેતા | સ્નેહાળ અને સહૃદયી આજીવન શાસનસેવક ડૉ. શ્રી મૂળચંદભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર (મચ્છ-મોરબી) મુકામે એક ગરીબ પરિવારમાં વિજીબેનની કુક્ષીએ થયો. ધર્મપરાયણ પિતાશ્રી ગુલાબચંદભાઈનો સેવા-સંસ્કારનો બહુમૂલ્ય વારસો લઈને જન્મેલા શ્રી મૂળચંદભાઈએ ધંધા-નોકરીની પ્રવૃત્તિ સાથે સેવા પ્રવૃત્તિને પણ ધર્મ માન્યો. એક વર્ષ મુંબઈ-ગોડીજી જૈન દેરાસરમાં ચીફ સેક્રેટરી તરીકે અને જૈન શ્વે. કોન્ફરન્સના સેક્રેટરી તરીકે સેવા આપી. કતલખાનાના પ્રબળ વિરોધ માટે આ જીવદયાપ્રેમીએ અહિંસક દળ ઊભુ કરી આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. કેટલાક તાણાવાણાએ એમના જીવનનો રાહ પલટી નાખ્યો. અસાર આ સંસારની માયા અને કાવાદાવામાંથી મન હટાવી લીધું. જીવનની ક્ષણભંગુરતાને પારખી ગયા એટલે ૧૯૮૫થી વાનપ્રસ્થાશ્રમમાં ધર્મ-કર્મનું નિષ્ઠાથી પાલન શરૂ કર્યું. આત્માને અંદરથી ઓળખવા મથામણ શરૂ થઈ. માનવીની કર્તૃત્વશક્તિ જાગી ઊઠે છે ત્યારે સત્તા-સુખ અને સંપત્તિનો વ્યામોહ આપોઆપ છૂટી જાય છે. દિલમાં ગરીબો પ્રત્યેની હમદર્દી, શાસનના સંગઠન માટેના ઉમદા વિચારો ધરાવતા આ સંસ્કારસંપન્ન શ્રેષ્ઠિ પોતાનો વધારાનો સમય ધ્યાન-યોગસાધનામાં ગાળે છે. એક્યુપ્રેશરની સાધના દ્વારા ઘણું જ મોટું પણ અસાધારણ કાર્ય કરી રહ્યા છે. પોતાની પ્રવૃત્તિઓ આત્મકલ્યાણને નજર સમક્ષ રાખી નિવૃત્તિમાં પણ શુભ પ્રવૃત્તિ કરતાં રહેવાની છે. એમની વિકાસગાથામાં નવકારમંત્રની આરાધના ખૂબ જ ઉપયોગ બની છે. સંસારનું સાત્વિક સુખ અંદર છે એવી દઢ અનુભૂતિ થતી જાય છે. આ બધા કાર્યોમાં પૂ. આ.શ્રી ધર્મસૂરિજી મ.સા. તથા પૂ. આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના ઘણા જૈન તીર્થોની યાત્રા કરી છે. ત્રણ પુત્રો, એક પુત્રી અને પત્નીનો સહયોગ તેમને ધર્મકાર્યોમાં હંમેશાં મળતો રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy