SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન ડૉ. મહાસુખલાલ વી. મહેતા જન્મ તા. ૧૪-૧૧-૧૯૨૦. પિતા ડૉકટર તથા મોટાભાઈ વકીલ. કુટુંબ આખું ધર્મિષ્ટ, પિતા તત્ત્વજ્ઞાનના અભ્યાસી આથી ઘરમાં ધાર્મિક પુસ્તકો સારી સંખ્યામાં તથા પોતાને વાંચનનો શોખ ઘણો, આથી બધા પુસ્તકો વાંચી રાખે, આમ અધ્યાત્મજ્ઞાન તરફ રુચિ વધતી ગઈ. શરૂઆતથી જ ધર્મનો રાગ અને પાઠશાળામાં પણ ખુબચંદભાઈ | માસ્તર જેવાનું શિક્ષણ મળ્યું આથી જીવન વધુ ધર્મમય બન્યું જુનાગઢના પોતાના દવાખાનામાં પ્રેકટીસ કરતાં, પણ ફક્ત ધન કમાવા તરફ જ લક્ષ્ય નહિ પરંતુ હૃદયમાં કરૂણા ભારોભર, એટલે સેવાવૃત્તિથી જ પ્રેકટીસ કરે. જુનાગઢ તીર્થનું ધામ, વળી દવાખાનું જૈન દેરાસરની સામે તેથી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ પણ ઘણો મળે. આમ ધંધા સાથે જ વૈયાવચ્ચ તથા ભક્તિનો સમન્વય થતાં–વૈયાવચ્ચનો અમૂલ્ય લાભ મળ્યો, જે ૧૯૮૭માં જુનાગઢ છોડ્યું ત્યાં સુધી અખંડ ચાલુ રહ્યો. ધાર્મિક અભ્યાસમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ કંઠસ્થ તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય તથા ચાર કર્મગ્રંથ અર્થથી કર્યા. આ ઉપરાંત શ્રાદ્ધવિધિ પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, યોગશાસ્ત્ર, યોગદષ્ટિ સમુચ્ચય, આનંદધનજી ચોવીશી અર્થ સહિત, દેવચંદ્રજી ચોવીશી અર્થ સહિત, ઉપમિતિ ભવ પ્રપંચ કથા વગેરે બહુમૂલ્ય ગ્રંથોનો પણ પૂ. મુનિભગવંતો પાસે અભ્યાસ કર્યો. ૧૯૫૫માં ત્યાં બિરાજતા પૂ. ગુણભદ્રવિજયજી (પૂ. લબ્ધિસૂરીશ્વરજીના શિષ્ય)નો પરિચય થયો. તથા તેઓની બિમારીમાં તેમની સેવાનો લાભ મળ્યો.પોતાને મંત્ર-યંત્ર વગેરેનો શોખ તેથી તેમની સાથે “વેરના વમળમાં' નામનું પુસ્તક લખ્યું, તેમાં થોડો જ્યોતિષ વિભાગ પણ લખ્યો. જયોતિષશાસ્ત્રનાં રહસ્યો જાણવાની જિજ્ઞાસાથી ઊંડો અભ્યાસ શરૂ કર્યો જેમ-જેમ અભ્યાસ કરતાં ગયા તેમ તેમ શ્રદ્ધા વધતી ગઈ અને ““વેરના વમળમાં”ની ત્રીજી-ચોથી-પાંચમી-છઠ્ઠી તથા સાતમી આવૃત્તિમાં જ્યોતિષ ઉપર વિશેષ લખાણ કર્યું. આ પુસ્તક સારી પ્રસિદ્ધિ પામેલ છે. જુનાગઢ નગરપાલિકામાં સદસ્ય તરીકે બે વખત ચૂંટાઈ આવ્યા તથા તેમાં પણ સારી સેવાઓ આપી. ૧૯૮૭માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ તરીકે જુનાગઢ જિલ્લાના વિસ્તારમાંથી તેઓ ચૂંટાઈ આવ્યા, જે હજુ ચાલુ છે. તેમ જ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના માનદ્ પેટ્રન પણ છે. ૧૯૮૭માં જુનાગઢ છોડી મુંબઈ આવતાં જ્યોતિષ અંગેનો તથા આધ્યાત્મિક વાંચન અંગેનો શોખ વધ્યો. આથી મુંબઈમાં દાદર તથા ઘાટકોપરમાં જ્યોતિષશાસ્ત્ર શીખવવાના વર્ગો શરૂ કર્યા તથા ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ એસ્ટ્રોલોજીક સાયન્સીઝમાં મંત્રી તરીકે સેવા આપી. ૧૯૯૪માં મુંબઈમાં જ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજીસની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે કાર્ય કરે છે તથા દર વર્ષે ત્રણથી ચાર પરિસંવાદો ગોઠવી. બીજા વિદ્વાનો-જ્યોતિષીઓના સહકારથી જાહેર જનતાને જ્યોતિષશાસ્ત્ર અંગેના જ્ઞાનનો લાભ આપે છે. મુંબઈમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ જ્યોતિષશાસ્ત્ર અંગેનું જ્ઞાન આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy