SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1126
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૭૭ જ્યોતિષશાસ્ત્રનાં પુસ્તકો ઉપરાંત ગણિત તથા ફળકથન અંગેના ૧૫ પુસ્તકો લખ્યાં છે. વાસ્તુશાસ્ત્ર તેમ જ મુહૂર્ત અંગેના પણ પુસ્તકો લખ્યાં છે. તેમના ધર્મપત્નિ ધર્મકાર્યોમાં પણ સારો રસ લઈ રહ્યાં છે. ધર્મોપાસક શ્રી સોમચંદભાઈ તથા કમળાબહેન બજાર (પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ.ના સંસારી પિતા તથા માતા) ગુજરાતનો પ્રદેશ સંસ્કાર, સાહિત્ય અને તે ધર્મકલામાં હંમેશાં મોખરે રહ્યો છે. એમાંયે જૈન શ્રેષ્ઠિઓએ ધર્મકરણીમાં સિદ્ધિ અને દિવ્યતાનાં સોપાનો સર કર્યા છે. - - - ગુજરાતની જિવંત તીર્થભૂમિ અને તિની દીક્ષાની ખાણ જેવી ધન્ય નગરી છાણીમાં જે જૈનશાસનની આરાધના, સાધના અને પ્રભાવનાનાં અનેક પુષ્પો વિકસ્યાં છે. આ ભૂમિના પુન્યવંતા નરરત્ન શ્રી સોમચંદ ગીરધરલાલભાઈ શાહ જેઓએ શિક્ષિત થઈને, અને કોને જ્ઞાનદાન પ્રદાન કરવા વર્ષો સુધી સ્વજીવનને જ્ઞાનસંપદાથી કાશિત કરી, અનેકોને શિક્ષીત અધ્યાપક બનાવ્યા; અનેકોને સદાકાળ જિનભક્તિ, વ્રત, પચ્ચકખાણ, ત્યાગ, સંયમાદિના અનુરાગી બનાવી ગયા, તે શ્રી સોમચંદભાઈનું સમર્પણ પ્રદાન પ્રશંસનીય બની ગયું. તેમનાં ધર્મપત્ની કમળાબેન ધર્મમય જીવનથી તેમનાં સુપુત્રો પાંચ પાંડવ સરિખા ચંદુભાઈ, મહેશભાઈ, કિરીટભાઈ, મુકુંદભાઈ, તેજપાલભાઈ અને પત્રી દેવીકાબેનને ચારિત્રની દુર્લભતા સમજાવવા અને દીક્ષાના સાધક બનાવવા સદા પ્રેરણાના પિયુષ પાન કરાવતાં રહ્યાં. સ્વઆત્મ શ્રેયાર્થે ત્રણે ઉપધાનતપની મંગળ આરાધના, અનેક વિઘ્નો આવવા છતાં, તપના વિશ્વાસે, નવપદ ઓળીની વર્ષો સુધી સાધના કરી. વીસસ્થાનક તપનાં પણ મક્કમતાથી આરાધક બની રહ્યાં. સમતાભાવી કમળાબેન સામાયિકનાં સદા સાધક રહ્યાં. પ્રતિક્રમણનાં તેમ જ પૂજા–રનાત્ર, જિનભક્તિનાં પણ અનન્ય ઉપાસક હતાં. તે પુણ્યવંતી માતાને સં. ૨૦૫૪ પોષ વદિ ૧ના સિદ્ધાચલના દાદાના ફોટા સામે ભાવયાત્રાનું ધ્યાન ધરતાં, નવકારમંત્રનું સ્મરણ ને શ્રવણ કરતાં નશ્વર દેહનો ત્યાગ કરી ગયાં અને ગુણદેહથી અમર બની ગયાં. પિતા સોમચંદભાઈ પણ દેવગુરુધર્મસેવા– જ્ઞાનદાન સાથે સામાજિક કાર્યોમાં સેવા આપતા. જ્ઞાન અને વૈરાગ્યના સુંદર ભાવોમાં સં. ૨૦૫) અષાઢ સુદિ ૧ ના ચિરવિદાય લઈ ગયા. બન્ને પુણ્યાત્માઓના સંસ્કાર સિંચનથી પાંચ પાંડવસમાં પુત્રોનાં જીવનકુસુમો ભારે સુવાસિત બયાં છે. સમર્થ સેવાપરાયણ શ્રી આર. પી. શાહ સૌરાષ્ટ્ર-ગુજરાતની ધર્મભાવના ગામના ગોંદરે આવેલી ધર્મશાળાઓ, ગગનચુંબી મંદિરો અને સાર્વજનિક સેવાભાવી સંસ્થાઓની ભવ્ય ઇમારતો દ્વારા ઓળખી શકાય છે. ભાવનગરના સેવાભાવી સજ્જનોમાં શ્રી આર. પી. શાહને પ્રથમ હરોળમાં મુકી શકાય. ઇન્કમટેક્સની ધીકતી વકીલાત હોવા છતાં તેઓએ અનેક સામાજિક સંસ્થાઓના રાહબર બનીને 42 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy