SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1128
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૭૯ ભક્તિના રંગે રંગાઈને જિનબિંબો ભરાવી તેમ જ પ્રતિષ્ઠા કરાવી અપૂર્વ લાભ લીધા છે; જીવનને ધન્ય બનાવી મુક્તિનું ભાતું બાંધ્યું છે. શ્રી રાયચંદભાઈનો સ્વભાવ શાંત-સરળ, હસમુખો અને સૌની સાથે હળી-મળીને કાર્ય કરવાનો છે. બુદ્ધિશક્તિ તેમ જ પ્રતિપાદન કરવાની તક શુદ્ધ દીર્ઘદ્રષ્ટિ તેમનામાં રહેલી હોવાથી ઘણી ઘણી ગૂંચો ઉકેલી છે. ઘણી લવાદી પણ કરી છે. આમ છતાં સત્ય અને સિદ્ધાંતને વળગી રહી દઢતાથી અને નિડરતાથી જ સર્વ કાર્ય કરી રહ્યા છે. સારા લેખક, કાર્યકર્તા અને વક્તા તરીકેની નામના ધરાવે છે. હાલમાં એમની ઉંમર ૯૨ વર્ષથી પણ વધારે છે છતાં પણ હજુ તેઓ સંપૂર્ણ નિરોગી અને તંદુરસ્ત છે. એમનાં પિતાશ્રી મગનલાલ મૂળચંદ તથા માતુશ્રી પરસનબેન ખૂબ જ ધર્મપરાયણ હતાં. એમનો વારસો ગળથૂથીમાં મળ્યો છે. તેઓ નિરોગીપૂર્ણ દીર્ધાયુષ્ય વધુ ને વધુ ભોગવે, એ જ સદ્ભાવના! સંઘવી જુહારમલ રતનચંદ શેઠશ્રી જુહારમલજીનો જન્મ મારવાડમાં શિવગંજનગરે દયાળુ દાનવીર પ્રતિષ્ઠિત રતનચંદજી શેઠને ઘેર થયેલ. તેઓશ્રી પોરવાડ જૈન સંઘ (શિવગંજ)ના પ્રમુખ છે. જીવદયા તેમનો પ્રિય વિષય છે. વર્ષીતપ, ઉપધાન, વીસસ્થાનક ઓળી અને અનેક વખત સંઘોનું આયોજન કરી યાત્રાઓ કરી--કરાવી છે. શિવગંજ સંઘને એક ભવ્ય દેરાસર-ઉપાશ્રય બનાવી આપેલ છે. નીતિનભાઈ, નીલેશભાઈ, સૌરભભાઈ, ઋષભ, જસ્મિના, આકાંક્ષા, અંગુર, ખુશાલભાઈ, દિનેશભાઈ, નરેન્દ્રભાઈ, પવનબેન, સંગીતાબેન વગેરેનો વિશાળ પરિવાર તેઓ ધરાવે છે શિવગંજમાં મોટી કાપડની દુકાન છે. સ્વ. વિમલાબેન જુહારમલજી સંઘવી શિવગંજનિવાસી સંઘવી જુહારમલજીનાં ધર્મપત્ની વિમલાબેનનો જન્મ ચામુંડેરી, તા. બાલી, જિ. પાલી-રાજસ્થાનમાં થયેલ. તેઓ પરગજુ, સેવાભાવી, પરોપકારી અને તપસ્વી હતાં. પ૭ વર્ષની ઉંમરમાં ઉપધાન-- વર્ષીતપ-૫00 આયંબિલ ઓળી, સમેતશિખરજીની યાત્રા, નવાણું, રોડ, ચોમાસુ વગેરે કરી, જીવનને પુણ્યવંત બનાવી, શિવગંજ મુકામે દેહવિલય પામેલ છે. ધર્મસંપન્ન શ્રાવક શ્રી રતિભાઈ અને શ્રાવિકા હીરાબેન (પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.ના સંસારી પિતાશ્રી તથા માતુશ્રી) રાધનપુર અનેક જિનમંદિરો/ઉપાશ્રયોથી મંડિત નગર. તેનું પર્યાયવાચી નામ આરાધનાપુર. આ | રાધનપુરમાં ધર્મસંસ્કારોથી સુવાસિત કુળમાં શ્રી ભુરાલાલ વાલજી ગૃહે શુભ ચોઘડિયે શ્રી રતિભાઈનો જન્મ થયો. યુવાવયે રતિભાઈનું વેવિશાળ શ્રી રાયચંદભાઈની સુપુત્રી હીરાબેન સાથે થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy