SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન જનકલ્યાણના કામોમાં સમય-શક્તિનું આપેલ પ્રદાન નોંધપાત્ર બન્યું છે. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા હોયને જનસેવાની પ્રવૃત્તિઓ તરફ એમનું મન બચપણથી જ ઝૂકતું રહ્યું. સામાજિક સેવાની શરૂઆત ત્રણ દાયકા પહેલાં કરી. મૃદુ, સરળ સ્વભાવી અને ધર્મભીરૂ હોવા સાથે તેમની કાર્યનિષ્ઠા અને મૂક સેવા ગજબની છે. ભાવનગરમાં મુનિબાપાની દયાથી રામમંત્ર મંદિર ટ્રસ્ટની શરૂઆત કરી. ૧૯૭૫માં સેક્રેટરી તરીકે જોડાયા. તે વખતે ટ્રસ્ટની પાસે એક લાખની બેલેન્સ હતી. આજે તો ૨૦૦૦ સુધીમાં રૂા. ચાર કરોડથી વધુ ફંડ સાથીઓના સહકારથી ઊભું કર્યું છે. જેમાંથી દવાખાનું, સ્કૂલ, મંદિર અને બીજી અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ભાવનગરની વર્ધમાન બેન્કમાં મહત્વનું સ્થાન ધરાવતા મેડીકલ સેન્ટરમાં રૂા. બે કરોડનાં સાધનો ભેગાં કર્યાં. પોતાને ઘંટાકર્ણ મહાવીર દેવમાં ભારે શ્રદ્ધા, ભાવનગરમાં ક્રેસન્ટ પાસે સીમંધરસ્વામી જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રતિષ્ઠા સમયે તેઓએ સારો એવો લાભ લીધો. જ્યાં આજે દર રવિવારે અને દર બેસંતા મહિને ભાવિકો મોટી સંખ્યામાં દર્શને પધારે છે. ભાવનગરની ઘણી સંસ્થાઓમાં તેમનું ભારે મોટું પ્રદાન રહ્યું છે. તેમણે બે પુત્રીઓ પરણાવી છે. એક પુત્ર નામે વિપુલભાઈ વકીલાતના ધંધામાં જ જોડાઈ વિકાસ સાધી રહ્યા છે. આખાયે પરિવારે પરોપકારનાં કાર્યો કરવામાં પોતાનો ધર્મ માન્યો છે. સેવાકાર્યમાં અને ધંધામાં પુરી પ્રમાણિકતાથી તેમણે જીવનમાં ઘણી મોટી યશ-કીર્તિ પ્રાપ્ત કરી છે જનહિતાર્થે જ્યાં જ્યાં જરૂર લાગી, ત્યાં ત્યાં દાનગંગા તેમણે વેહતી રાખી છે. ઘણા જ પરગજુ અને વિનમ્ર સ્વભાવના શ્રી આર. પી. શાહ સાહેબ જૈનસમાજનું તેમ જ શહેર ભાવનગરનું અનમોલ રત્ન છે. તેમનું નિવાસસ્થાન આતિથ્યસત્કારની ભાવનાથી હમેશા ભર્યું ભર્યું જણાય છે. શ્રી રાયચંદ મગનલાલ શાહ અનેક સંસ્થાઓના પ્રેરક, માર્ગદર્શક, નિડર વક્તા અને ધર્મપ્રેમી શ્રી રાયચંદ મગનલાલ શાહ ભાવનગરના વતની પણ ૬૦ વરસથી મુંબઈને કર્મભૂમિ બનાવી છે. દેઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધર્મભાવના સાથે મુંબઈમાં જૈન શાસનસેવાના કામોમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. મુંબઈમાં શ્રી વિજય દેવસુર સંઘ, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરના પ્રત્યેક વિભાગોમાં સેવા આપતા રહ્યા છે. તેઓ વર્ષો સુધી શ્રી ગોડીજી પાઠશાળાના સેક્રેટરી તરીકે, ગોડીજી જ્ઞાનભંડારના મંત્રી તરીકે, ગ્રંથ પ્રકાશનમાં તથા પ. પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. સ્થાપિત શ્રી જૈન સાધર્મિક સેવા સંઘના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે, શ્રી વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિના માનમંત્રી તરીકે, શ્રી ઘોઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિરક્ષક સભાના મંત્રી તરીકે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તરીકે તથા ટ્રસ્ટી તરીકે, શ્રી જૈન આત્માનંદ સભા--ભાવનગરના ઉપપ્રમુખ તરીકે, ભાવનગર પરચુરણ કાપડ એસોસિએશનના મંત્રી તરીકે, શ્રી ચિંતામણી બિલ્ડીંગ ભાડુત મંડળના પ્રમુખ તરીકે ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં અને બોરીવલી મંડપેશ્વરના શ્રી આદિનાથજી જિન મંદિરના ટ્રસ્ટી પદે હાલમાં સેવા આપી રહ્યા છે. ઉપરાંત જીવદયાના ક્ષેત્રે હજારો કૂતરાંઓને અભયદાન આપવાનું, ગાયો, બળદો, બકરાં, પશુ-પંખીઓને પણ અભયદાન આપવાનું ગજબનું કામ કરેલ છે. શ્રી રાયચંદભાઈએ પરમાત્માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy